Book Title: Pragnapana Sutra Part 02
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

Previous | Next

Page 295
________________ श्री प्रज्ञापना सूत्र भाग २ अट्ठावीसइमं आहारपयं बीओ उद्देसो सरीरदारे-पज्जत्तिदारे आहारयाइपरूवणं (મૂ૦) સશરીરી જીવને એકેન્દ્રિય સિવાય ત્રણ ભાંગા કહેવા. ઔદારિક શરીરી જીવ અને મનુષ્યોમાં ત્રણ ભાંગા જાણવા. બાકીના જીવો જેઓને દારિક શરીર છે તેઓ આહારક હોય છે, પણ અનાહારક હોતા નથી. વૈક્રિયશરીરી અને આહારક શરીરી જેઓને વૈક્રિય અને આહારક શરીર છે તેઓ આહારક હોય છે પણ અનાહારક હોતા નથી. તેજસકામણ શરીરવાળાને જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભાંગા જાણવા. અશરીરી-શરીર રહિત જીવો અને સિદ્ધો આહારકનથી પણ અનાહારક છે. દ્વાર ૧૨. આહાર પતિ વડે પર્યાપ્ત, શરીર પર્યાપ્તિ વડે પર્યાપ્ત, ઈન્દ્રિય પર્યાપ્તિ વડે પર્યાપ્ત, શ્વાસોચ્છવાસ પતિ વડેપર્યાપ્ત અને ભાષા મનઃ પતિ વડે પર્યાપ્તાનો વિચાર કરતાં એ પાંચે પર્યાતિઓમાં જીવ અને મનુષ્ય પદને આશ્રયી ત્રણ ભાંગા જાણવા. બાકીના જીવો આહારક હોય છે પણ અનાહારક હોતા નથી. ભાષા અને મન:પર્યાપ્તિ પંચેન્દ્રિયોને હોય છે. બીજાને નથી. આહારપતિ વડે અપાયો એકવચન અને બહુવચનની અપેક્ષાએ પણ આહારક નથી, પણ શરીરપર્યાપ્તિ વડે અપર્યાપ્ત કદાચિત્ આહારક હોય અને કદાચિત્ અનાહારક હોય. ઉપરની ચારે અપર્યાતિઓમાં નારક, દેવ અને મનુષ્યોમાં છ ભાંગા હોય છે. બાકીના પદમાં જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભાંગા સમજવા. ભાષા મન:પયક્તિ વડે પર્યાપ્તા જીવો અને પંચેન્દ્રિય તિયચોમાં ત્રણ ભાંગા, નારક, દેવ અને મનુષ્યોમાં છ ભાંગા કહેવા. સર્વ પદોમાં એકવચન અને બહુવચનની અપેક્ષાએ જીવાદિદંડકો પ્રશ્ન વડે કહેવા. જેને જે હોય તેને તેનો પ્રશ્ન કરવો. જેને જે નથી, તેનો તેને પ્રશ્ન ન કરવો. યાવત્ ભાષા મનઃપયક્તિ વડે અપર્યાપ્તા દેવ અને મનુષ્યોમાં છ ભાંગા અને બાકીના સ્થાનોમાં ત્રણ ભાંગા જાણવા. //૧૯l/૬૬૦ પ્રજ્ઞાપના સૂત્રમાં અઠ્યાવીશમાં આહારપદનો બીજો ઉદ્દેશક સમાપ્ત. : (ટી૦) શરીરદ્વાર વિશે સામાન્યતઃ સંશરીર સૂત્રમાં એકવચનની અપેક્ષાએ બધે ‘કદાચિત્ આહારક હોય અને કદાચિત્ અનાહારક હોય. બહુવચનની અપેક્ષાએ જીવ અને એકેન્દ્રિય સિવાય બાકીના સ્થાનોમાં પ્રત્યેકને ત્રણ ભાંગા અને જીવપદ અને પૃથિવ્યાદિ એકેન્દ્રિય પદોમાં પ્રત્યેકને પૂર્વે કહ્યા પ્રમાણે ભાંગાઓનો અભાવસમજવો. ઔદારિકશરીરસૂત્ર એકવચનમાં તેમજ જાણવું. પરન્તુ અહીં નારક, ભવનપતિ, વન્તર, જ્યોતિષ્ક અને વૈમાનિકો ન કહેવા, કારણ કે તેઓને દારિક શરીર નથી. બહુવચનમાં જીવપદ અને મનુષ્યપદમાં પ્રત્યેકને ત્રણ ભાંગા જાણવા. જેમ–૧ “બધા ય આહારકો હોય”. આ ભાગો જ્યારે કોઇપણ કેવલી સમુદ્ધાતને પ્રાપ્ત થયેલ કે અયોગી ન હોય ત્યારે સમજવો. ૨ અથવા બધા આહારકો હોય અને એક અનાહારક હોય. આ ભાંગો એક કેવલજ્ઞાની સમુદ્યતને પ્રાપ્ત થયેલ હોય અથવા અયોગી હોય ત્યારે હોય છે. ૩ અથવા “ઘણા આહારકો હોય અને ઘણા અનાહારકો હોય”. આ ભાંગો ઘણા કેવલી સમુદ્યતને પ્રાપ્ત થયેલા કે અયોગી હોય ત્યારે જાણવો. બાકીના એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય કે તિર્યંચ પંચેન્દ્રિયો આહારક જ કહેવા, પણ અનાહારક ન કહેવા. કારણ કે વિગ્રહગતિથી ઉત્તીર્ણ થયેલાને જ ઔદારિક શરીરનો સંભવ છે, વૈક્રિયશરીરી અને આહારકશરીરી બધાય એકવચન અને બહુવચનમાં આહારક હોય છે, પણ - અનાહારક હોતા નથી. પરન્તુ જેઓને વૈક્રિય અને આહારક શરીર સંભવે છે તે જ કહેવા,બીજા ન કહેવા. તેમાં વૈક્રિયશરીર નારક, - ભવનપતિ, વાયુકાયિક, તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય,વ્યન્તર, જ્યોતિર્ષિક અને વૈમાનિકોને હોય છે અને આહારકમનુષ્યોને જ હોય છે. સૂત્રપાઠ આ પ્રમાણે–‘વેવ્યિયસીરી ન મંત! માહીરણ ગM/હાર? યમ! મહિરણ'–હે ભગવન્! વિક્રિયશરીરી જીવ શું આહારક છે કે અનાહારક છે? હે ગૌતમ!આહારક છે પણ અનાહારકનથી. હે ભગવન્!વૈક્રિયશરીરી નારક શું આહારક છે કે અનાહારક છે? હે ગૌતમ! આહારક છે પણ અનાહારક નથી. તૈજસકાર્મણશરીરવાળાના સૂત્રમાં એકવચનની અપેક્ષાએ બધે ય કદાચિત્ આહારક હોય અને કદાચિત્ અનાહારક હોય. બહુવચનની અપેક્ષાએ જીવ અને એકેન્દ્રિય સિવાયના બાકીના સ્થાનોમાં ત્રણ ભાંગા અને જીવપદ અને એકેન્દ્રિયોમાં ભાંગાઓનો અભાવ જાણવો. અશરીરી-શરીરરહિત સિદ્ધો હોય છે. અને તેમાં બે જ પદ છે. જીવો અને સિદ્ધો. તેને વિષે એકવચન અને બહુવચનમાં બન્ને સ્થાનોમાં અનાહારક જ હોય છે. 286.

Loading...

Page Navigation
1 ... 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404