________________
पंचतीसइमं वेयणापयं दव्वाइवेदणा-सारीराइवेदणा-साताइवेदणा-दुक्खाइवेदणा दारं श्री प्रज्ञापना सूत्र भाग २ (મૂળ) હે ભગવન્! કેટલા પ્રકારની વેદના કહી છે? હે ગૌતમ! ચાર પ્રકારની વેદના કહી છે. તે આ પ્રમાણ-દ્રવ્યથી, ક્ષેત્રથી,
કાળથી અને ભાવથી હે ભગવન્! નૈરયિકો શું દ્રવ્યથી વેદના વેદે છે? યાવતું શું ભાવથી વેદે છે? હે ગૌતમ! દ્રવ્યથી પણ વેદના વેદે છે, યાવત્ ભાવથી પણ વેદના વેદે છે. એ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! કેટલા પ્રકારની વેદના કહી છે? હે ગૌતમ!ત્રણ પ્રકારની વેદના કહી છે. જેમકે શારીરીક, માનસિક અને શારીરીક-માનસિક વેદના. હે ભગવન્! નરયિકો શારીરીક વેદના વેદે છે, માનસિક વેદના વેદે છે કે શારીરીક અને માનસ અને વેદના વેદે છે? હે ગૌતમ! નિરયિકો શારીરીક વેદના પણ વેદે છે, માનસ વેદના પણ વેદે છે અને શારીરીક અને માનસિક બન્ને વેદના પણ વેદે છે. એ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું. પરન્તુ એકેન્દ્રિયો અને વિકલેન્દ્રિયો શારીરીક વેદના વેદે છે, પણ માનસિક વેદના અને શારીરીક-માનસિક વેદના વેદતા નથી. હે ભગવન્! કેટલા પ્રકારની વેદના કહી છે? હે ગૌતમ! ત્રણ પ્રકારની વેદના કહી છે. તે આ પ્રમાણે–સાતા, અસાતા અને સાતા–અસાતા. હે ભગવન્! નરયિકો શું સાતા વેદના વેદે છે, અસાતા વેદના વેદે છે કે સાતા અને અસાતા બન્ને પ્રકારની વેદના વેદે છે?હે ગૌતમ!ત્રણ પ્રકારની વેદના વેદે છે. એમ સર્વ જીવો થાવત્ વૈમાનિકો સુધી જાણવા. હે ભગવન્! કેટલા પ્રકારની વેદના કહી છે? હે ગૌતમ! દુ:ખા, સુખા અને અદુઃખાસુખા. હે ભગવન્! નરયિકો શું દુઃખા વેદના વેદે છ–ઇત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ! દુઃખા વેદના પણ વેદે છે, સુંખા વેદના પણ વેદે
છે અને અદુઃખાસુખા વેદના પણ વેદે છે, એ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું. ૩/૬૮૯ll (ટી.) શીતાદિ ભેદથી ત્રણ પ્રકારની વેદના કહી, હવે તે વેદના અન્ય પ્રકારે કહેવાની ઇચ્છાવાળા સૂત્રકાર પ્રશ્ન અને ઉત્તર કહે છે-તિવિહી માં અંતે'! ઇત્યાદિ. હે ભગવન્! કેટલા પ્રકારની વેદના કહી છે? ઇત્યાદિ. અહીંવેદના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની સામગ્રીથી ઉત્પન્ન થાય છે, કારણ કે સર્વ વસ્તુદ્રવ્યાદિ સામગ્રીના વશથી ઉપજે છે. તેમાં જ્યારે આ પ્રાણીની વેદના પુદ્ગલ દ્રવ્યના સંબધને આશ્રયી વિચારીએ ત્યારે દ્રવ્યથી વેદના થાય છે માટે દ્રવ્ય વેદના. નારકાદિના ઉત્પત્તિક્ષેત્રને આશ્રયી ચિન્તન-વિચાર કરાય ત્યારે ક્ષેત્રવેદના, નારકાદિ ભવની કાળનાં સંબન્ધ વડે વિવક્ષા કરાતી હોય ત્યારે કાળ વેદના અને વેદનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થવા વડેવિચાર કરતો હોય ત્યારે ભાવવંદના. એ ચારે પ્રકારની વેદનાનો ચોવીશ દણ્ડકના ક્રમથી વિચાર કરે છે–રફયા અંતે'!
f બ્રતો વેયાં વેન્તિ'– હે ભગવાનેરયિકો શું દ્રવ્યથી વેદના વેદે છે –ઇત્યાદિ બધુંય સૂત્ર સુગમ છે. હવે અન્ય પ્રકારે વેદનાનું પ્રતિપાદન કરવાની ઇચ્છાવાળા સૂત્રકાર પ્રશ્ન અને ઉત્તર સૂત્રો કહે છે– તિવિદા અંતે'! હે ભગવન્!વેદના કેટલા પ્રકારે છે? ઇત્યાદિ. શરીરમાં થયેલી શારીરીક વેદના અને મનમાં ઉત્પન્ન થયેલી માનસી વેદના અને શરીર અને મન બન્નેને વિષે થયેલી શારીર-માનસી વેદના કહેવાય છે. અહીં કર્મધારય સમાસમાં પૂર્વ પદનો પુંવર્ભાવ થયો છે. એ વેદનાનો ચોવીશ દણ્ડકના ક્રમથી વિચાર કરે છે-“રેરા નું અંતે ! ઉ સારીર વેચળું વેતિ'-'હે ભગવન્! નૈરયિકો શું શારીર-શરીર સંબન્ધી વેદના વેદે છે”? ઇત્યાદિ. તેમાં જ્યારે પરસ્પર ઉદીરણા કરવાથી, પરમાધાર્મિકોએ ઉત્પન્ન કરવાથી કે ક્ષેત્રના પ્રભાવથી શરીર વિષે પીડાનો અનુભવ કરે છે ત્યારે શારીરીક વેદના વેદે છે. જ્યારે કેવળ પછીના ભવને અનુસરી મનમાં દુઃખનો વિચાર કરે છે, તથા દુષ્કર્મ કરનાર પોતાને અનુસરી અતિશય પશ્ચાત્તાપ કરે છે ત્યારે માનસી–મન સંબન્ધી વેદના વેદે છે. જયારે વિવક્ષિત તેટલા કાળમાં શરીર વિષે પીડાનો અનુભવ કરે અને એટલા કાળ સુધી મન વિષે ઉપર કહ્યા પ્રમાણે એકસાથે પીડાનો અનુભવ કરે ત્યારે
એટલા કાળની એક વિવક્ષા કરી શારીર-માનસી વેદના અનુભવે છે. અહીં પણ વેદનાનો અનુભવ અનુક્રમે જ થાય છે. કેવળ વિવક્ષિત તેટલા કાળમાં શરીર વિષે પીડાનો અનુભવ કરે છે અને મનમાં પણ એટલા કાળ સુધી પીડા અનુભવે છે તે એકપણે વિવક્ષા કરી એક સાથે શરીર અને મનની પીડાનો અનુભવ કહ્યો છે માટે તેમાં દોષ નથી. એ પ્રમાણે નૈરયિકોને કહ્યા પ્રમાણે સૂત્ર વૈમાનિક સુધી જાણવું. પરન્તુ એકેન્દ્રિયો અને વિકલેન્દ્રિયો શારીરિક વેદના વેદે છે પણ માનસિક વેદના વેદતા નથી. કારૂ કે તેઓને મન નથી, તેથી તેને અનુસરે તે સંબન્ધ સુત્ર ન કહેવું. હવે અન્ય પ્રકારે વેદના કહેવાની ઇચ્છાવાળા સૂત્રકાર પ્રશ્ન અને ઉત્તર સૂત્ર કહે છે–“નિવિદા અંતે'! હે ભગવન્!
329