Book Title: Pragnapana Sutra Part 02
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

Previous | Next

Page 383
________________ श्री प्रज्ञापना सूत्र भाग २ छत्तीसइमं समुग्घायपयं मारणांतियसमुग्घायसमोहयजीवाईणं ओगाहफासाइ परूवणं જાય, ત્રીજા સમયે ત્રસનાડીથી બહાર નીકળે અને ચોથા સમયે દિશામાં ઉત્પત્તિ સ્થાને પ્રાપ્ત થાય. આ ચાર સમયની વિગ્રહગતિ જાણવી. એમ પાંચ સમયની વિગ્રહગતિ ત્રસનાડીની બહાર વિદિશાથી વિદિશામાં ઉત્પત્તિ હોય ત્યારે ઘટે છે. જેમકે પ્રથમ સમયે બસનાડીની બહાર જ વિદિશામાંથી દિશામાં જાય, બીજા સમયે ત્રસનાડીમાં પ્રવેશ કરે, ત્રીજા સમયે ઉપર અથવા નીચે જાય, ચોથા સમયે બહાર નીકળે, અને પાંચમે સમયે વિદિશામાં ઉત્પત્તિ સ્થાને આવે. ઉપસંહાર કહે છે–‘વાનસ્ય અને વિદ્ વાસસ્સ ડે' એટલા કાળે તે ક્ષેત્ર વ્યાપ્ત થયેલું હોય, એટલા કાળે તે ક્ષેત્ર સ્પર્શેલું હોય. ‘સેસં સં વેવ નાવ પંકિરિ'- બાકી બધું તેમજ યાવત્ પાંચ ક્રિયાવાળો હોય ત્યાં સુધી જાણવું. આ પછી બાકીનું તેજ સૂત્ર કહેવ– “હે ભગવન્! તે બહાર કાઢેલા પગલો જે ત્યાં રહેલા પ્રાણો વગેરેનો ઘાત કરે-ઇત્યાદિ.યાવતુ પાંચ ક્રિયાવાળા હોય એ પદ સુધી જાણવું. એ પ્રમાણે સામાન્યપણે જીવપદમાં મારણાન્તિકસમદુઘાતનો વિચાર કર્યો. હવે એનેજ ચોવીશ દંડકના ક્રમથી વિચાર કરતાં પ્રથમથી નેરયિકનું સમાનપણું બતાવે છ“વં' ઇત્યાદિ એ પ્રમાણે–એટલે સામાન્ય રીતે જીવપદની પેઠે નૈરયિકને પણ કહેવું. પરન્તુ આ વિશેષ છે–સામાન્યતઃ જીવપદમાં ક્ષેત્ર લંબાઇમાં જઘન્યથી અંગલના અસંખ્યાતમા ભાગનું કહ્યું છે અને અહીં જઘન્યથી કંઈક અધિક એક હજાર યોજન પ્રમાણ કહેવું. તેમ કહેવાનું શું કારણ છે? તેને ઉત્તર એ છે કે અહીં નૈરયિકો નરકથી નીકળી સ્વભાવથી જ પંચેન્દ્રિય તિર્યંચોમાં કે મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે, પણ બીજે ઉત્પન્ન થતા નથી. અહીં સૌથી જઘન્યનો વિચાર કરવાનો છે. તેથી જ્યારે પાતાલકલશની પાસે રહેનાર નરયિક પાતાલકલશમાં બીજા કે ત્રીજા વિભાગમાં મત્સ્યપણે ઉત્પન્ન થાય ત્યારે પાતાલકલશની ઠીકરી હજાર યોજન પ્રમાણ હોવાથી જે પ્રમાણે જઘન્ય પ્રમાણ કહ્યું છે તે પ્રમાણે ઘટે છે, તેથી કોઈ પણ રીતે ન્યૂન ઘટતું નથી. ઉત્કૃષ્ટથી અસંખ્યાતા યોજનો છે, અને તે સાતમી નરકમૃથિવીના નારકોની અપેક્ષાએ જાણવું. અહીં ઉપસંહાર વાક્ય કહે છે પ્રવિસિં વરૂપ' ઇત્યાદિ. એક દિશામાં જઘન્યથી અને ઉત્કૃષ્ટથી એટલું ઉપર કહેલા પ્રમાણવાળું ક્ષેત્ર વ્યાપ્ત થયેલું હોય છે, એટલું ક્ષેત્ર સ્પર્શેલું હોય છે. વિગ્રહગતિને આશ્રયી વિશેષ કહે છે વિવાદે'ઇત્યાદિ. એક સમય, બે સમય અને ત્રણ સમયની વિગ્રહગતિ વડે વ્યાપ્ત થયેલું અને સ્પર્શેલું કહેવું. પરન્તુ એ પ્રમાણે સામાન્યતઃ જીવપદમાં પણ કહ્યું છે તો અહીં શો વિશેષ છે?તે માટે કહે છે‘નવ વસમક્ષ વા ન મન્ન' પરન્ત અહીં સામાન્ય જીવપદની જેમ ચાર સમયની વિગ્રહગતિ વડે ન કહેવું. કારણ કે નરયિકોને ઉત્કૃષ્ટથી પણ ત્રણ સમયની વિગ્રહગતિ હોય છે. તે ત્રણ સમય આ પ્રમાણે થાય છે–અહીં કોઇ નરયિક વાયવ્ય દિશામાં રહેતો અને ભરતક્ષેત્રમાં પૂર્વ દિશાએ તિર્યંચ પંચેન્દ્રિયપણે કે મનુષ્યપણે ઉત્પન્ન થવાનો હોય, તે પ્રથમ ઉપર આવે છે, બીજા સમયે વાયવ્ય દિશાથી પશ્ચિમ દિશામાં આવે છે, અને ત્રીજા સમયે ત્યાંથી પૂર્વ દિશામાં આવે છે. એ પ્રમાણે અસુરકુમારાદિમાં પણ યથાસંભવ ત્રણ સમયના વિગ્રહની ભાવના કરવી. “લે તે વેવ નાવ પિંિરયાવિ' બાકી બધું તેમજ યાવત્ પાંચ ક્રિયાવાળા પણ હોય ત્યાં સુધી જાણવું. બાકીનું વેદનાસમુદ્યાત સંબન્ધ સૂત્ર કહેવું. હે ભગવન્! તે પુદ્ગલો કેટલા કાળે બહાર કાઢે? હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્તમાં અને ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્તમાં-ઇત્યાદિ યાવત્ છેલ્લું પદ પાંચ ક્રિયાવાળા પણ હોય ત્યાં સુધી કહેવું. અસુરકુમારવિષે અતિદેશ-સમાનપણું કહે છે– સુકુમાર નહીં નીવ' ઇતિ.અસુરકુમારને જેમ જીવપદમાં કહ્યું તેમ કહેવું. એટલે જેમ સામાન્યપણે જીવપદમાં કહ્યું છે તેમ અસુરકુમારને પણ કહેવું. એટલા વડે શું કહ્યું? જેમ જીવપદને વિષે ક્ષેત્ર લંબાઇમાં જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત યોજન પ્રમાણ કહ્યું છે તેમ અહીં પણ કહેવું. (પ્ર)–જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ ક્ષેત્ર શી રીતે હોય? (૧૦) અહીં અસુરકુમારથી માંડી ઈશાન સુધીના દેવો પૃથિવી, પાણી અને વનસ્પતિમાં પણ ઉત્પન્ન થાય છે. તેથી જયારે કોઈ પણ અસુરકુમારસંક્લિષ્ટ પરિણામવાળો પોતાના કુંડલાદિ આભરણના એક ભાગમાં પૃથિવીકાયિકપણે ઉત્પન્ન થવાનો હોય અને મરણસમુદ્યાત કરે ત્યારે જઘન્યથી લંબાઈમાં અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ ક્ષેત્ર પ્રાપ્ત થાય છે, માટે “જેમ જીવપદમાં કહ્યું છે તેમ જાણવું'એમ કહ્યું છે, તેથી અહીં પણ વિગ્રહગતિ ચારસમયની પ્રાપ્ત થાય છે, તેથી કહે છે–“નવરં વિઘટ્યસામયિો યથા નૈયિસ્ય' પરન્તુ વિગ્રહગતિ ત્રણ સમયની નૈરયિકની પેઠે કહેવી. બાકીનું સૂત્ર જે સામાન્યપણે જીવપદમાં કહ્યું છે તેજ 374

Loading...

Page Navigation
1 ... 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404