Book Title: Pragnapana Sutra Part 02
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

Previous | Next

Page 343
________________ श्री प्रज्ञापना सूत्र भाग २ छत्तीसइमं समुग्घायपयं समुग्घायभेय परूवणं કાન અને સ્કન્ધાદિની વચ્ચેના ભાગને પૂરી લંબાઇ અને વિસ્તારમાં શ૨ી૨પ્રમાણ ક્ષેત્રને વ્યાપીને રહે છે. એ પ્રમાણે ઘણા કષાયકર્મના પુદ્ગલોનો નાશ ‘કરે છે. એમ મરણસમુદ્દાતને પ્રાપ્ત થયેલો આયુષ્યકર્મના પુદ્ગલોનો ‘નાશ કરે છે. પરન્તુ મરણસમુદ્ધાતને પ્રાપ્ત થયેલો પોતાના આત્મપ્રદેશોને બહાર કાઢી મુખ-ઉદરાદિના ખાલી ભાગને તથા કાન અને સ્કન્ધાદિના વચ્ચેના ભાગને પૂરી વિસ્તાર અને જાડાઇમાં સ્વશરી૨પ્રમાણ અને લંબાઇમાં પોતાના શરીર કરતાં અધિક જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતા યોજનો સુધી એક દિશામાં રહેલા ક્ષેત્રને વ્યાપીને રહેછે એમ કહેવું. વૈક્રિયસમુદ્દાતને પ્રાપ્ત થયેલો જીવ પોતાના આત્મપ્રદેશોને શરીરથી બહાર કાઢી શરીરના વિસ્તાર અને જાડાઇ પ્રમાણ અને લંબાઇમાં સંખ્યાતા યોજનપ્રમાણ દંડ કરી સ્થૂલ પુદ્ગલોના ક્રમથી વૈક્રિયશરીર નામકર્મના પુદ્ગલોનો પૂર્વની પેઠે ક્ષય કરે છે. તે સંબન્ધે કહ્યું છે કે “वेडव्वियसमुग्घाएणं समोहणइ, समोहणित्ता संखिज्जाई जोयणाई दंडं निसिरइ, निसिरित्ता अहाबायरपोग्गले પરિસાદેઽ "। વૈક્રિયસમુદ્દાત વડે સમુદ્દાત કરે છે—આત્મપ્રદેશોને બહાર કાઢે છે, સમુદ્દાત ક૨ી સંખ્યાતા યોજન પ્રમાણ દંડ કરે છે. દંડ કરી બાદરપુદ્ગલોના ક્રમથી એટલે જે જે બાદ૨ પુદ્ગલો હોય તેવા પુદ્ગલોનો ક્ષય કરેછે. એ પ્રમાણે તૈજસ અને આહારક સમુદ્ધાતનો વિચાર કરવો. પરન્તુ તૈજસસમુદ્દાત તેજોલેશ્યા મૂકવાના સમયે તૈજસનામકર્મના ક્ષયનું કારણ ‘છે. આહારક સમુદ્ધાતને પ્રાપ્ત થયેલો આહા૨કશરીર નામકર્મના પુદ્ગલોનો ક્ષય કરે છે.” કેવલી સમુદ્દાતને પ્રાપ્ત થયેલો કેવલી સાતાઅસાતાવેદનીયાદિ કર્મના પુદ્ગલોનો નાશ કરે છે. તે જે રીતે નાશ કરે છે તે પ્રકારે શિષ્ય ઉપર અનુગ્રહ કરવા માટે તેનો અહીં વિચાર કરીએ છીએ—કેવલી સમુદ્દાત આઠ સમયનો છે. તે સમુદ્દાત કરતા કેવલજ્ઞાની પ્રથમ સમયે જાડાઇમાં પોતાના શરી૨પ્રમાણ અને ઉંચો અને નીચો લોકાન્ત પર્યન્ત આત્મપ્રદેશોનો દંડ કરે છે. બીજે સમયે પૂર્વ અને પશ્ચિમ અથવા દક્ષિણ અને ઉત્તર કપાટ કરે છે. ત્રીજે સમયે મંથાન કરે છે. ચોથે સમયે વચ્ચેના આંતરા પૂરે છે. પાંચમે સમયે આંતરાઓ સંહરે છે. છઢે સમયે મંથાન સંહરે છે. સાતમા સમયે કપાટ સંહરે છે અને આઠમા સમયે પોતાના શરીરમાં આવી રહે છે. તે વાત સૂત્રકાર પોતે કહેવાના છે કે ‘તમે સમયે ફંડ રેડું, વીર્ વાર્ડ રેફ' ઇત્યાદિ. ‘પ્રથમ સમયે દંડ કરે છે. બીજા સમયે કપાટ કરે છે’–ઇત્યાદિ. તેમાં દંડ કરવાના સમય પહેલા જે પલ્યોપમના અસંખ્યાતમા ભાગપ્રમાણ વેદનીય, નામ અને ગોત્ર કર્મની સ્થિતિ હતી તેના બુદ્ધિથી અસંખ્યાતા ભાગો કરવા, તે પછી દંડ સમયે દંડ કરતો તે અસંખ્યાતા ભાગોનો ક્ષય કરે છે અને એક અસંખ્યાતમો ભાગ બાકી રાખે છે. પૂર્વે જે ત્રણ કર્મનો રસ હતો તેના અનન્ત ભાગો કરવા અને પછી દંડ સમયે ૧ અસાતાવેદનીય, ૨-૬ પ્રથમ સિવાયના પાંચ સંસ્થાન, ૭–૧૧ પાંચ સઘયણ, ૧૨-૧૪ પ્રશસ્ત વર્ણાદિચતુષ્ક, ૧૬ ઉપઘાત, ૧૭ અપ્રશસ્ત વિહાયોગતિ, ૧૮ દુ:સ્વ૨, ૧૯ દુર્ભાગ, ૨૦ અસ્થિર, ૨૧ અપર્યાપ્ત, ૨૨ અશુભ, ૨૩ અનાદેય, ૨૪ અયશકીર્તિ અને ૨૫ નીચગોત્ર–એ પચ્ચીશ પ્રકૃતિઓના રસના અનન્ત ભાગોનો નાશ કરે છે અને એક અનન્તમો ભાગ બાકી રહે છે. તે સમયે સાતાવેદનીય, ૨ દેવગતિ, ૩ મનુષ્યગતિ, ૪ દેવાનુપૂર્વી, ૫ મનુષ્યાનુપૂર્વી, ૬ પંચેન્દ્રિયજાતિ, ૭–૧૧ પાંચ શરીર, ૧૨-૧૪ ત્રણ ઉપાંગ, ૧૫ પ્રથમ સંસ્થાન, ૧૬ પ્રથમ સંઘયણ, ૧૭–૨૦ પ્રશસ્ત વર્ણાદિ ચતુષ્ક, ૨૧ અગુરુલઘુ, ૨૨ ૫રાઘાત, ૨૩ ઉચ્છ્વાસ, ૨૪ પ્રશસ્તવિહાયોગતિ, ૨૫ ત્રસ, ૨૬ બાદર, ૨૭ પર્યાપ્ત, ૨૮ પ્રત્યેક, ૨૯ આતપ, ૩૦ ઉદ્યોત, ૩૧ સ્થિર, ૩૨ શુભ, ૩૩ સુભગ, ૩૪ સુસ્વ૨, ૩૫ આદેય, ૩૬ ૧. . સમુદ્દાત સમયે કષાયના મોહનીયના પુદ્ગલોને નાશ કરતો જીવ તીવ્ર કષાયના ઉદયથી બીજા ઘણા કષાયમોહનીયના પુદ્ગલો ગ્રહણ કરે છે. ૨. અહીં એટલી વિશેષતા છે કે કોઇ એક જીવ એકવાર મારણાન્તિક સમુદ્દાત કરી નરકાદિમાં ઉત્પન્ન થાય અને ત્યાં આહાર કરે તેનો પરિણામ કરે અને શરીર બાંધે અને કોઇ એક જીવ સમુદ્દાતથી કે ઉત્પત્તિ સ્થાનથી પાછા ફરી પોતાના શરીરમાં આવી ફરીવાર મરણસમુદ્દાત કરી નારકથી માંડી અનુત્તર સુધીના બધા સ્થાનોમાં ઉપજે. જુઓ ભગત શ૦ ૬ ૩૦ ૬. ૩. તેોલેશ્યા મૂકવાના સમયે વિસ્તાર અને જાડાઇમાં શરીરપ્રમાણ અને લંબાઇમાં સંખ્યાતા યોજન પ્રમાણ દંડ કરી પૂર્વે બાંધેલા તૈજસ નામ કર્મના પુદ્ગલોનો ક્ષય કરે છે અને બીજા તૈજસ પુદ્ગલો ગ્રહણ કરી તેજોલેશ્યા મૂકે છે. ૪. આહારકલબ્ધિવાળા ચૌદ પૂર્વધર અન્ય ક્ષેત્રમાં રહેલા તીર્થંકરદર્શનાદિ કોઇપણ નિમિત્તે શરીર પ્રમાણ પહોળો અને સ્થૂલ તથા સંખ્યાતા યોજન પ્રમાણ લાંબો આત્મપ્રદેશોનો દંડ કરી પૂર્વે બાંધેલા આહારક શરીરનામ કર્મના પુદ્ગલો વિખેરી અને આહારક શરીર યોગ્ય પુદ્ગલો ગ્રહણ કરી આહારક શરીર કરે છે. 334

Loading...

Page Navigation
1 ... 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404