Book Title: Pragnapana Sutra Part 02
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

Previous | Next

Page 361
________________ श्री प्रज्ञापना सूत्र भाग २ . छत्तीसइमं समुग्घायपयं चउरीसदंडएसु पुहत्तेणं अतीताइसमुग्घाय परूवणं ગુણતાં એકસો અડસઠ સૂત્રો થાય છે. Iel૭૦૦ || ચરીરસવંડારસુપુત્તેિણં અતીતારસમુઘાયપરૂવM || णेरइयाणं भंते! णेरइयत्ते केवतिया वेदणासमुग्घाया अतीता? गोयमा! अणंता। केवतिया पुरेक्खडा? गोयमा! अणंता,एवंजाव वेमाणियत्ते, एवं सव्वजीवाणं भाणियव्वंजाव वेमाणियाणं वेमाणियत्ते, एवंजाव तेयगसमुग्घाओ, णवरं उवउज्जिऊण णेयव्वं जस्सत्थि वेउव्विय-तेयगा ।।सू०-१०।।७०१।। (મૂળ) હે ભગવન્! નરયિકોને નરયિકપણામાં કેટલા વેદના સમુદ્ધાતો અતીત કાળે થયેલા છે?હે ગૌતમ! અનન્તા થયેલા છે. કેટલા ભવિષ્યમાં થવાના છે? હે ગૌતમ! અનન્તા થવાના છે. એ પ્રમાણે યાવત્ વૈમાનિકપણામાં કહેવું. એ પ્રમાણે સર્વ જીવોને યાવત્ વૈમાનિકોને વૈમાનિકપણામાં કહેવું. એમ યાવત્ તૈજસ સમુદ્યાત સુધી કહેવું. પરન્તુ ઉપયોગ રાખી વિચારીને જેને વૈક્રિય અને તેજસ સમુદ્યાત હોય તેને તે કહેવા. 7/૧૦૭૦૧/ (ટી.) હવે એટલીજ સંખ્યાવાળા બહુવચન સંબન્ધ સૂત્રો છે તેને બતાવવાની ઇચ્છાવાળા સૂત્રકાર કહે છે “રેડ્ડયાળ' ઇત્યાદિ. હે ભગવન્!વિવક્ષિત પ્રશ્નસમયે વર્તમાન બધાનેરયિકો જેઓ પૂર્વેસર્વાતીત કાળની અપેક્ષાએ એટલે અનન્ત અતીત કાળે યથા સંભવ નૈરયિકપણામાં રહેલા હોય તેઓને સમુદિત સર્વ સંખ્યા વડે કેટલા વેદના સમદુધાતો થયેલા હોય છે? ભગવાન્ કહે છે– હે ગૌતમ!અનન્તા થયેલા હોય. કારણ કે ઘણા નૈરયિકો અનન્તકાળથી અવ્યવહાર રાશિમાંથી નીકળેલા હોય છે અને અનન્ત વાર નરકમાં જવા વડે તેઓને અનન્ત સમુદ્ધાતનો સંભવ છે. કેટલા ભવિષ્યમાં થવાના હોય? આ સૂત્ર તો સૂચના માત્ર છે. સંપૂર્ણ પાઠ તો આ પ્રમાણે છ– હે ભગવન્! નરયિકોને નૈરયિકપણામાં કેટલા વેદનાસમુદ્ધાતો ભવિષ્યમાં થવાના હોય? ભગવાનું કહે છેહે ગૌતમ! અનન્તા હોય. કારણ કે ઘણાનું ફરીથી અનન્તવાર નરકમાં આગમન સંભવે છે. એ પ્રમાણે અસુરકુમારતાદિસ્થાનોમાં અનુક્રમે યાવત્ વૈમાનિકપણામાં કહેવું એટલે વૈમાનિકપણા વિષયક સૂત્ર છે ત્યાં સુધી કહેવું. તે આ પ્રમાણે–હે ભગવન! નરયિકોને વૈમાનિકપણામાં કેટલા વેદનાસમુઘાતો અતીતકાળે થયેલા છે? હે ગૌતમ! અનન્તા થયેલા છે. કેટલા ભવિષ્યકાળે થવાના છે? હે ગૌતમ! અનન્તા થવાના છે. અહીં અતીતકાળે અનન્તા સુપ્રસિદ્ધ છે. કારણ કે બધા સાંવ્યવહારિક જીવોએ પ્રાયઃ અનન્તીવાર વૈમાનિકપણું પ્રાપ્ત કરેલું છે, ભવિષ્યમાં થવાના અનન્તા છે. કારણ કે પ્રશ્ન સમયે વર્તતા બધા નૈરયિકોમાંના ઘણા અનન્તવાર વૈમાનિકપણું પામવાના છે. એ પ્રમાણે વચ્ચે રહેલા અસુરકુમારસ્વાદિ સ્થાનોમાં પણ વિચાર કરવો. જેમ નરયિકોને નરયિકત્વાદિ અવસ્થાઓમાં ચોવીશ દંડકના અતીત અને અનાગત વેદનાસમુદ્ધાતો કહ્યા તેમ અસુરકુમારાદિ સર્વ જીવોને કહેવા.ક્યાં સુધી કહેવા? એ માટે કહે છે–ચાવત્ વૈમાનિકોને વૈમાનિકપણામાં કહેવા. તે આ પ્રમાણે—હે ભગવન્! વૈમાનિકોને વૈમાનિકપણામાં કેટલા વેદનાસમુદ્દઘાતો અતીત કાળે થયેલા હોય છે? હે ગૌતમ! અનન્તા હોય. કેટલા ભવિષ્ય કાળે થવાના હોય? હે ગૌતમ! અનન્તા હોય. એ પ્રમાણે કષાય, મરણ, વૈક્રિય અને તેજસસમુદ્દઘાતો પણ નેરયિકથી આરંભી વૈમાનિક સુધીના બધા જીવોને બધા નૈરયિકતાદિ સ્થાનોમાં ચોવીશ દંડકના ક્રમ વડે કહેવા. તે પ્રમાણે સૂત્રકાર કહે છે–‘પર્વ નાવ' ઇત્યાદિ. એ પ્રમાણે-વેદનાસમુદ્યાત સંબન્ધ પ્રકાર વડે કષાયાદિ સમુદ્ધાતો પણ યાવત્ તૈજસ સમુદ્યાત સુધી કહેવા. કાંઈપણ વિશેષતા એ સિવાય કહેવા? “નહિ—એમ સૂત્રકાર કહે છે, પરન્તુ ઉપયોગ કરીખ્યાલ રાખી સર્વ સૂત્ર બુદ્ધિ વડે વિચારવું. તાત્પર્ય એ છે કે જ્યાં સમુદ્ધાતો ઘટે ત્યાં અતીત અને અનાગત સમુદ્યાતો અનન્તા કહેવા. બાકીના સ્થાનોમાં પ્રતિષેધ કરવો. એજ બાબતને વિશેષપણે કહે છે–નસ સ્થિ' ઇત્યાદિ. જે નૈરયિકાદિ કે અસુરકુમારાદિ જીવરાશિને વૈક્રિય અને તેજસ સમુદ્યાતો સંભવે છે તે તેને કહેવા.બાકીના પૃથિવ્યાદિ સ્થાનોમાં તેનો પ્રતિષેધ કરવો–એ અર્થાત્ સમજી લેવું. કષાય અને મારણાન્તિક સમુધ્ધાતો બધાય વેદના સમુદ્દઘાતની પેઠે અતીત કાળે અને ભવિષ્ય કાળે સામાન્યપણે અનન્તા કહેવા. પરન્ત ક્યાંઇ પણ તેને નિષેધ ન કરવો. II૧૦૭૦૧l. 352

Loading...

Page Navigation
1 ... 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404