Book Title: Pragnapana Sutra Part 02
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

Previous | Next

Page 380
________________ छत्तीसइमं समुग्घायपयं वेयणासमुग्घायसमोहयजीवाईणं ओगाहफासाइ परूवणं श्री प्रज्ञापना सूत्र भाग २ જીવની ગતિને આશ્રયી વ્યાપ્ત થાય છે. અથવા જેવફાત' અહીં છઠ્ઠી વિભક્તિની જ વ્યાખ્યા કરવી. તેથી પોતાના શરીર પ્રમાણ જેનો વિસ્તાર અને જાડાઈ છે એવું ક્ષેત્રવેદના ઉત્પન્ન કરવાને યોગ્ય પુદ્ગલો વડે વ્યાસ અને ભરેલું જીવની વિગ્રહગતિને આશ્રયી કેટલા કાળ સંબન્ધ હોય છે-એટલે કેટલા કાળ સુધી પ્રાપ્ત થાય? ભગવાનું કહે છે–એક સમય, બે સમય અને ત્રણ સમયની વિગ્રહગતિવડે ભરેલું અને સ્પર્શેલું નમ્યતે' લાભે છે એ વાક્યનો અધ્યાહાર કરવો. તેથી એટલા વડે ઉત્કૃષ્ટથી ત્રણ સમય પ્રમાણ કાળ સંબધે એટલે ત્રણ સમય પર્યન્ત ઉપર કહેલા પ્રમાણવાળું ક્ષેત્ર વેદના ઉત્પન્ન કરવાને યોગ્ય પુદ્ગલો વડે આપૂર્ણ-ભરેલું અને એટલા કાળ સુધી સ્પર્શ કરાયેલું છે. હવે જેટલા કાળ સુધી વેદના ઉત્પન્ન કરવાને યોગ્ય પગલોને બહાર કાઢે તેટલા કાળનું પ્રમાણ બતાવવા માટે સૂત્રકાર કહે છે–તેને અંતે'! ઇત્યાદિ. “હે ભદન્ત'!–પરમ કલ્યાણના યોગવાળા, અથવા પરમ સુખના યોગવાળા હે ભગવન્! તે વેદના ઉત્પન્ન કરવાને યોગ્ય પુદ્ગલોને કેટલા કાળ સુધી બહાર કાઢે છે? કેટલા કાળ સુધી વેદના ઉત્પન્ન કરવા યોગ્ય પુદ્ગલોને વિસ્તાર છે? ભગવાન કહે છે-જઘન્યથી અન્તર્મુહૂર્તકાલ સુધી અને ઉત્કૃષ્ટથી પણ અત્તમુહૂર્ત સુધી બહાર કાઢે છે. પરંતુ ઉત્કૃષ્ટથી કંઈક મોટા અન્તર્મુહૂર્તકાળ સુધી વિસ્તાર છે એમ સમજવું. તાત્પર્ય એ છે કે જે પુલો જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ત સુધી વેદના ઉત્પન્ન કરવાને સમર્થ છે તે પુદ્ગલોને તે તે પ્રકારે વેદનાથી પીડિત થયેલો જીવ પોતાના શરીરમાં રહેલાં પોતાના શરીરથી બહાર આત્મપ્રદેશોથી જુદા કરે છે, વિસ્તાર છે. જેમ અત્યંત દાહજવરથી પીડિત થયેલો સૂક્ષ્મ પુદ્ગલોને બહાર કાઢે છે. આ પ્રત્યક્ષ સિદ્ધ છે. તે માં અંતે'! ઇત્યાદિ. હે ભગવન્!બહાર વિસ્તારેલા શરીરની સાથે સંબન્ધ રહિત તે પુદ્ગલો‘ગાડું તત્ય'પ્રાકૃત હોવાથી પંલિગ છતાં પણ નપુંસક લિગમાં વપરાયેલ છે. જે ત્યાં વેદનાસમુદ્યાતવાળા પુરુષના સંબંધવાળા ક્ષેત્રમાં રહેલા બેઇન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિય સંખ, કીડી, માખી વગેરે પ્રાણોને, ભૂત-વનસ્પતિઓને. જીવ-ગરોળી સાપ વગેરે પંચેન્દ્રિયોને, સત્ત્વબાકીના પૃથિવીકાયાદિને ‘બર્નાન્તિ' સામા આવતાં હણે છે. વર્તત્તિ'–ફેરવે છે-ગોળ ફેરવે, સૈશક્તિ'—કંઇક સ્પર્શ કરે છે, “સંભાતત્તિ'–પરસ્પર એકઠા કરે છે. “સંકૃત્તિ'–વિશેષતઃ સંઘાતરૂપે જથ્થારૂપે કરે છે. પરિતાપયન્તિ–પીડા કરે છે. " વર્તમ-કલાન્ત-મૂર્ષિત કરે છે. આ દ્રાવત્તિ-જીવિતથી જુદા કરે છે, તે પ્રાણાદિને આશ્રયી તે પુલોથી હે ભગવન્! તે વેદનાસમુઘાતને પ્રાપ્ત થયેલો જીવ કેટલી ક્રિયાવાળો કહ્યો છે? ભગવાન કહે છે-સિય તિવિરિણ' ઇત્યાદિ સાત્ શબ્દ કથંચિત વાચી છે. કથંચિટૂ-ક્યારેક કોઈક જીવને આશ્રયી ત્રણ ક્રિયાવાળો હોય. તાત્પર્ય એ છે કે જ્યારે કોઈ જીવોને સર્વથા પરિતાપ કે જીવિતથી જૂદાન કરે ત્યારે સર્વથા ત્રણ ક્રિયાવાળા જ હોય છે. જ્યારે કોઈને પરિતાપ-પીડા આપે કે મરણ પમાડે ત્યારે પણ જેઓને આબાધા-પીડા કરતો નથી તેની અપેક્ષાએ ત્રણ ક્રિયાવાળો જ હોય. સિય વિિરણ' કદાચિત્ ચાર ક્રિયાવાળો હોય' એટલે કોઇને પીડા કરે ત્યારે તેની અપેક્ષાએ ચાર ક્રિયાવાળો હોય, અને કોઇને જીવિત રહિત કરે ત્યારે તેની અપેક્ષાએ પાંચ ક્રિયાવાળો હોય. હવે તેજ પ્રસ્તુત વેદનાસમુદ્યાતવાળા જીવને આશ્રયી તે વેદનાસમુદ્યાતને પ્રાપ્ત થયેલા પુરુષ વડે સ્પર્શ કરાયેલા જીવોની ક્રિયાઓનું નિરૂપણ કરે છે... તેને અંતે'! ઇત્યાદિ. હે ભગવન્! તે વેદનાસમુદ્ધાતને પ્રાપ્ત થયેલ પુરુષના પુદ્ગલો વડે સ્પર્શ કરાયેલા જીવો ‘તામો નીવાળો' વેદનાસમુદ્ધાતવાળા જીવથી, અહીં ગમ્યમાન પ્રત્યયન્ત ક્રિયાના કર્મ અને અધિકરણમાં પંચમી થાય છે, તેથી અહીં પંચમી વિભક્તિ થયેલી છે. તેનો આ અર્થ છે-તે વેદના સમુદ્યાતવાળા જીવને આશ્રયી કરેલી ક્રિયાવાળા કહ્યા છે? ભગવાનું કહે છે-હેગૌતમ! કદાચિત્ ત્રણક્રિયાવાળા હોય એટલે જ્યારે તેઓ વેદનાસમુદ્યાતવાળાને કાંઈ પણ પીડા ઉત્પન્ન કરવાને સમર્થન થાય ત્યારે ત્રણ ક્રિયાવાળા હોય.જ્યારે તેને પીડા કરે ત્યારે કદાચિત ચારક્રિયાવાળા હોય. કારણ કે શરીરવડે સ્પર્શ કરાયેલા વીછીં વગેરે પીડા કરતા દેખાય છે. જ્યારે તેને જીવિતથી પણ રહિત કરે ત્યારે તેઓ કદાચિત્ પાંચક્રિયાવાળા હોય, શરીર વડે સ્પર્શ કરાતા સપદિ જીવિતથી રહિત કરતા દેખાય છે એ પ્રત્યક્ષ સિદ્ધ છે. હવે તે વેદનાસમુદ્યાતવાળા જીવ વડે હિંસા કરાતા જીવોથી બીજા જીવોની હિંસા કરાય અને તે બીજા જીવો વડે હિંસા 371

Loading...

Page Navigation
1 ... 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404