________________
श्री प्रज्ञापना सूत्र भाग २
छत्तीसइमं समुग्घायपयं वेयणासमुग्घायसमोहयजीवाईणं ओगाहफासाइ परूवणं
ક્રિયાવાળા હોય? હે ગૌતમ! કદાચ ત્રણ ક્રિયાવાળા, કદાચ ચારક્રિયાવાળા અને કદાચ પાંચક્રિયાવાળા હોય. હે ભગવન્! તે જીવ અને તે જીવો અન્ય જીવોના પરંપરાએ આઘાત વડે કેટલી ક્રિયાવાળા હોય? હે ગૌતમ! ત્રણક્રિયાવાળા પણ હોય, ચારક્રિયાવાળા પણ હોય અને પાંચક્રિયાવાળા પણ હોય. ૧૮૭૦૯
(ટી૦) હવે જે સમુદ્દાતમાં વર્તતો જીવ જેટલા ક્ષેત્રને સમુદ્દાતના વશથી તે તે પુદ્ગલો વડે વ્યાપ્ત ક૨ે તેનું નિરુપણ કરે છ—‘નીવે ં મંતે!' ઇત્યાદિ. હે ભગવન્! ‘નં’વાક્યલંકારમાં વપરાય છે, જીવ વેદના સમુદ્દાત વડે સમવહત-સમુદ્દાતવાળો થાય છે, એટલે વેદનાસમુદ્દાત કરે છે, સમુદ્દાત કરીને પોતાના શરીરમાં રહેલા જે વેદનાયોગ્ય પુદ્ગલોને ‘નિષ્ઠુમ’-નિક્ષિપતિબહાર કાઢે છે–આત્માથી જુદા કરે છે, તે પુદ્ગલો વડે કેટલું ક્ષેત્ર આપૂર્ણવ્યાપ્ત હોય? તે વ્યાપ્તપણું વચ્ચે કેટલાએક આકાશપ્રદેશનો સ્પર્શ ન હોય તો પણ વ્યવ્યહારથી કહેવાય. તે માટે કહે છે –‘યિત્ ક્ષેત્ર સ્પષ્ટ’કેટલું ક્ષેત્ર સ્પર્શેલું હોય? એટલે દરેક આકાશપ્રદેશને વ્યાપ્ત કરવા વડે સ્પર્શેલું હોય? એ પ્રમાણે ગૌતમે પ્રશ્ન કર્યો એટલે ભગવાન કહે છે—‘સરીર’ ઇત્યાદિ. ‘નિયમાતા-અવશ્ય ‘ઈન્દ્રિસિં' છ દિશાઓ આપૂર્ણ-વ્યાપ્ત થાય અને તેનો સ્પર્શ થાય તેમ વિખુંભ-વિસ્તારથી અને બાહલ્ય– પિંડથી–જાડાઇથી શ૨ી૨પ્રમાણ માત્ર ક્ષેત્ર, એટલે જેટલો પોતાના શરીરનો વિસ્તાર અને જાડાઇ હોય તેટલું ક્ષેત્ર આપૂર્ણ-વ્યાસ થયેલું અને સ્પર્શેલું હોય છે. તેને નિગમન દ્વારા કહે છે—‘વરૂણ શ્વેત્તે મળે, વણ લેત્તે પુછ્હે' ઇતિ. એટલું ક્ષેત્ર આપૂર્ણવ્યાપ્ત થયેલું હોય અને એટલું ક્ષેત્ર સ્પર્શેલું હોય. અહીં વેદનાસમુદ્દાત અધિક વેદનાથી થાય છે અને અધિક વેદના લોકના નિષ્કુટ–ગવાક્ષ જેવા પ્રાન્ત ભાગમાં જીવોને હોતી નથી. કારણ કે તેઓ ઉપદ્રવરહિત સ્થાનમાં રહે છે. પરન્તુ ત્રસનાડીની અંદ૨ અધિક વેદના હોય છે. કારણ કે ત્યાં અન્ય નિમિત્તે વેદનાની ઉદીરણાનો સંભવ છે, અને ત્યાં છ દિશાનો પણ સંભવ છે. માટે ‘અવશ્ય છ દિશાએ’ એમ કહ્યું છે. જો એમ ન હોત તો ‘સિય તિવિÄિ, સિય, વડવિસિં ક્ષિય પંપતિસિં’–કદાચ ત્રણ દિશા, કદાચ ચારદિશા અને કદાચ પાંચ દિશાએ વ્યાપ્ત થાય-ઇત્યાદિ કહ્યું હોત.
હવે પોતાના શરીર પ્રમાણ જેનો વિસ્તાર અને જાડાઇ છે એવું ક્ષેત્ર [તે પુદ્ગલો વડે] વ્યાપ્ત થયેલું અને સ્પર્શેલું વિગ્રહગતિમાં જીવની ગતિને આશ્રયી કેટલે દુર સુધી હોય અને કેટલા કાળ સુધી હોય એનું નિરુપણ કરવા માટે કહે છે—‘સે ખં અંતે'! ઇત્યાદિ. અહીં ‘સે' હમણાં જેનું પ્રમાણ કહ્યું છે તે ક્ષેત્ર, નપુંસક હોવા છતાં પ્રાકૃત હોવાથી પુંલિગ થયો છે. તે ક્ષેત્ર હે ભગવન્!‘વર્ વ્હાલક્ષ'પ્રાકૃત હોવાથી ત્રીજી વિભક્તિના અર્થમાં છઠ્ઠી વિભક્તિ છે. એટલે કેટલા કાળે વ્યાપ્ત થાય અને કેટલા કાળે સ્પર્શેલું હોય? તાત્પર્ય એ છે કે પોતાના શ૨ી૨પ્રમાણ જેનો વિસ્તાર અને જાડાઇ છે એવું ક્ષેત્ર વિગ્રહગતિમાં જીવની ગતિને આશ્રયી નિરંતર ભરેલું અને સ્પર્શેલું કેટલા કાળસુધી હોય? ભગવાન કહે છે—ન્હે ગૌતમ! એક સમયની, બે સમયની અને ત્રણ સમયની વિગ્રહગતિ વડે આપૂર્ણ–ભરેલું અને સ્પર્શેલું હોય. તાત્પર્ય એ છે કે એક સમય, બે સમય, અને ત્રણ સમયની વિગ્રહગતિ વડે જેટલું ક્ષેત્ર વ્યાપ્ત થાય એટલે દુર સુધી વિસ્તાર અને જાડાઇમાં પોતાના શરી૨ પ્રમાણ ક્ષેત્ર વેદના ઉત્પન્ન કરવાને યોગ્ય પુદ્ગલો વડે આપૂર્ણ–ભરેલું જીવની ગતિને આશ્રયી પ્રાપ્ત થાય છે. તેથી એ સંબન્ધુ ઉત્કૃષ્ટથી ત્રણ સમયના વિગ્રહ વડે જેટલું ક્ષેત્ર વ્યાપ્ત કરાય એટલું ક્ષેત્ર આત્માથી જુદા થયેલા વેદના ઉત્પન્ન કરવાને યોગ્ય પુદ્ગલો વડે આપૂર્ણ–ભરેલું હોય છે. અહીં ચાર સમયની અને પાંચ સમયની વિગ્રહગતિ સંભવે છે, તો પણ વેદના સમુદ્દાત પ્રાયઃ બીજાએ ઉત્પન્ન કરેલી વેદના વડે થાય છે, અને બીજાએ ઉત્પન્ન કરેલી વેદના ત્રસનાડીમાં જીવને હોય છે પણ તેની બહાર રહેલાને હોતી નથી. ત્રસનાડીમાં રહેલાને વિગ્રહગતિ ઉત્કૃષ્ટથી પણ ત્રણ સમયની હોય છે માટે ઉત્કૃષ્ટથી પણ ‘ત્રણ સમયની વિગ્રહગતિ વડે' એમ કહ્યું છે. પરન્તુ ચા૨ સમયની અને પાંચ સમયની કહી નથી. ઉપસંહાર વાક્ય કહે છે—‘વદ્યાલક્ષ અને, વડ્યાતસ્સ ડે'–એટલા કાળે આપૂર્ણભરેલું અને એટલા કાળે સ્પર્શેલું હોય છે.' એટલા વડે તે ક્ષેત્ર ઉત્કૃષ્ટથી પણ ત્રણ સમયપ્રમાણ કાળ વડે ભરેલું અને એટલા કાળવડે સ્પર્શેલું હોય છે. તાત્પર્ય એ છે કે વિગ્રહગતિમાં ઉત્કૃષ્ટથી ત્રણ સમય સુધી અને ત્રણ સમોવડે જેટલું ક્ષેત્ર વ્યાપ્ત કરાય એટલી સીમાને વ્યાપીને વિસ્તાર અને જાડાઇમાં પોતાના શરીર પ્રમાણ ક્ષેત્ર વેદના ઉત્પન્ન કરવાને યોગ્ય પુદ્ગલો વડે ભરેલું અને સ્પર્શેલું
37.0