________________
छत्तीसइमं समुग्घायपयं कसायसमुग्घायवत्तव्वया
श्री प्रज्ञापना सूत्र भाग २
સંબન્ધ સૂત્રપાઠ વડે યાવત્ મનુષ્યપણામાં કહેવું. તે આ પ્રમાણે—હે ભગવન્! એક એક નૈરયિકને અપ્લાયિકપણામાં કેટલા લોભસમુદ્દઘાતો અતીતકાળે હોય? ઇત્યાદિ યાવત્ મનુષ્યસૂત્ર કહેવું. તેમાં અષ્કાયિકથી માંડી વનસ્પતિકાય સુધીના સૂત્રની ભાવના પૃથિવીકાયિકસૂત્રની પેઠે કરવી. બેઇન્દ્રિયસૂત્રમાં ભવિષ્યના વિચારમાં જઘન્યથી એક, બે કે ત્રણ જાણવા. એ બાબત એક વાર બેઇન્દ્રિયના ભવને પ્રાપ્ત કરવાવાળાની અપેક્ષાએ જાણવી. ઉત્કૃષ્ટથી સંખ્યાતા, અસંખ્યાતા કે અનન્તા જાણવા. તેમાં સંખ્યાતીવાર બેઇન્દ્રિયના ભવને પ્રાપ્ત કરનારને સંખ્યાતા, અસંખ્યાતી વાર પ્રાપ્ત કરનારને અસંખ્યાતા અને અનન્ત વાર પ્રાપ્ત કરનારને અનન્તા હોય છે. એ પ્રમાણે તે ઇન્દ્રિય, અને ચઉરિન્દ્રિય સૂત્રોનો વિચાર કરવો. તિર્યંચ પંચેન્દ્રિય સૂત્ર સંબધે આ પ્રમાણે વિચાર છે–એક વાર તિર્યંચ પચન્દ્રિયના ભવમાં જવાવાળા અને સ્વભાવથી અલ્પ લોભવાળાને જઘન્યથી એક, બે કે ત્રણ. લોભસમુઘાતો હોય છે. બાકીનાને ઉત્કૃષ્ટથી તિર્યંચ પંચેન્દ્રિયના ભવમાં સંખ્યાતી વાર જનારને સંખ્યાતા, અસંખ્યાતી વાર જનારને અસંખ્યાતા અને અનન્ત વાર જનારને અનન્તા હોય છે. મનુષ્યસૂત્રમાં ભવિષ્યકાળ સંબધે મૂળથી આ પ્રમાણે ભાવના છે—જે નરકભવથી નીકળી અલ્પલોભકષાયવાળો મનુષ્યભવ પામી લોભસમુદ્ધાતને પ્રાપ્ત કર્યા સિવાય મોક્ષે જશે તેને પુરસ્કૃતઅનાગત કાળે લોભસમુદ્ધાતો હોતા નથી, બાકીનાને હોય છે. જેને છે તેને પણ જઘન્યથી એક, બે કે ત્રણ હોય છે અને તે એક, બે કે ત્રણ વાર લોભસમુદ્ધાતને પ્રાપ્ત થઇ મોક્ષ જનારને જાણવા. સંખ્યાતાદિનો વિચાર પૂર્વની પેઠે સમજવો. વાળમંતરત્તે નહી મયુરભારા' વન્તરપણામાં જેમ અસુરકુમારો સંબધે કહ્યું તેમ કહેવું. એટલે જેમ નરયિકને અસુરકુમારપણામાં પુરસ્કૃતભવિષ્યકાળ સંબધે સૂત્ર કહ્યું તેમ વ્યન્તર વિષે પણ કહેવું. તાત્પર્ય એ છે કે ભવિષ્યકાળના વિચારમાં એમ કહેવું-કોઇને છે અને કોઈને નથી. જેને છે તેને કદાચ સંખ્યાતા, કદાચ અસંખ્યાતા કે અનન્તા હોય છે. પરન્તુ એકોરિકા-એકથી માંડી અનન્ત ન કહેવા. કારણ કે વ્યન્તોને પણ અસુરકુમારની પેઠે જઘન્ય સ્થિતિમાં પણ સંખ્યાતા લોભસમુદ્ધાતો હોય છે. “ગોસિત્તે' ઇત્યાદિ. જ્યોતિષ્કપણામાં અતીત કાળે અનન્તા લોભસમુદ્યાત થયેલા છે. કારણ કે અનન્તવાર જ્યોતિષ્કપણું પ્રાપ્ત કરેલું છે. ભવિષ્યમાં થવાના લોભસમુદ્ધાતો કોઇને હોય છે અને કોઈને હોતા નથી. એ પૂર્વની પેઠે જાણવું. જેને હોય છે તેમાં પણ કોઈને અસંખ્યાતા અને કોઈને અનન્તા હોય છે, કદિપણ સંખ્યાતા હોતા નથી. કારણ કે જ્યોતિષ્ઠોનું જઘન્યપદે પણ અસંખ્યાતા વરસનું આયુષ્ય હોવાથી જઘન્યથી પણ અસંખ્યાતા લોભસમુદ્ધાતો હોય છે. જેમકે તે જાતિના દેવોને લોભ ઘણો હોય છે. એ પ્રમાણે વૈમાનિકપણામા પણ ભવિષ્ય સમુઘાતના વિચારમાં કહેવું. એમ નૈરયિકને સ્વસ્થાને અને પરસ્થાને લોભસમુદુધાતનો વિચાર કર્યો, હવે અસુરકુમાર સંબન્ધ લોભસમુઘાતનો વિચાર કરવાની ઇચ્છાવાળા સૂત્રકાર કહે છે–‘મેસ્સ ' ઇત્યાદિ. એક એક અસુરકુમારને નૈરયિકપણામાં અતીત કાળે અનન્તા લોભ સમુદ્ધાતો થયેલા છે. કારણ કે અનન્તવાર નૈરયિકપણું પ્રાપ્ત થયેલું છે, ભવિષ્યકાળે કોઈને હોય છે અને કોઈને હોતા નથી. તેમાં જે અસુરકુમારના ભવથી નીકળી નરકમાં જવાનો નથી અને એક વાર ગયો હોય તો પણ લોભસમુદ્ધાતને પ્રાપ્ત થવાનો નથી તેને હોતો નથી. જે નરકમાં જશે તેને એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા, અસંખ્યાતા કે અનન્તા હોય છે, તેમાં એક વાર નરકમાં જનારને એકાદિ હોય છે. કારણ કે નૈરયિકોને ઇષ્ટ વસ્તુના સંયોગનો અભાવ હોવાથી પ્રાયઃ લોભસમુદ્ધાતનો અસમ્ભવ છે. મૂલટીકામાં કહ્યું છે કે “રયામાં તોમસમુધાયા થોવા જેવ ભવન્તિ, તેલિમિટુબ્રો માવાતો સિમવ' ઇતિ નૈરયિકોને લોભસમુદ્ધાતો થોડા જ હોય છે, કારણ કે તેઓને ઈષ્ટ દ્રવ્યના સંયોગનો અભાવ હોવાથી એકાદિ લોભસમુદ્ધાતનો સંભવ છે. સંખ્યાતી વાર નરકમાં જનારને સંખ્યાતા, અસંખ્યાતી વાર નરકમાં જનારને અસંખ્યાતા અને અનન્ત વાર નરકમાં જનારને અનન્તા હોય છે. અસુરકુમારને અસુરકુમારપણામાં અતીત કાળે અનન્તા સ્પષ્ટ છે. ભવિષ્યકાળે કોઈને હોય છે અને કોઈને હોતા નથી. તેમાં જે અસુરકુમારના ભવમાં તેના છેલ્લા ભાગે વર્તતો લોભસમુદ્ધાતને પ્રાપ્ત થવાનો નથી તેમ ત્યાંથી નીકળી ફરીથી પણ અસુરકુમારપણું પામવાનો નથી પણ તુરત અથવા પરંપરાએ મોક્ષે જશે તેને હોતા નથી. જેને હોય છે તેને પણ જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા, અસંખ્યાતા અને અનન્તા હોય છે. તેમાં એકાદિ લોભસમુદ્ધાતો જેનું બાકીનું આયુષ્ય ક્ષીણ થએલું છે એવા અસુરકુમારભવને પ્રાપ્ત થયેલા અને
365