Book Title: Pragnapana Sutra Part 02
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

Previous | Next

Page 341
________________ श्री प्रज्ञापना सूत्र भाग २ पंचतीसइमं वेयणापयं णिदाइवेदणा दारं અમાયી સમ્યગ્દષ્ટિ ઉત્પન્ન થયેલા છે તેઓ નિદા વેદના વેદ છે. એ હેતુથી હે ગૌતમ! એમ કહું છું કે જ્યોતિષ્ઠો બન્ને પ્રકારની વેદના વેદ છે. એ પ્રમાણે વૈમાનિકોને જાણવા. ૫૬૯૧ પ્રજ્ઞાપના ભગવતીમાં પાંત્રીશમું વેદનાપદ સમાપ્ત. (ટી૦) ફરી અન્ય પ્રકારે વેદનાનું જ પ્રતિપાદન કરવાની ઇચ્છાવાળા સૂત્રકાર કહે છે—‘ઋતિવિહા ાં મંતે'! હે ભગવન્! કેટલા પ્રકારની વેદના કહી છે? ઇત્યાદિ. વેદનાના બે પ્રકાર છે–નિદા અને અનિદા. નિત ં નિશ્ચિત વા સમ્યક્ વીયતે વિત્તમસ્વામિતિ નિવા–જેમાં અત્યન્ત અથવા નિશ્ચિત ચિત્ત અપાય તે નિદા એટલે સામાન્ય રીતે મનના વ્યાપારવાળી કે સમ્યગ્ વિવેકવાળી વેદના. તે સિવાય બીજી મનના વ્યાપારરહિત કે સમ્યક્ પ્રકારના વિવેક રહિત વેદના તે અનિદા. એનુંજ ચૌવીશ દંડકના ક્રમથી પ્રતિપાદન કરે છે–‘નેફ્યા ખં’ ઇત્યાદિ હે ભગવન્! નૈરયિકો નિદા વેદના વેદે છે કે અનિદા વેદના વેદે છે? ઇત્યાદિ. નૈરયિકો બે પ્રકારના છે–સંશીભૂત અને અસંશીભૂત. તેમાં જેઓ સંશીથી આવી ઉત્પન્ન થાય છે તે સંશીભૂત અને જેઓ અસંશીથી આવી ઉત્પન થાય છે તે અસંશીભૂત નૈરયિકો કહેવાય છે. અસંજ્ઞી નૈરયિકો પૂર્વે અન્ય જન્મમાં કરેલું કંઇપણ શુભ, અશુભ કે વૈરાદિનું સ્મરણ કરતા નથી, કારણ કે સ્મરણ તેનુંજ થાય છે કે જે તીવ્ર સઙ્ગલ્પ વડે કરેલું હોય, પરન્તુ પૂર્વના અસંશી ભવમાં મનરહિત હોવાથી તેઓને તીવ્ર સંકલ્પ હોતો નથી, તેથી તે નૈરિયકો જે કાંઇપણ વેદના વેદે છે તે અનિદા વેદના વેદે છે. કારણ કે તેને પૂર્વના ભવમાં અનુભવેલા વિષયનું સ્મરણ ક૨વાને યોગ્ય મનનો અસંભવ છે. સંશીભૂત નૈરયિકો પુર્વનું બધું સ્મરણ કરે છે, માટે તેઓ નિદા વેદના વેદે છે. એ પ્રમાણે અસુરકુમારથી આરંભી સ્તનિતકુમાર સુધીના ભવનપતિઓ કહેવા. કારણ કે તેઓની પણ સંજ્ઞી અને અસંશીથી ઉત્પત્તિ થાય છે. પૃથિવી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચઉરિન્દ્રિયો સંમૂર્ચ્છિમ હોય છે માટે મનરહિત હોવાથી અનિદા જ વેદના વેદે છે. ‘પંëિનિયતિરિવગોળિયા મજૂસા વાળમંતા નહા નેફ્યા' પંચેન્દ્રિય તિર્યંચો, મનુષ્યો અને વ્યન્તરો નૈરયિકોની પેઠે જાણવા. એટલે જેમ નૈરયિકો કહ્યા તેમ તેઓ નિદા વેદના પણ વેદે છે અને અનિદા વેદના પણ વેદે છે–એમ કહેવું. શા હેતુથી એમ વેદેછે? ઉત્તર—અહીં પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્યો બે પ્રકારના છે—જેમકે સંમૂર્છિમ અને ગર્ભજ. તેમાં જે સંમૂર્છિમ છે તેઓ મન રહિત હોવાથી અનિદા વેદના વેદે છે. જેઓ ગર્ભજ છે તે મનસહિત છે માટે નિદા વેદના અનુભવે છે. વ્યન્તરો સંશીથી પણ આવી ઉત્પન્ન થાય છે અને અસંશીથી આવીને પણ ઉત્પન્ન થાય છે, તેથી નૈરયિકની પેઠે નિદા અને અનિદા વેદના અનુભવતા જાણવા. ‘નોસિયા નં' જ્યોતિષ્ઠો સંશીથી આવીને જ ઉત્પન્ન થાય છે, તેથી તેઓને નૈરયિકોને કહ્યા પ્રમાણે નિદા અને અનિદા વેદવાનો સંભવ નથી. પરન્તુ બીજી રીતે સંભવ છે તે પ્રકા૨ને જાણવાની ઇચ્છાવાળો શિષ્ય પ્રશ્ન • કરે છે—‘મે કેળ અંતે!' હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? ઇત્યાદિ સુગમ છે. ભગવાન્ ઉત્તર આપે છ— ‘હે ગૌતમ! ઇત્યાદિ. જ્યોતિષ્ઠો બે પ્રકારના છે–માયીમિથ્યાદૃષ્ટિઉપપત્રક. અને અમાયીસમ્યગ્દષ્ટિ ઉપપન્નક. તેમાં માયા વડે બાંધેલું જે મિથ્યાત્વાદિ કર્મ તે પણ કારણ વિષે કાર્યના ઉપચારથી માયા કહેવાય છે. માયા જેઓને છે તે માયી, આજ હેતુથી મિથ્યાત્વના ઉદયથી મિથ્યા–વિપરીત દૃષ્ટિ-વસ્તુતત્ત્વની પ્રતિપતિ–બોધ જેઓને છે તે માયીમિથ્યાદૃષ્ટિ ઉત્પન્ન થયેલા કહેવાય છે. તેથી વિપરીત અમાયી સમ્યગ્દષ્ટિ કહેવાય છે. તેમાં જેઓ માયીમિથ્યાદૃષ્ટિ ઉત્પન્ન થયેલા છે તેઓ મિથ્યાદૃષ્ટિપણાથી,વ્રતવિરાધનાથી કે અજ્ઞાનતપથી ‘અમે આ પ્રકારે ઉત્પન્ન થયા છીએ' એમ જાણતા નથી. તેથી સમ્યક્ પ્રકારે યથાવસ્થિત જ્ઞાનના અભાવથી અનિદા વેદનાનો અનુભવ કરે છે.જેઓ અમાયી સમ્યગ્દષ્ટિ ઉત્પન્ન થયેલા છે તેઓ સમ્યગ્દષ્ટિપણાથી યથાવસ્થિત સ્વરૂપ જાણે છે. તેથી જે કાંઇ વેદના વેદે છે તે બધી ય નિદા વેદના વેદે છે. ‘વં રેવ વેમાળિયા વિ' એ પ્રમાણે વૈમાનિકો પણ જાણવા. એટલે જ્યોતિષ્કને કહ્યા પ્રમાણે વૈમાનિકો પણ નિદા અને અનિદા વેદના વેદે છે એમ જાણવું. કારણ કે તેઓ સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદૃષ્ટિના ભેદથી બે પ્રકારના છે. ।।૫।।૬૯૧ શ્રીમદ્ચાર્યમલયગિરિવિરચિત પ્રજ્ઞાપના ટીકાના અનુવાદમાં પાંત્રીશમું વેદનાપદ સમાપ્ત. 332

Loading...

Page Navigation
1 ... 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404