________________
पंचतीसइमं वेयणापयं चउवीसदंडएस सीताइवेयणादारं
श्री प्रज्ञापना सूत्र भाग २ तमाए तमतमाए य सीयं वेदणं वेदेंति, नो उसिणं वेदणं वेदेंति, नो सीतोसिणं वेदणं वेदेंति,। असुरकुमारांणं पुच्छा । गोयमा ! सीतं पि वेदणं वेदेंति, उसिणं पि वेदणं वेदेंति, सीतोसिणं पि वेदणं वेदेंति, एवं जाव वेमाणिया TIR-૨||૬૮૮।।
(મૂળ) હે ભગવન્! કેટલા પ્રકારની વેદના કહી છે? હે ગૌતમ! ત્રણ પ્રકારની વેદના કહી છે. તે આ પ્રમાણ—શીત, ઉષ્ણ અને શીતોષ્ણ વેદના. હે ભગવન્! નૈરિયકો શું શીતવેદના વેદે છે, ઉષ્ણવેદના વેદે છે કે શીતોષ્ણવેદના વેદે છે? હે ગૌતમ! શીતવેદના વેદે છે, ઉષ્ણવેદના વેદે છે. પરન્તુ શીતોષ્ણ વેદના વેદતા નથી. કોઇ આચાર્ય એક એક પૃથિવીને વિષે વેદના કહે છે. હે ભગવન્! રત્નપ્રભાપૃથિવીના નૈરયિકો સંબન્ધે પૃચ્છા. હે ગૌતમ! તેઓ શીતવેદના વેદતા નથી, ઉષ્ણવેદના વેદે છે અને શીતોષ્ણ વેદના વેદતા નથી. એ પ્રમાણે વાલુકા પૃથિવીના નૈરયિકો સુધી જાણવું. પંકપ્રભા પૃથિવીના નૈરયિકો સંબન્ધે પૃચ્છા. હે ગૌતમ! તેઓ શીતવેદના વેદે છે અને ઉષ્ણ વેદના પણ વેદ છે, પણ શીતોષ્ણ વેદના વેદતા નથી. જેઓ ઉષ્ણવેદના વેદે છે તેઓ ઘણા છે અને જેઓ શીતવેદના વેદે છે તેઓ થોડા છે. ધુમપ્રભાને વિષે એમ બન્ને પ્રકારની વેદના જાણવી. પરન્તુ જે શીતવેદના વેદ છે ઘણા છે અને જે ઉષ્ણ વેદના વેદે તે થોડા છે. તમા અને તમ તમામાં શીત વેદના વેદે છે પણ ઉષ્ણવેદના અને શીતોષ્ણ વેદના વેદતા નથી. અસુરકુમા૨ો સંબન્ધે પૃચ્છા. હે ગૌતમ! તેઓ શીત વેદના વેદે છે, ઉષ્ણ વેદના વેદે છે અને શીતોષ્ણ વેદના પણ વેદે છે. એ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું. ૨૬૮૮॥
(ટી૦) તેમાં ‘ઉદ્દેશના ક્રમને અનુસરી નિર્દેશ થાય છે' એ ન્યાયથી પ્રથમ શીતાદિ વેદનાનું પ્રતિપાદન કરવા માટે સૂત્રકાર કહે છ-તિવિહા ખં મંતે!'ઇત્યાદિ. હે ભગવન્! કેટલા પ્રકારની વેદના કહી છે? ઇત્યાદિ,‘શીતા ’ શીત પુદ્ગલોના સંબન્ધથી ઉત્પન્ન થયેલી શીત વેદના. એ પ્રમાણે ઉષ્ણ વેદના સમજવી. જે ભિન્ન ભિન્ન અવયવમાં શીત અને ઉષ્ણ પુદ્ગલના સંબન્ધથી શીત અને ઉષ્ણ વેદના થાય તે શીતોષ્ણ વેદના. એ ત્રણે પ્રકારની વેદનાનો નૈરયિકાદિ ચોવીશ દંડકના ક્રમથી વિચાર કરે છે—‘તેડ્યા ’ ઇત્યાદિ. હે ભગવન્! નૈરયિકો શીત વેદના વેદે? ઇત્યાદિ. તેમાં પ્રથમની ત્રણ નરક પૃથિવીમાં નૈરયિકો ઉષ્ણ વેદના વેદે છે. તે નારકો શીતયોનિવાળા છે અને તેના આશ્રયભૂત જે નરકાવાસો છે તે ચો તરફ જગત્પ્રસિદ્ધ ખેરના અંગારા કરતાં અધિક અને ઘણા તાપવાળા ઉષ્ણ પુદ્ગલોથી ઉત્પન્ન થાય છે. પંકપ્રભા નામે ચોથી નરકપૃથિવીમાં કેટલાક નૈરયિકો ઉષ્ણ વેદના વેદે છે અને કેટલાએક નૈયિકો શીત વેદનાનો અનુભવ કરે છે. કારણ કે ત્યાંના નરકવાસો શીત અને ઉષ્ણના ભેદથી બે પ્રકારના છે. તેમાં કેવળ જે ઉષ્ણવેદના અનુભવે છે તે ઘણા છે, કારણ કે ઘણા નરકાવાસોમાં ઉષ્ણવેદનાનો સદ્ભાવ છે. બીજા જે શીત વેદનાનો અનુભવ કરે છે તે થોડા છે. કારણ કે અત્યંત થોડા નરકવાસોમા શીત વેદનાનો સંભવ છે. ધુમઃપ્રભા પૃથિવીમાં કેટલાએક શીત વેદનાવાળા અને કેટલાએક ઉષ્ણ વેદનાવાળા છે, પરન્તુ શીત વેદનાવાળા ઘણા છે, કારણ કે ઘણા નરકાવાસોમાં શીત વેદનાનો સંભવ છે અને થોડા ઉષ્ણ વેદનાવાળા છે, કારણ કે કેટલાએક નરકાવાસોમાં ઉષ્ણ વેદના હોય છે. નીચેની બન્ને પૃથિવીમાં નૈરયિકો શીત વેદનાનો જ અનુભવ કરે છે. કારણ કે ત્યાંના બધા નૈરયિકો ઉષ્ણ યોનિવાળા છે અને નરકાવાસો અનુપમ શીતલતાવાળા છે. અહીં સુધીનું સૂત્ર પ્રાચીન આચાર્યોમાં મતભેદ વિના સંભળાય છે. કેટલાએક આચાર્યો આ સંબન્ધે પણ અધિક સૂત્ર કહે છે. તેથી તેનો મત કહે છે—‘જોરૂં પોલીપ્ પુઢવીણ્ વેયળ મતિ' કેટલાએક આચાર્યો એક એક પૃથિવીમાં પ્રશ્ન અને ઉત્તર રૂપે વેદના કહે છે. તેઓ જે પ્રમાણે કહે છે તે પ્રમાણે બતાવે છ— રાયગળમ'ઇત્યાદિ સૂત્ર સુગમ છે. એ પ્રમાણે નૈરયિકોની શીતાદિ વેદનાનો વિચાર કર્યો. હવે અસુરકુમારો સંબન્ધી વેદનાનો વિચાર કરતા સૂત્રકાર કહે છે—‘અસુરમારાનું પુચ્છા'–અસુરકુમારોને શીતાદિ વેદનાના વિષયમાં પ્રશ્ન સૂત્ર કહેવું—અસુરમારા ખં ભંતે! વિ સૌય વેળ વેયંતિ, સિળ વેવળ વેયંતિ, સૌગોળિ વેયળ વેયન્તિ?' અસુરકુમારો શીત વેદના અનુભવે છે, ઉષ્ણ વેદના અનુભવે છે કે શીતોષ્ણ વેદના અનુભવે છે? ભગવાન કહે છે—‘હે ગૌતમ! ઇત્યાદિ. તેઓ શીત વેદના પણ વેદે છે. જ્યારે તેઓ શીતલ જળથી ભરેલા દ્રહાદિમાં સ્નાનાદિ કરે છે. ઉષ્ણ વેદના પણ
327