________________
श्री प्रज्ञापना सूत्र भाग २
तेत्तीसइमं ओहिपयं देसोहि दारं ओहिस्स खयवड्ढिआइ दारं બહાર હોતા નથી. તાત્પર્ય એ છે કે તેઓ ચોતરફ પ્રકાશવાળા અને સ્વ સંબન્ધી અવધિવાળા હોય છે. પણ સ્પષ્ડકાવધિવાળા કે વિછિન્નાવધિવાળા હોતા નથી. તિર્યંચ પંચેન્દ્રિયો તેવા પ્રકારના ભવસ્વભાવથી અવધિના મધ્યવતી હોતા નથી, પણ બહાર હોય છે, અહી પણ આ ભાવાર્થ છે– તિર્યંચ પંચેન્દ્રિયો તેવા પ્રકારના ભવસ્વભાવથી સ્પર્ધકાવધિવાળા, કે જેનું સર્વતઃપ્રકાશી અવધિજ્ઞાન વચ્ચે વિછિન્ન થયું છે એવા હોય છે. એટલે સ્પર્ધકાદિરૂપ અવધિવાળા હોય છે એ ભાવાર્થ છે. શ૬૭પI
|| રોહિયાર || गेरइया णं भंते! किं देसोही, सव्वोही? गोयमा! देसोही, णो सव्वोही। एवं जाव थणियकुमाराणं। पंचेंदियतिरिक्खजोणियाणं पुच्छा। गोयमा! देसोही, णो सव्वोही। मणूसाणं पुच्छा।गोयमा! देसोही वीसव्वोही वी। वाणमंतर-जोतिसिय-वेमाणियाण जहां णेरइयाणं ।।सू०-८।।६७६।। (મૂળ) હે ભગવન્!નેરયિકોને દેશાવધિ હોય છે કે સર્વાવધિ હોય છે? હે ગૌતમ! દેશાવધિ હોય છે, સવધિનહી. એ પ્રમાણે
સ્વનિતકુમારો સુધી જાણવું. પંચેન્દ્રિયતિર્યંચ સંબંધે પ્રશ્ન. હે ગૌતમ! દેશાવધિ હોય, સર્વવધિ નહી. મનુષ્યો સંબંધે પ્રશ્ન. હે ગૌતમ! તેઓને દેશાવધિ અને સવવિધિ પણ હોય છે. વ્યત્તર, જ્યોતિષ્ક અને વૈમાનિકોને નૈરયિકોની જેમ કહેવું.
_le૬૭૬/. (ટી) દેશાવધિ અને સર્વાવધિના વિચારમાં મનુષ્ય સિવાય બધાય દેશાવધિવાળા અને મનુષ્યો દેશાવધિવાળા અને સર્વાધિવાળા પણ હોય છે, કારણ કે તેઓને પરમાવધિનો પણ સંભવ છે. ICTI૬૭૬ll
* Iોદિરરસરવયવદ્યાર || णेरइयाणं भंते! ओही किं आणुगामिए, अणाणुगामिए, वड्डमाणए, हीयमाणए, पडिवाई, अपडिवाई, अवट्ठिए, अणवहिए? गोयमा! आणुगामिए, णो अणाणुगामिए, णो वड्डमाणए, णो हीयमाणए, णो पडिवाई, अप्पडिवाई, अवट्ठिए, णो अणवट्ठिए, एवं जाव थणियकुमाराणं। पंचिंदियतिरिज्खजोणियाणं पुच्छा। गोयमा! आणुगामिए वि जाव अणवट्ठिए वि, एवं मणूसाण वि। वाणमंतर-जोतिसिय-वेमाणियाणं जहा णेरइयाणं ।।९।।६७७।।
पण्णवणाए भगवईए तेत्तीसइमं ओहिपदं समत्तं ॥३३॥ (૧૦) હે ભગવન્! નરયિકોને અવધિજ્ઞાન આનુગામિક, અનાનુગામિક, વર્ધમાન, હીયમાન, પ્રતિપાતી, અપ્રતિપાતી,
અવસ્થિત કે અનવસ્થિત હોય છે? હે ગૌતમ! આનુગામિક હોય છે પણ અનાનુગામિક હોતું નથી, વર્ધમાન હોતું નથી, હીયમાન હોતું નથી, પ્રતિપાતી હોતું નથી, અપ્રતિપાતી હોય છે, અવસ્થિત હોય છે, પણ અનવસ્થિત હોતું નથી. એ પ્રમાણે સ્વનિતકુમારો સુધી જાણવું. પંચેન્દ્રિય તિર્યંચો સંબજો પ્રશ્ન. હે ગૌતમ! આનુગામિક પણ હોય છે, યાવત્ અનવસ્થિત પણ હોય છે. એ પ્રમાણે મનુષ્યોને પણ કહેવું. વ્યત્તર, જ્યોતિર્ષિક અને વૈમાનિકોને નરયિકોની પેઠે કહેવું. III૬૭૭ી.
પ્રજ્ઞાપના ભગવતીના અનુવાદમાં તેત્રીશમું અવધિપદ સમાપ્ત. (ટી) આનુગામિકાદિના વિચારમાં નારક, ભવનપતિ, વન્તર, જયોતિષ અને વૈમાનિકો આનુગામિક, અપ્રતિપાતી અને અવસ્થિત અવધિવાળા હોય છે, પરન્તુ તેવા ભવસ્વભાવથી અનાનુગામિક, વર્ધમાન, હીયમાન, પ્રતિપાતી અને અનવસ્થિત અવધિવાળા હોતા નથી. તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોને આઠ પ્રકારના અવધિ હોય છે. હા૬િ૭૭
શ્રીમદ્ આચાર્ય મલયગિરિવિરચિત પ્રજ્ઞાપના ટીકાના અનુવાદમાં તેત્રીશમ્ અવધિ પદ સમાપ્ત.
312