Book Title: Pragnapana Sutra Part 02
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

Previous | Next

Page 326
________________ चउत्तीसइमं परियारणापयं चउविसदंडएस आहाराभोगणा दारं श्री प्रज्ञापना सूत्र भाग २ છે, દેખે છે અને આહાર કરે છે અથવા જાણતા નથી, દેખતા નથી અને આહાર કરે છે? ભગવાન ઉત્તર આપે છે– હે ગૌતમ'. ઇત્યાદિ. વૈમાનિકો બે પ્રકારના છે-માયી મિથ્યાષ્ટિઉપપત્રક અને અનાયી સમ્યગ્દષ્ટી ઉપપત્રક. તેમાં પૂર્વભવમાં કરેલી માયા જેઓને છે તે માથી કહેવાય છે, કારણ કે ચૂલરૂપે કરાયેલી જે તે માયા વડે મલિન કર્મની ઉત્પત્તિ થાય છે અને તેથી મલિન કર્મ ઉદયમાં આવે છે ત્યારે ભવના હેતથી પણ ઉત્પન્ન થયેલ અવધિજ્ઞાન સમીચીન–બરોબર હોતું નથી. તેઓ સમ્યગ્દષ્ટિન સમજવા. તથા મિથ્યા-વિપરિત, દૃષ્ટી-જિનપ્રણીત વસ્તતત્ત્વનો બોધ, જેઓને છે તેઓ મિથ્યાદષ્ટિ છે. માયી એવા મિથ્યાદષ્ટિ ઉત્પન્ન થયેલા હોય તે માયીમિથ્યાદષ્ટિ ઉપપન્નક કહેવાય છે. અહીં સ્વાર્થિક ‘ક’ પ્રત્યય થયેલો છે. તેઓ ઉપરના રૈવેયકત્રિકની ઉપરની રૈવેયકના અન્ત સુધી હોય છે. કારણ કે તેઓને યથાયોગ્યપણે મિથ્યાદૃષ્ટિપણું અને માયીપણું અવશ્ય હોય છે. તેનાથી વિપરિત અમાયી સમ્યગ્દષ્ટિ જાણવા. તેઓ અનુત્તરવિમાનવાસી હોય છે, કારણ કે તેઓને અવશ્ય સમ્યગ્દષ્ટિપણું અને પૂર્વના ગયા ભવમાં અત્યન્ત અલ્પ ક્રોધ, માન, માયા અને લોભ તથા ઉપશાન્તકષાયપણું હોય છે. આ સંબધે મૂલટીકાકાર કહે છે કે "वेमाणिया मायिमिच्छादिट्ठिउववनगा जाव उवरिमगेवेज्जा, अमायिसम्मदिट्ठिउववन्नगा अनुत्तरसुरा एव गृह्यन्ते" तिમાયીમિથ્યાદૃષ્ટિ ઉપપત્રક વૈમાનિકો ઉપરના રૈવેયક સુધી જાણવા, અને અમાયી સમ્યગ્દષ્ટી ઉપપત્રક અનુત્તર સુરો ગ્રહણ કરવા. એ પ્રમાણે પૂર્વે ઇન્દ્રિય સંબધે પ્રથમ ઉદેશકમાં કહેલું છે તેમ કહેવું અને તે ‘એ હેતુથી' ઇત્યાદિ વડે સૌથી છેલ્લા નિગમન વાક્ય સુધી જાણવું. તે આ પ્રમાણે- “તેમાં જે માયીમિથ્યાષ્ટિ ઉપપત્રક દેવો છે તેઓ જાણતા નથી, દેખતા નથી, અને આહાર કરે છે. અને તેમાં જે અનાયી સમ્યગ્દષ્ટિ ઉપપત્રક દેવો છે તે બે પ્રકારના કહ્યા છે. જેમકે અનન્તરોપપત્રક અને પરંપરોપપત્રક. તેમાં અનન્તરોપપત્રક-સુરત ઉત્પન્ન થયેલા દેવો છે તેઓ જાણતા નથી, દેખતા નથી અને આહાર કરે છે. જે પરંપરોપપત્રકજેઓને ઉત્પન્ન થયાને સમયાદિનું અત્તર પડેલું છે તે બે પ્રકારના છે. તે આ પ્રમાણ પર્યાપ્તા અને અપર્યાપ્યા. તેમાં જે અપર્યાપ્ત છે તેઓ જાણતા નથી, દેખતા નથી અને આહાર કરે છે. અને જે પર્યાપ્ત છે તે બે પ્રકારના છે. તે આ પ્રમાણે ઉપયોગસહિત અને ઉપયોગરહિત. તેમાં જે ઉપયોગરહિત છે તે જાણતા નથી, દેખતા નથી અને આહાર કરે છે. અને ઉપયોગસહિત છે તેઓ જાણે છે, દેખે છે અને આહાર કરે છે. એ માટે હે ગૌતમ! એમ કહું છું કે કેટલાએક નથી જાણતા, નથી દેખતા અને આહાર કરે છે અને કેટલાએક જાણે છે, દેખે છે અને આહાર કરે છે. આ સૂત્રનો ટીકાકારે કરેલો આ અર્થ છે–તેમાં જે માયીમિથ્યાદિષ્ટી ઉપપન્નક દેવો છે એટલે ઉપરની ત્રિકના ઉપરના રૈવેયક સુધીના દેવો છે તે મન વડે–સંકલ્પમાત્ર વડે ભક્ષણ કરવા લાયક આહારના પરિણામને યોગ્ય પુદ્ગલો અવધિજ્ઞાન વડે જાણતા નથી, કારણ કે તે પુદ્ગલો તેઓના અવધિજ્ઞાનનો વિષય થતા નથી. અને ચક્ષુ વડે જોતા પણ નથી, કારણ કે ચક્ષનું તેવા પ્રકારનું સામર્થ્ય નથી. જે અનાયી સમ્યગ્દષ્ટી ઉપપન્નક એટલે અનુત્તર વિમાનવાસી દેવો છે તે બે પ્રકારના છે–અનન્તરોપપત્રક અને પરંપરોપન્નક. જેને ઉત્પન્ન થયાને એક પણ સમયનું અત્તર પડ્યું નથી તે અનન્તરોપપત્રકપ્રથમ સમયે ઉત્પન્ન થયેલા છે. અને જેને ઉત્પન્ન થયાને સમયાદિનું અત્તર પડ્યું છે તે પરંપરીપત્રક એટલે જેને ઉત્પન્ન થયાને દ્વિતીયાદિ સમયો થયેલા છે એવા છે. તેમાં જેઓ અનન્તરોપનિક છે તેઓ જાણતા નથી અને દેખતા નથી. કારણ કે પ્રથમ સમયે ઉત્પન્ન થયેલા હોવાથી તેઓને અવધિજ્ઞાનનો ઉપયોગ અને ચક્ષઇન્દ્રિય નથી, પરન્ત જાણ્યા અને દેખ્યા સિવાય એમજ આહાર કરે છે. તેમાં જેઓ પરંપરોપન્નક છે તે બે પ્રકારના છે. જેમકે પર્યાપ્તા અને અપર્યાપ્તા. તેમાં જેઓ અપર્યાપ્ત છે તેઓ જાણતા નથી અને દેખતા નથી. કારણ કે પથતિઓ પરિપૂર્ણ નહિ થયેલી હોવાથી અવધિ વગેરેનો ઉપયોગ હોતો નથી. જેઓ પર્યાપ્ત છે તે બે પ્રકારના છે- ઉપયોગસહિત અને ઉપયોગરહિત. તેમાં જેઓ ઉપયોગસહિત છે તેઓ જાણે છે, કારણ કે તે ઉપયોગ વડે યથાશક્તિ જ્ઞાનની પોતાના વિષયને જાણવાની અવશ્ય પ્રવૃત્તિ થાય છે, તેમ ચક્ષુ વડે દેખે છે, કારણ કે તેઓની ઇન્દ્રિયોનું સામર્થ્ય ઘણું વધારે છે. જેઓ ઉપયોગરહિત છે તેઓ જાણતા નથી અને દેખતા નથી. કારણ કે તેઓ ઉપયોગરહિત છે. (પ્ર0)–ઉપયોગસહિત હોવા છતાં પણ મનોભઠ્ય-માત્ર મનના સંકલ્પ વડે ગ્રહણ કરવા યોગ્ય આહારના પુદ્ગલોને કેમ જાણે? - 317

Loading...

Page Navigation
1 ... 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404