________________
अट्ठावीसइमं आहारपयं चउवीसदंडएसु सचित्ताहारदारं- णेरइएसु२-८आहारट्ठिआइदारसत्तगं
श्री प्रज्ञापना सूत्र भाग २ વિ–બીજાથી જુદા ધાન–સ્વરૂપની પુષ્ટિ તે વિધાન-વિશેષ, કાળો, લીલો—ઇત્યાદિ ચોકસ વર્ણાદિની વિશેષતા, તેના માર્ગણ વિચારને આશ્રયી કાળાવર્ણવાળાં પુદ્ગલ દ્રવ્યોનો પણ આહાર કરે છે—ઇત્યાદિ સુગમ છે, પરન્તુ આ પણ વ્યવહા૨ નયથી જાણવું, નિશ્વય નયથી અવશ્ય તે પુદ્ગલ સ્કન્ધો પાંચે વર્ણવાળા હોય છે. ‘ખારૂં વળો ાનવળાપિ' ઇત્યાદિ. જે વર્ણથી કાળાવર્ણવાળાં' ઇત્યાદિ સુગમ છે, યાવત્ અનન્તગુણ શુક્લ વર્ણવાળાં દ્રવ્યોનો પણ આહાર કરે છે. એ પ્રમાણે ગન્ધ, રસ અને સ્પર્શ સંબન્ધી પણ સૂત્રો જાણવાં. ‘નારૂં મંતે ! અનંતમુળજીવવારૂં' ઇત્યાદિ. હે ભગવન્! જે અનન્તગુણ રુક્ષ દ્રવ્યોનો ઉપલક્ષણથી એકગુણ કાળાં દ્રવ્યોનો પણ આહા૨ ક૨ે છે, હે ભગવન્! તે શું સ્પષ્ટ-આત્મપ્રદેશોએ સ્પર્શેલાં અથવા અસ્પૃષ્ટ-નહિ સ્પર્શેલાં દ્રવ્યોનો આહાર કરે છે? ભગવાન્ ઉત્તર આપે છે–પૃષ્ટ દ્રવ્યોનો આહાર કરે છે પણ અસ્પૃષ્ટ દ્રવ્યોનો આહાર કરતો નથી.ઇત્યાદિ ‘નન્હા મામુદ્દેસણ વા નાવ નિયમા છિિÄ' ત્તિ, ભાષા ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે યાવત્ અવશ્ય છ દિશાઓથી આવેલાં પુદ્ગલ દ્રવ્યોનો આહાર કરે છે. એટલે ભાષા ઉદ્દેશકમાં પૂર્વે જેમ સૂત્ર કહ્યું છે તેમ અહીં પણ ‘નિયમા છવૃિત્તિ’એ પદ સુધી જાણવું. તે આ પ્રમાણ—જે સ્પર્શેલા દ્રવ્યોનો આહાર કરે છે, હે ભગવન્! તે અવગાઢ–આત્મપ્રદેશો વડે અવગાહેલાં દ્રવ્યોનો આહા૨ ક૨ે છે કે અનવગાઢ–અવગાઢ ક્ષેત્રની બહાર રહેલાં, નહિ અવગાહેલાં દ્રવ્યોનો આહાર કરે છે? હે ગૌતમ! અવગાહેલાં દ્રવ્યોનો આહા૨ ક૨ે છે પણ નહિ અવગાહેલાં દ્રવ્યોનો આહાર કરતો નથી. હે ભગવન્! જે અવગાઢ-અવગાહેલાં દ્રવ્યોનો આહાર કરે છે તે અનન્તરાવગાઢ—અન્તર સિવાય સાક્ષાત્ અવગાહેલાં દ્રવ્યોનો આહાર કરે છે કે પરંપરાવગાઢ–અન્તર સહિત અવગાઢ દ્રવ્યોનો આહાર કરે છે? હે ગૌતમ! અનન્તરાવગાઢ દ્રવ્યોનો આહાર કરે છે પણ પરંપરાવગાઢ દ્રવ્યોનો આહાર કરતો નથી. હે ભગવન્! જે અનન્તરાવગાઢ દ્રવ્યોનો આહાર કરે છે તે શું અણુ–સૂક્ષ્મ, થોડાં પ્રદેશવાળાં દ્રવ્યોનો આહા૨ ક૨ે છે કે બાદર-ઘણાં પ્રદેશવાળાં દ્રવ્યોનો આહાર કરે છે? હે ગૌતમ! સૂક્ષ્મ દ્રવ્યોનો પણ આહા૨ ક૨ે છે અને બાદ૨ દ્રવ્યોનો પણ આહા૨ ક૨ે છે. ભગવન્! જે સૂક્ષ્મ દ્રવ્યોનો પણ આહા૨ કરેછે અને બાદ૨ દ્રવ્યોનો પણ આહા૨ ક૨ે છે તે શું ઉર્ધ્વ-ઉપરના પ્રદેશોમાં રહેલા, અધોનીચેના પ્રદેશોમાં રહેલાં કે તીરછા પ્રદેશોમાં રહેલા દ્રવ્યોનો આહાર કરે છે? હે ગૌતમ! ઉપરના પ્રદેશોમાં રહેલા,નીચેના પ્રદેશોમાં ૨હેલાં અને તીરછા પ્રદેશોમાં રહેલા દ્રવ્યોનો પણ આહાર કરે છે. હે ભગવન્! જે ઉપરના પ્રદેશોમાં રહેલાં, અધો–નીચેના પ્રદેશોમાં રહેલા કે તીરછા પ્રદેશોમાં રહેલા દ્રવ્યોનો આહાર કરે છે તે શું આદિમાં, મધ્યમાં કે અન્તમાં આહાર કરે છે? હે ગૌતમ! આદિમાં, મધ્યમાં અને અન્તમાં આહા૨ ક૨ે છે. હે ભગવન્! જે આદિમાં મધ્યમાં કે અન્તમાં આહાર કરે છે તે શું સ્વવિષયપોતાના વિષયભૂત દ્રવ્યોનો આહાર કરે છે કે અવિષય દ્રવ્યોનો આહાર કરે છે? હે ગૌતમ! સ્વવિષય દ્રવ્યોનો આહા૨ ક૨ે છે, પણ અવિષય દ્રવ્યોનો આહાર કરતો નથી. હે ભગવન્! જે સ્વવિષય દ્રવ્યોનો આહાર કરે છે તે શું અનુક્રમે આહાર કરે છે કે અનુક્રમ સિવાય આહા૨ ક૨ે છે? હે ગૌતમ! અનુક્રમે આહા૨ ક૨ે છે, પણ અનુક્રમ સિવાય આહાર કરતો નથી. હે ભગવન્! જે જે દ્રવ્યોનો અનુક્રમે આહા૨ ક૨ે છે તે ત્રણ દિશાથી આવેલાં, ચાર દિશાથી આવેલાં, પાંચ દિશાથી આવેલાં કે છ દિશાથી આવેલાં દ્રવ્યોનો આહા૨ ક૨ે છે? હે ગૌતમ! અવશ્ય છ દિશાએથી આવેલા દ્રવ્યોનો આહાર કરે છે.
વ્યાખ્યા—અહીં આત્મપ્રદેશનો સ્પર્શ આત્મપ્રદેશો વડે અવગાઢ–આશ્રિત ક્ષેત્રની બાહર પણ સંભવે છે માટે પ્રશ્ન કરે છે– હે ભગવન્! જે સ્પર્શેલાં પુદ્દગલ દ્રવ્યોનો આહાર કરે છે તે અવગાઢ–આત્મપ્રદેશો સાથે એક ક્ષેત્રમાં રહેલાં, કે અનવગાઢઆત્મપ્રદેશના અવગાહ ક્ષેત્રથી બહાર રહેલાં દ્રવ્યોનો આહાર કરે છે? ભગવાન્ ઉત્તર આપે છે—હે ગૌતમ! અવગાઢ દ્રવ્યોનો આહા૨ ક૨ે છે પણ અનવગાઢ દ્રવ્યોનો આહાર કરતો નથી, હે ભગવન્! જે અવગાઢ દ્રવ્યોનો આહાર કરે છે તે શું અનન્તરાવગાઢ એટલે જે આત્મપ્રદેશોમાં અનન્તર-અન્તર-વ્યવધાન સિવાય અવગાઢ–૨હેલા દ્રવ્યો હોય તે આત્મપ્રદેશો વડે તે દ્રવ્યોનો આહાર ક૨ે છે કે પરંપરાવગાઢ–એક, બે, ત્રણ આદિ આત્મપ્રદેશો વડે અન્તરવાળા દ્રવ્યોનો આહાર કરે છે? ભગવાન કહે છે–હે ગૌતમ! અનન્તરાવગાઢ દ્રવ્યોનો આહાર કરે છે, પણ પરંપરાવગાઢ દ્રવ્યોનો આહાર કરતો નથી. હે ભગવન્! જે અનન્તરાવગાઢ દ્રવ્યોનો આહાર કરે છે તે શું અણુ-થોડાં પ્રદેશવાળાં દ્રવ્યોનો આહાર કરે છે કે બાદર–ઘણા પ્રદેશવાળાં દ્રવ્યોનો આહાર કરે છે? અહીં
259