________________
श्री प्रज्ञापना सूत्र भाग २
अट्ठारसमं कायठिइपयं अत्थाहिगारपरूवणं पणरसमं भासग-सोलसमं परित्तदारं
એટલા કાળ પછી અવશ્ય વિગ્રહગતિ થાય છે અને તેમાં અનાહા૨કપણું હોય છે માટે ‘અનન્ત કાળ’ ન કહ્યો. કેવલીસૂત્ર સુગમ છે. છદ્મસ્થ અનાહારક સૂત્રમાં ‘ઉક્કોસેણું દો સમયા' ઉત્કૃષ્ટ બે સમયો ત્રણ સમયની વિગ્રહગતિને આશ્રયી કહ્યા છે. ચાર સમયની અને પાંચ સમયની વિગ્રહગતિની વિવક્ષા કરી નથી–એ હમણાંજ કહ્યું. સયોગી ભવસ્થ કેવલી અનાહારક સૂત્રમાં આઠ સમયના કેવલી સમુદ્દાતનો ત્રીજો, ચોથો અને પાંચમો–એ ત્રણ સમયો અનાહારક હોય છે. કહ્યું છે કે— " दण्डं प्रथमे समये कपाटमथ चोत्तरे तथा समये । मन्थानमथ तृतीये लोकव्यापी चतुर्थे तु ॥ संहरति पञ्चमे त्वन्तराणि मन्थानमथ तथा षष्ठे । सप्तमके तु कपाटं संहरति ततोऽष्टमे दण्डम् ॥
औदारिकप्रयोक्ता प्रथमाष्टसमययोरसाविष्टः । मिश्रौदारिकयोक्ता सप्तमषष्टद्वितीयेषु ॥ कार्मणशरीरयोगी चतुर्थके पञ्चमे तृतीये च । समयत्रयेऽपि तस्मिन् भवत्यनाहारको नियमात् ॥ પ્રથમ સમયે દંડ, બીજા સમયે કપાટ, ત્રીજા સમયે મંથાન અને ચોથા સમયે લોકવ્યાપી થાય છે. પાંચમા સમયે આંતરાઓનો સંહાર કરે છે, છટ્ઠા સમયે મંથાન સંહરે છે, સાતમે સમયે કપાટ અને ત્યાર પછી આઠમા સમયે દંડ સંહ૨ે છે. પ્રથમ અને આઠમા સમયમાં ઔદારિકકાયયોગી હોય છે. સાતમા, છઠ્ઠા અને બીજા સમયમાં ઔદારિકમિશ્રયોગવાળો અને ચોથા, પાંચમા અને ત્રીજા એ ત્રણ સમયમાં કાર્યણકાયયોગી હોય છે અને તે વખતે અવશ્ય અનાહારક હોય છે. આહારકદ્વાર
સમાપ્ત. II૧૫૫૪૬॥
|| વળરામં માનવાર ||
भासए णं पुच्छा। गोयमा ! जहन्नेणं एगं समयं उक्कोसेणं अंतोमुहुत्तं । अभासए णं पुच्छा। गोयमा ! अभासए तिविधे पन्नत्ते, तं जहा-अणाईए वा अपज्जवसिए, अणाईए वा सपज्जवसिए, साईए वा अपज्जवसिए । तत्थ गं जे से साई वा सपज्जवसिते से जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं वणप्फइकालो | दारं १५ । । । सू० - १६ । । ५४७ ।। (મૂ) ભાષક સંબંધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત સુધી હોય. અભાષક સંબંધે પૃચ્છા. હે ગૌતમ! અભાષક ત્રણ પ્રકારે છે. તે આ પ્રમાણે—૧ અનાદિ અનન્ત, ૨ અનાદિ સાન્ત અને ૩ સાદિ સાન્ત. તેમાં જે સાદિ સાન્ત છે તે જધન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ સુધી હોય છે. (દ્વાર ૧૫) ૧૬૫૪૭॥ (ટી૦) હવે ભાષકદ્વાર કહે છે—‘માલણ્ ાં અંતે’! ઇત્યાદિ. ભાષક–બોલનાર જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ત સુધી વચનયોગીની પેઠે જાણવો. અભાષક ત્રણ પ્રકારે છે—૧ અનાદિ અનન્ત, ૨ અનાદિ સાન્ત અને ૩ સાદિ સાન્ત. તેમાં જે કોઇ પણ સમયે ભાષકપણું પામશે નહિ તે અનાદિ અનન્ત. જે પામશે તે અનાદિ સાન્ત. અને જે ભાષક થઇને ફરીથી પણ અભાષક થાય તે સાદિ સાન્ત. તે જઘન્યથી અન્તર્મુહૂર્ત સુધી હોય છે. કારણ કે બોલીને થોડી વાર રહીને ફરીથી પણ ભાષકપણું જણાય છે. અથવા ભાષક–બોલનાર બેઇન્દ્રિયાદિ એકેન્દ્રિયાદિ અભાષક જીવોમાં ઉત્પન્ન થઇને અને ત્યાં અન્તર્મુહૂર્તનું આયુષ્ય પુરું કરી ફરીથી પણ જ્યારે બેઇન્દ્રિયાદિપણે ઉપજે છે ત્યારે જઘન્યથી અન્તર્મુહૂર્ત સુધી અભાષક હોય છે. અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ સુધી હોય છે અને તે પૂર્વે કહ્યો છે. માટે અહીં બતાવતા નથી. ભાષકદ્વાર સમાપ્ત. ।।૧૬।।૫૪૭॥ || સોનામં રિત્તવારં ||
परित्तणं पुच्छा । गोयमा ! परित्ते दुविहे पन्नत्ते, तं जहा - कायपरित्ते य संसारपरित्ते य । कायपरित्ते गं० पुच्छा। गोयमा! जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं पुढविकालो- असंखेज्जाओ उस्सप्पिणि-ओसप्पिणीतो । संसारपरित्ते णं पुच्छा। गोयमा ! जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं अनंतं कालं जाव अवङ्कं पोग्गलपरियट्टं देसूणं । अपरित्ते णं पुच्छा। गोयमा ! अपरित् दुविहे पन्नत्ते, तं जहा - कायअपरित्ते य संसारअपरित्ते य । कायअपरित्ते णं पुच्छा । गोमा ! जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं वणस्सइकालो । संसारअपरित्ते णं पुच्छा। गोयमा ! संसारअपरित्ते दुविहे .108