________________
बावीसतिमं किरियापयं जीवाईसुएगत्तपुहत्तेहिं किरियापरूवणं
श्री प्रज्ञापना सूत्र भाग २ વિજ્ઞપ્તિ કરી કે સ્વામી! ગુણચંદ્ર અને બાલચન્દ્રના ખગો છે. તેથી રાજાએ જુદા જુદા બોલાવીને કહ્યું કે તમારા ખડ્યો લ્યો.એક કુલપુત્રે લીધા, રાજાએ પૂછયું કે તારું ખડ્ઝ ક્યાં ખોવાયું? તેણે જેમ બન્યું હતું તેમ કહ્યું. તેની તપાસ કેમ ન કરી? તેણે કહ્યું કે સ્વામી! તમારી કૃપાથી એટલા (ખગ)માત્રની હું તપાસ કરું? અર્થાત્ તમારી મારા ઉપર મહેરબાની છે તો એટલા ખગમાત્રની હું તપાસ કેમ કરું? શ્રાવક કુલપુત્ર ખડ્ઝ ગ્રહણ કરવા ઇચ્છતો નથી. રાજાએ પૂછયું- “શા માટે ગ્રહણ કરતો નથી? તેણે કહ્યુંસ્વામી! અમારી એવી સ્થિતિ–મર્યાદા છે કે એ પ્રમાણે ગ્રહણ કરી શકાય નહિ'. કારણ કે તે અધિકરણ છે. અત્યન્ત ઉતાવળ હોવાને લીધે તપાસ કરવા છતાં તે ખગ્ન હાથ ન લાગ્યું અને તેથી અધિકરણ હોવાથી વીસરાવી દીધું. માટે હવે મારે તેને લેવું ને કહ્યું. તેથી રાજાએ પ્રમાદ કરનાર કુલપુત્રને શિક્ષા કરી અને બીજાને છોડી મૂક્યો. આ દૃષ્ટાંત છે તેના અર્થનો ઉપનય આ પ્રમાણે છે જે તે કુલપત્ર પ્રમાદગર્ભિત નહિ વોસરાવ્યાના દોષથી અપરાધને પ્રાપ્ત થયો. એમ જીવ પણ જન્માન્તરમાં પ્રાપ્ત થયેલાં શરીર અને શસ્ત્રાદિને નહિવોસરાવતો અનુમોદનના ભાવથી દોષને પ્રાપ્ત થાય છે. શાસ્ત્રમાં કહેલું છે ક–“કેટલાએક જાતિસ્મરણાદિ વડે પૂર્વના શરીરને જાણી અતિમોહથી ગંગાનદીમાં પોતાના અસ્થિ લઈ જાય છે.”
હવે સૂત્રની વ્યાખ્યા કરે છે– “હે ભગવન્! જીવ જીવને આશ્રયી કેટલી ક્રિયાવાળો હોય? ભગવાન ઉત્તર આપે છે-૩ ગૌતમ!ાતુ-કદાચિકાયિકી, અધિકરણિકી અને પ્રાષિકી ક્રિયા હોવાથી ત્રણ ક્રિયાવાળો હોય તેમાં વર્તમાન ભવને આશ્રયી પૂર્વની પેઠે વિચાર કરવો.અતીત ભવની અપેક્ષાએ તેના શરીરના અથવા શરીરના એક ભાગનો ઉપયોગ થતો હોવાથી તેને કાયિકી ક્રિયા, તેણે જોડેલા-તૈયાર કરેલા હળ, ગર (વિષ) અને કૂટયગ્નાદિ તથા તેણે બનાવરાવેલા તલવાર, ભાલા અને તોમરાદિ બીજાના ઉપઘાત માટે વપરાતાં હોવાથી અથવા શરીર પણ અધિકરણ છે માટે અધિકરણિકી ક્રિયા પણ હોય છે. તે સંબન્ધી અશુભ પરિણામનું પ્રત્યાખ્યાન-ત્યાગ કરેલો નહિ હોવાથી પ્રાષિકી–એમ ત્રણ ક્રિયા હોય છે. સ્વાદુ–કદાચિત્ પારિતાપનિકી હોવાથી ચાર ક્રિયાવાળો હોય છે. કારણ કે તેના શરીર વડે કે શરીરના એક ભાગ રૂપે અધિકરણ વડે પરિતાપ કરાય છે. અથવા જ્યારે તેનાવડે જીવિતથી પણ વિયોગ કરાય છે ત્યારે સ્ટા-કદાચિત્ પાંચ ક્રિયાવાળો હોય છે સ્યાહૂ-કદાચિત્ અક્રિય હોય છે. જ્યારે પૂર્વ જન્મના શરીર કે અધિકરણનો ત્રિવિધ ત્રિવિધ ત્યાગ કરે અને તે જન્મતા શરીર વડે કાંઈ પણ ક્રિયા ન કરે. આ અક્રિયપણું મનુષ્યની અપેક્ષાએ સમજવું. કારણ કે તેને જ સર્વવિરતિપણું હોય છે. અથવા સિદ્ધની અપેક્ષાએ અક્રિયપણે જાણવું. કારણ કે શરીર અને મનોવૃત્તિના અભાવે સિદ્ધ જીવો અક્રિય છે. આ અર્થને ચોવીશ દંડકના અનુક્રમથી વર્ણવે છે નીવે અંતે રિફયામો તિવિ—િહે ભગવન્! જીવ નરયિકને આશ્રયી કેટલી ક્રિયાવાળો હોય? ઇત્યાદિ સુગમ છે. પરંતુ તેનો ભાવાર્થ આ છે દેવ અને નારકોને આશ્રયી જીવ ચાર ક્રિયાવાળો જ હોય. કારણ કે કોઇપણ ક્રિયાથી) તેઓના જીવિતનો વિયોગ થતો નથી. કેમકે ‘અનવત્યયુગો નારવા-લેવાઃ' નારકો અને દેવો અનપવર્તનીય આયુષવાળા હોય છે–એવું શાસ્ત્રનું વચન છે. બાકીના સંખ્યાત વરસના આયુષ્યવાળા જીવોને આશ્રયી પાંચ ક્રિયાવાળો પણ હોય. કારણ કે તેઓનું અપવર્તનીય આયુષ્ય હોવાથી તેઓને જીવીતથી વિયોગનો પણ સંભવ છે. એ પ્રમાણે એક જીવની એક જીવને આશ્રયી ક્રિયાઓનો વિચાર કર્યો. હવે ઘણા જીવોને આશ્રયી એક જીવની ક્રિયાઓનો વિચાર કરે છે–“ની ને અંતે ! નીવહિંતો તિવિપિ પvuત્તે'-હે ભગવન્! જીવ ઘણા જીવને આશ્રયી કેટલી ક્રિયાવાળો હોય? ઇત્યાદિ. આ દંડકનો પણ પુર્વની પેઠે વિચાર કરવો. હવે ઘણા જીવોની એક જીવને આશ્રયી ક્રિયાઓનો વિચાર કરે છે નીવા ! નીવાતો વિડિયા પત્તા' હે ભગવન્! જીવો એક જીવને આશ્રયી કેટલી ક્રિયાવાળા હોય? ઇત્યાદિ. આ દંડક પણ પ્રથમ દંડકની પેઠે જાણવો. હવે ઘણા જીવોની ઘણા જીવાને આશ્રયી ક્રિયાઓ સંબંધે સૂત્ર કહે છે પીવા | અંતે! નીવેહિંતો વિરિયા પત્તા'–હે ભગવન્! જીવો જીવોને આશ્રયી કેટલી ક્રિયાવાળા હોય? ઇત્યાદિ. અહીં પ્રશ્ન પાઠમાત્રથી સિદ્ધ છે. ઉત્તર આ પ્રમાણે છે–હે ગૌતમ! ત્રણ ક્રિયાવાળા પણ હોય, ચાર ક્રિયાવાળા પણ હોય, પાંચ ક્રિયાવાળા પણ હોય અને ક્રિયારહિત પણ હોય, કારણ કે કોઈ જીવ કોઈ પણ જીવને આશ્રયી ત્રણ ક્રિયાવાળો, કોઈને આશ્રયી ચાર ક્રિયાવાળો, કોઈને આશ્રયી પાંચ ક્રિયાવાળો અને કોઈ પણ સર્વોત્તમ ચારિત્રવાળો મનુષ્ય અને
179