________________
श्री प्रज्ञापना सूत्र भाग २
तेविसइमं कम्मपयडीपयं कतिविधाणुभाव दारं લાયક તે સમ્યક્ત્વ વેદનીય. એ પ્રમાણે બાકીના પદોને વિષે શબ્દાર્થનો વિચાર કરવો. ભાવાર્થ આ પ્રમાણે છે—જે વેદતાં પ્રશમાદિ પરિણામ ઉત્પન્ન કરે તે સમ્યક્ત્વવેદનીય. જે (દેવાદિતત્ત્વમાં) અદેવાદિ બુદ્ધિ થવાનું કારણ તે મિથ્યાત્વ વેદનીય,મિશ્ર પરિણામનું કારણ તે સભ્યમિથ્યાત્વવેદનીય, ક્રોધાદિ પરિણામનું કારણ તે કષાયવેદનીય, હાસ્યાદિ પરિણામનું કારણ તે નોકષાયવેદનીય. ‘ખં વેજ્ઞ પુળાં' ઇત્યાદિ. જે પુદ્ગલના વિષયરૂપ પ્રતિમાદિને વેદે–અનુભવે, જે ઘણા પ્રતિમારૂપ પુદ્ગલો વેદે છે, જે ‘પુત્રાનરખામ’ કર્મપુદ્ગલવિશેષને ગ્રહણ કરવામાં સમર્થ દેશાદિને અનુકૂલ આહારના પરિણામને વેદે છે, કારણ કે આહારના પરિણામવિશેષથી કદાચિત્ કર્મપુદ્ગલની વિશેષતા થાય છે. જેમકે બ્રાહ્મી ઔષધી વગેરેના આહારના પરિણામથી જ્ઞાનાવરણીય પુદ્ગલોનો વિશિષ્ટ ક્ષયોપશમ થાય છે. એ સંબન્ધે કહ્યું છે ક
#
“उदयक्खयखओवसमावि य जं च कम्मुणो भणिया । दव्वं खेतं कालं भावं भवं च संपप्प " ॥ કર્મના ઉદય, ક્ષય, ક્ષયોપશમ અને ઉપશમ પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવને આશ્રયી કહેલા છે. સ્વભાવ વડે પુદ્દગલોનો અભ્રવિકારાદિ પરિણામ, કે જેને જોવાથી વિવેક–વિરક્તતા ઉત્પન્ન થાય છે. જેમ કે— " आयुः शरज्जलधरप्रतिमं नराणां संपत्तयः कुसुमितद्रुमसारतुल्याः । स्वप्नोपभोगसदृशा विषयोपभोगाः संकल्पमात्ररमणीयमिदं हि सर्व्वम् " ॥
જે
મનુષ્યોનું આયુષ્ય શરદ ઋતુના વાદળાં જેવું છે. સંપત્તિઓ પુષ્પિત–પુષ્પવાળા વૃક્ષના સાર જેવી છે, વિષયોપભોગ સ્વપ્નાના ઉપભોગ જેવો છે, અને આ બધું સંકલ્પમાત્ર વડે રમણીય છે ઇત્યાદિ. અથવા પ્રશમાદિ પરિણામનું કારણભૂત વિસસા પુદ્ગલ પરિણામને અનુભવે છે, તેના સામર્થ્યથી સમ્યક્ત્વવેદનીયાદિ મોહનીય કર્મ વેદે છે એટલે સમ્યક્ત્વવેદનીયાદિ કર્મનું ફળ પ્રશમાદિ વેદે છે એ ભાવાર્થ છે. એટલા વડે પ્રશમાદિ વેદે છે. ‘F ઊં’ એ મોહનીય કર્મ છે’–ઇત્યાદિ ઉપસંહાર વાક્ય
છે. IIII૬૦૬॥
आउअस्स णं भंते! कम्मस्स जीवेणं० तहेव पुच्छा । गोयमा ! आउयस्स णं कम्मस्स जीवेणं बद्धस्स जाव चउविहे अणुभावे पन्नत्ते, तं जहा - णेरइयाउए, तिरियाउए, मणुयाउए, देवाउए, जं वेएइ पोग्गलं वा पोग्गले वा पोग्गलपरिणामं वा वीससा वा पोग्गलाणं परिणामं तेसिं वा उदएणं आउयं कम्मं वेदेति । एस णं गोयमा ! आउए कम्मे, एस णं गोयमा ! आउअस्स कम्मस्स जाव चउव्विहे अणुभावे पण्णत्ते । सू० - ९।।६०७।।
(મૂળ) હે ભગવન્! જીવે બાંધેલ આયુષ્ય કર્મનો કેટલા પ્રકારનો વિપાક છે? ઇત્યાદિ તેમજ પૃચ્છા કરવી. હે ગૌતમ! જીવે બાંધેલા આયુષ્ય કર્મનો યાવત્ ચાર પ્રકારનો વિપાક છે. તે આ પ્રમાણે—નૈરયિકાયુષ્ય, તિર્યંચાયુષ્ય, મનુષ્યાયુષ્ય અને દેવાયુષ્ય. જે પુદ્ગલ, પુદ્ગલો, પુદ્ગલપરિણામ કે વિસસા પુદ્ગલોના પરિણામને વેદે છે અને તેઓના ઉદય વડે આયુષ્ય કર્મ વેદ છે. હે ગૌતમ! એ આયુષ્ય કર્મ છે અને હે ગૌતમ! એ આયુષ્ય કર્મનો ચાર પ્રકારનો વિપાક કહ્યો છે. II૬૦૭ (ટી) ‘આડÆ ં અંતે!' ઇત્યાદિ. હે ભગવન્ આયુષ્ય કર્મનો વિપાક કેટલા પ્રકારનો છે? ઇત્યાદિ સૂત્ર પૂર્વની પેઠે જાણવું ઉત્તર—ચાર પ્રકારનો વિપાક કહ્યો છે. તે ચાર પ્રકાર દર્શાવે છે—ગેરયાદ્'—નૈરયિકાયુષ્ય ઇત્યાદિ સુગમ છે ‘નં વેજ્ઞ પુષ્પાત વા' ઇત્યાદિ. આયુષ્ય કર્મનું અપવર્તન કરવાને સમર્થ જે શસ્ત્રાદિ પુદ્ગલ વેદે છે, જે ઘણા શસ્ત્રાદિરૂપ પુદ્ગલો વેદે છે, જે વિષમિશ્રિત અન્ન વગેરેના પરિણામરૂપ પુદ્ગલપરિણામને વેદે છે, જે‘વિસ્રસા’–સ્વભાવ વડે આયુષ્યના અપવર્તન કરવા સમર્થ શીતાદિ પુદ્ગલપરિણામને વેદે છે તે વડે વર્તમાન ભવના આયુષ્યનું અપવર્તન થવાથી નારકાદિ આયુષ્ય કર્મને વેદે છે. આટલા વડે પરને આશ્રયી ઉદય કહ્યો. હવે સ્વતઃ ઉદયનું પ્રતિપાદક આ સૂત્ર છે—તેસિં વા વળું'—તે ના૨કાદિ આયુષ્ય પુદ્ગલોના ઉદય વડે ના૨કાદિનું આયુષ્ય વેદે છે. ‘એ આયુષ્ય કર્મ છે’— ઇત્યાદિ ઉપસંહારવાક્ય છે. IIII૬૦૭।। सुभणामस्स णं भंते! कम्मस्स जीवेणं० पुच्छा। गोयमा ! सुभणामस्स णं कम्मस्स जीवेणं चोद्दसविहे अणुभावे
206