________________
अट्ठारसमं कायठिइपयं अत्थाहिगारपरूवणं दसमं णाणदारं
श्री प्रज्ञापना सूत्र भाग २
અનન્ત અને સાદિ સાત્ત. તેમાં જે સાદિ સાત્ત છે તે જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કાંઇક અધિક છાસઠ સાગરોપમ સુધી હોય છે. આભિનિબોધિક જ્ઞાની સંબંધે પૃચ્છા. હે ગૌતમ! એમ જ જાણવું. એ પ્રમાણે શ્રુતજ્ઞાની સંબંધે જાણવું. અવધિજ્ઞાની સંબંધે પણ એમજ સમજવું. પરન્તુ તે જઘન્યથી એક સમય છે. હે ભગવન્! મન:પર્યવજ્ઞાની મન:પર્યવજ્ઞાની' એ રૂપે કાળથી ક્યાં સુધી હોય? હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટ કંઈક ન્યૂન પૂર્વ કોડ વર્ષ સુધી હોય છે. કેવલજ્ઞાની સંબંધે પૃચ્છા. હે ગૌતમ! સાદિ અનન્ત કાળ પર્યન્ત હોય છે. અજ્ઞાની, મતિઅજ્ઞાની અને શ્રુતઅજ્ઞાની સંબંધે પૃચ્છા. હે ગૌતમ! અજ્ઞાની, મતિઅજ્ઞાની અને શ્રુતઅજ્ઞાની ત્રણ પ્રકારે છે. તે આ પ્રમાણેઅનાદિ અનન્ત, અનાદિ સાત્ત અને સાદિ સાત્ત. તેમાં જે સાદિ સાત્ત છે તે જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અનન્ત કાળ–અનન્ત ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળથી હોય છે અને ક્ષેત્રથી કંઈક ન્યૂન અર્ધ પુદ્ગલપરાવર્ત સુધી હોય છે. હે ભગવન્! વિલંગજ્ઞાની ‘વિર્ભાગજ્ઞાની” એ રૂપે ક્યાં સુધી હોય? હે ગૌતમ! જઘન્ય એક સમય અને
ઉત્કૃષ્ટ કંઈક ન્યૂન પૂર્વકોટી વર્ષ અધિક તેત્રીશ સાગરોપમ સુધી હોય છે. (દ્વાર ૧૦) I/૧૧//પ૪૨ (ટી૦) હવે જ્ઞાનદ્વાર કહે છે–તેમાં આ પ્રથમ સૂત્ર છે—‘નાગી ને અંતે'! ઇત્યાદિ. જેનામાં જ્ઞાન છે તે જ્ઞાની કહેવાય છે. તે બે પ્રકારે છે–સાદિ સાત્ત અને સાદિ અનન્ત. તેમાં કેવલજ્ઞાનની અપેક્ષાએ સાદિ અનન્ત છે, કારણ કે તે પ્રાપ્ત થયા પછી જતું નથી, અને બાકીના જ્ઞાનની અપેક્ષાએ સાદિ સાન્ત છે, કારણ કે બાકીના જ્ઞાનો અમુક કાળ સુધીજ હોય છે. તે જઘન્યથી અન્તર્મહૂર્ત સધી હોય છે, કારણ કે ત્યાર પછી મિથ્યાત્વની પ્રાપ્તિ વડે જ્ઞાનના પરિણામનો નાશ થાય છે. ઉત્કૃષ્ટ કાંઈક અધિક છાસઠ સાગરોપમ હોય છે અને તે સમ્યગ્દષ્ટિની પેઠે જાણવો, કારણ કે સમ્યગ્દષ્ટિને જ જ્ઞાનીપણું હોય છે. આભિનિબોધિક જ્ઞાન સૂત્રમાં ‘પર્વ વેવ' –િએમજ જાણવું, જેમ સામાન્યથી સાદિ સાન્ત જ્ઞાની જઘન્યથી અને ઉત્કૃષ્ટથી કહ્યો છે તેમ આભિનિબોધિકજ્ઞાની પણ કહેવો, તે આ પ્રમાણે—‘ગનેનું મનોમુહુર્ત, ૩ોસેળ છાવી સાગરોવમાડું સાતિપાછું'જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી કંઈક અધિક છાસઠ સાગરોપમ જાણવો. એમં શ્રુતજ્ઞાની પણ જાણવો, અવધિજ્ઞાની સંબધે પણ એમજ સમજવું. પરન્ત તે જઘન્યથી એક સમય છે. અવધિજ્ઞાન એક સમય શી રીતે હોય? અહીં અવધિજ્ઞાની તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય કે દેવ સમ્યક્ત પ્રાપ્ત કરે અને તેને સમ્યક્તપ્રાપ્તિ સમયેજ સમ્યક્ત હોવાથી વિર્ભાગજ્ઞાન અવધિજ્ઞાન રૂપે થાય છે, અને તે જ્યારે દેવના અવન વડે અને બીજાને મરણ વડે કે બીજી રીતે પછીના સમયે પડે છે ત્યારે અવધિજ્ઞાનનો એક સમય હોય છે. ઉત્કૃષ્ટથી કાંઈક અધિક છાસઠ સાગરોપમ હોય છે. અને તે અપતિત અવધિજ્ઞાનસહિત બે વાર વિજયાદિમાં જવા વડે અથવા ત્રણ વાર અમૃત દેવલોકમાં જવા વડે જાણવો. “મન:પર્યવજ્ઞાની જઘન્યથી એક સમય સુધી હોય છે. અપ્રમત્ત ગુણસ્થાનકમાં વર્તતા અને મન:પર્યવ જ્ઞાન ઉત્પન્ન કરી બીજે સમયે કાળ કરતા મન:પર્યવજ્ઞાની સંયતને એક સમય જાણવો. ઉત્કૃષ્ટ કંઈક ન્યૂન પૂર્વકોટિ વરસ હોય છે, કારણ કે ત્યાર પછી સંયમ નહિ હોવાથી મન:પર્યવજ્ઞાનનો પણ અભાવ થાય છે. કેવલજ્ઞાની સાદિ અનન્ત કાળ હોય છે, કારણ કે તેને ત્યાંથી પડવાનું નથી. અજ્ઞાની ત્રણ પ્રકારે છે–અનાદિ અનન્ત, અનાદિ સાત્ત અને સાદિ સાન્ત. તેમાં જેને કોઇ પણ કાળે (સમ્યક્ત પ્રાપ્તિ દ્વારા) જ્ઞાનનો પરિણામ થવાનો નથી તે અનાદિ અનન્ત, જેને જ્ઞાનની પ્રાપ્તિ થશે તે અનાદિ સાન્ત, અને જે જ્ઞાન પ્રાપ્ત કરી ફરીથી મિથ્યાત્વની પ્રાપ્તિ વડે અજ્ઞાનીપણું પામશે તે સાદિ સાન્ત. તે જઘન્યથી અન્તર્મુહૂર્ત સુધી હોય છે, કારણ કે ત્યાર પછી સમ્યક્ત પામવા વડે અજ્ઞાન પરિણામનો નાશ થાય છે. ઉત્કૃષ્ટથી અનન્ત કાળ છે-ઇત્યાદિ બધું પૂર્વની પેઠે જાણવું. ત્યાર પછી અવશ્ય સમ્યક્તની પ્રાપ્તિ થવાથી અજ્ઞાન નષ્ટ થાય છે. એ પ્રમાણે ત્રણ પ્રકારના મતિઅજ્ઞાની અને શ્રુતજ્ઞાની જાણવા. વિર્ભાગજ્ઞાની જઘન્યથી એક સમય હોય છે. કેવી રીતે હોય? સમ્યગ્દષ્ટિ હોવાથી અવધિજ્ઞાની કોઇ તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય કે દેવ મિથ્યાત્વને પ્રાપ્ત થાય અને મિથ્યાત્વની પ્રાપ્તિ સમયે મિથ્યાત્વના પ્રભાવથી અવધિજ્ઞાન વિભંગજ્ઞાન રૂપે થાય છે, કારણ કે"બાદત્રયજ્ઞાનમfપ મવતિ મિથ્યાત્વસંયુવતમ્'-આદિના ત્રણ જ્ઞાન મિથ્યાત્વ સહિત અજ્ઞાન રૂપે થાય છે–એવું શાસ્ત્રનું વચન છે. તે પછીના સમયે
103