________________
अट्ठारसमं कायठिइपयं अत्थाहिगारपरूवणं णवमं सम्मत्तदारं
श्री प्रज्ञापना सूत्र भाग २ _TI Mવમં રમેલ सम्मद्दिट्टी णं भंते! सम्मद्दिहि त्ति कालओ केवचिरं होइ? गोयमा! सम्मदिट्ठी दुविहे पन्नत्ते, तं जहा-सादीए वा अपज्जवसिते, सादीए वा सपज्जवसिते। तत्थ णंजे से सादीए सपज्जवसिए से जहन्नेणं अंतोमुहत्तं, उक्कोसेणं छावहिँसागरोवमाईसाइरेगाई। मिच्छदिट्ठीणं भंते! पुच्छा। गोयमा! मिच्छदिट्ठी तिविधे पन्नत्ते,तंजहा-अणाइए अपज्जवसिए वा, अणादीए वा सपज्जवसिए, सादीए वा सपज्जवसिए। तत्थ णंजे से सादीए सपज्जवसिते से जहन्नेणं अंतोमुहत्तं, उक्कोसेणं अणतं कालं, अणंताओ उस्सप्पिणि-ओसप्पिणीओ कालतो, खेत्ततो अवडं पोग्गलपरियट्ट देसूणं। सम्मामिच्छदिट्ठी णं पुच्छा। गोयमा! जहन्नेणं अंतोमुहत्तं, उक्कोसेणं अंतोमुहत्तं। दारं ९। Iટૂ૦-૨૦૧૪ (મૂળ) હે ભગવન્! સમ્યગ્દષ્ટિ ‘સમ્યગ્દષ્ટિ” એ રૂપે કાળથી ક્યાં સુધી હોય? હે ગૌતમ! સમ્યગ્દષ્ટિ બે પ્રકારે છે. તે આ
પ્રમાણે–સાદિ અનન્ત અને સાદિ સાત્ત છે. તેમાં જે સાદિ સાત્ત છે તે જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કાંઈક અધિક છાસઠ સાગરોપમ સુધી હોય છે. હે ભગવન્! મિથ્યાદૃષ્ટિ સંબંધે પૃચ્છા. હે ગૌતમ! મિથ્યાદૃષ્ટિ ત્રણ પ્રકારે છે, તે આ પ્રમાણે-૧ અનાદિ અનન્ત, ૨ અનાદિ સાત્ત અને ૩ સાદિ સાત્ત. તેમાં જે સાદિ સાત્ત છે તે જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અનન્ત કાળ. અનન્ત ઉત્સર્પિણી અવસર્પિણી કાળથી અને ક્ષેત્રથી કંઈક ન્યૂન અર્ધપુદ્ગલપરાવર્ત સુધી હોય છે. સમ્યમિથ્યાદૃષ્ટિ સંબંધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્યથી અત્તમુહૂર્ત અને ઉત્કૃષ્ટ પણ
અન્તર્મુહૂર્ત હોય છે. /૧૦/પ૪૧// (ટી0) હવે સમ્યક્તદ્વાર કહે છે, તેમાં આ પ્રથમ સૂત્ર છે. “સમુદ્રિી નં અંતે'! ઇત્યાદિ. સમયથાર્થ, અવિપરીત દૃષ્ટિજિન પ્રણીત વસ્તુતત્ત્વનો બોધ જેઓને છે તે સમ્યગ્દષ્ટિ. તે અન્તરકરણના કાળને વિષે થવાવાળા ઔપશમિક સમ્યક્ત, સાસ્વાદન સમ્યક્ત, વિશુદ્ધ દર્શનમોહનીયjજના ઉદયથી ઉત્પન્ન થયેલા ક્ષાયોપથમિક સમ્યક્ત અથવા સંપૂર્ણ દર્શન મોહનીયના ક્ષયથી ઉત્પન્ન થયેલા ક્ષાયિક સમ્યક્તવડે સહિત હોય છે, “તે સમ્યગ્દષ્ટિ કેટલા કાળ સુધી હોય’? ઉત્તરસમ્યગ્દષ્ટિ બે પ્રકારે છે. તે આ પ્રમાણે–૧ સાદિ અનન્ત અને ૨ સાદિ સાન્ત. તેમાં સાદિ અનન્ત જ્યારે ક્ષાયિક સમ્યક્ત ઉત્પન્ન થાય છે ત્યારે જાણવા. કારણ કે ક્ષાયિક સમ્યક્તનો નાશ થતો નથી. જે સાદિ સાત્ત છે તે ક્ષાયોપથમિક સભ્યત્ત્વની અપેક્ષાએ જાણવા. તેમાં જે સાદિ સાત્ત સમ્યગ્દષ્ટિ છે તે જઘન્યથી અન્તર્મુહૂર્ત સુધી હોય છે, કારણ કે ત્યાર પછી તેને મિથ્યાત્વને વિષે જવાનો સંભવ છે. ઉત્કૃષ્ટ કંઈક અધિક છાસઠ સાગરોપમ સુધી છે. તેમાં જો વિજયાદિ ચાર અનુત્તર દેવોમાં બે વાર સમ્યક્ત સહિત ઉત્કૃષ્ટ સ્થિતિવાળો દેવ ઉત્પન્ન થાય, અથવા ત્રણવાર અય્યત દેવલોકમાં ઉત્પન્ન થાય તો દેવભવો વડે જ છાસઠ સાગરોપમ પરિપૂર્ણ થાય છે. અને જે સમ્યક્તસહિત મનુષ્યના ભવો છે તે વડે અધિક હોય છે તેથી અધિક કહ્યું છે. એ સંબંધે કહ્યું છે કે “જો વારે વિયોનું ય તિન વુ બવ તાડ઼ી માં નરવિ”—બે વાર વિજયાદિમાં અને ત્રણ વાર અચુતમાં ગયેલાને (છાસઠ સાગરોપમ) કાળ થાય છે અને તેથી અધિક મનુષ્યના ભવો જાણવા. “મિચ્છઠ્ઠીમાં મંતિ'! ઇત્યાદિ. જેમ ધતુરો ખાનાર પુરુષને ધોળી વસ્તુમાં પીળી વસ્તુનો બોધ થાય છે તેમ મિથ્યા-વિપરીત, દૃષ્ટિ-જીવાદિ વસ્તુતત્ત્વનો બોધ જેને છે તે મિથ્યાદૃષ્ટિ (પ્ર)–કોઇ મિથ્યાદૃષ્ટિ પણ ભક્ષ્યને ભક્ષ્યરૂપે અને પેયને (પીવા લાયકને) પેય તરીકે, મનુષ્યને મનુષ્ય તરીકે અને પશુને પશુ તરીકે જાણે છે, તો તે મિથ્યાદ્રષ્ટિ કેમ કહેવાય? (૧૦)-સર્વજ્ઞ તીર્થકરમાં શ્રદ્ધા નહિ હોવાથી તે મિથ્યાદ્રષ્ટિ કહેવાય છે. અહીં અરિહંત ભગવત્તે કહેલા સંપૂર્ણ પ્રવચનના અર્થની રુચિ કરવા છતાં જો તેમાંના એક અક્ષરની પણ શ્રદ્ધા ન કરે તો પણ એ મિથ્યાદૃષ્ટિ જ કહેવાય છે. કારણ કે સર્વજ્ઞ તીર્થકરમાં તેને શ્રદ્ધા-વિશ્વાસ નથી. એ સંબધે કહ્યું છે કે “સૂત્રમાં કહેલા એક અક્ષરની પણ અરુચિ કરવાથી મિથ્યાદૃષ્ટિ થાય છે, કારણ કે તેને જિનેશ્વરે કહેલું
101