________________
श्री प्रज्ञापना सूत्र भाग २
अट्ठारसमं कायठिइपयं अत्थाहिगारपरूवणं सत्तमं कसायदारं સ્થિતિવાળી દેવીમાં દેવીપણે ઉત્પન્ન થાય અને ત્યાર પછી તે અવશ્ય બીજો વેદ પામે. આ પાંચ આદેશમાંના કોઇ પણ આદેશના યથાર્થપણાનો નિર્ણય અતિશય જ્ઞાની કે સર્વોત્કૃષ્ટ શ્રુતલબ્ધિ સંપન્ન પુરુષો કરી શકે અને તેઓ ભગવાન્ આર્ય શ્યામ સૂરિના સમયમાં નહોતા, કેવળ તે કાળની અપેક્ષાએ જે તેમનાથી પૂર્વાચાર્યો હતા અને તેઓએ તે કાળમાં વિદ્યમાન ગ્રન્થોનો પૂર્વાપર વિચાર કરી પોતાની મતિ પ્રમાણે સ્ત્રીવેદની સ્થિતિની પ્રરૂપણા કરી હતી. તે બધા પણ પ્રવચનના જ્ઞાતા આચાર્યોના મતોનો આર્ય શ્યામસૂરિએ નિર્દેશ કર્યો છે. તે પ્રાવચનિક સૂરિઓ પણ પોતાના મતથી સૂત્રનો પાઠ કરતા ગૌતમના પ્રશ્ન અને ભગવાનના ઉત્તરરૂપે કહેતા હતા. તેથી તે પ્રમાણે જ સૂત્રની રચના કરતા આર્યશ્યામાચાર્યે ગૌતમને ઉદ્દેશી એ પ્રમાણે કહ્યું છે. જો એમ ન હોય તો ગૌતમનો નિર્દેશ કરીને કહેનાર ભગવંતને વિષે સંશય પૂર્વક કથન ઘટી શકે નહિ, કારણ કે ભગવાન સર્વ પ્રકારના સંશયથી રહિત છે.
પુરુષવેદ સૂત્રમાં જઘન્યથી અન્તર્મુહૂર્તની સ્થિતિ છે. જ્યારે કોઇ જીવ અન્ય વેદવાળા જીવોથી નીકળી પુરુષવેદમાં ઉત્પન્ન થઇ ત્યાં અન્તર્મુહૂર્ત પર્યન્ત પોતાનું સર્વાયુષ્ય પુરું કરી બીજી ગતિમાં અન્ય વેદવાળામાં ઉત્પન્ન થાય, ત્યારે પુરુષવેદની અન્તર્મુહૂર્ત જઘન્ય સ્થિતિ ઘટે છે. ઉત્કૃષ્ટ સ્થિતિ તો સ્પષ્ટ છે. નપુંસકવેદ સૂત્રમાં જઘન્યથી એક સમય સ્ત્રીવેદની પેઠે જાણવી. ઉત્કૃષ્ટથી વનસ્પતિનો કાળ સમજવો અને તે પૂર્વે કહ્યો છે. આ સૂત્ર સાંવ્યવહારિક જીવોને આશ્રયી જ્યારે વિચાર કરીએ ત્યારે ઘટી શકે છે. જ્યારે અસાંવ્યવહારિક જીવોને આશ્રયી વિચાર કરીએ ત્યારે બે પ્રકારનો નપુંસકવેદનો કાળ છે. કેટલાએકને આશ્રયી અનાદિ અનન્ત કાળ છે, કે જેઓ કદિ પણ સાંવ્યવહારિક રાશિમાં આવશે નહિ, પણ જેઓ અસાંવ્યવહારિક રાશિથી નીકળી સાંવ્યવહારિક રાશિમાં આવશે એવા કેટલાએક જીવોને આશ્રયી અનાદિ સાન્ત કાળ જાણવો. (પ્ર૦)—શું અસાંવ્યવહારિક રાશિથી પણ નીકળી સાંવ્યવહારિક રાશિમાં આવે છે, જેથી આવી પ્રરૂપણા કરો છો? (ઉ0)—આવે છે, એ શી રીતે જાણી શકાય? પૂર્વાચાર્યના ઉપદેશથી જાણી શકાય છે. એ સંબન્ધે દુઃષમ કાળ રૂપી અંધકારમાં નિમગ્ન થયેલા જિનપ્રવચનના પ્રદીપ સમાન ભગવાન્ જિનભદ્ર ગણિ ક્ષમાશ્રમણ કહે છે—
“સિન્ગતિ નત્તિયા જિર રૂહ સંવવહારનીવાસીઓ તિ અળાવળસફરાસીઞો તત્તિયા તમ્મિ'' (વિશેષણ૦ગા૦૬૦)
“જેટલા વ્યવહારરાશિથી સિદ્ધ થાય છે તેટલા અનાદિ વનસ્પતિરાશિથી આ સંવ્યવહાર રાશિમાં આવે છે.’' વેદરહિત જીવ બે પ્રકારના છે–સાદિ અનન્ત અને સાદિ સાન્ત. તેમાં જે ક્ષપકશ્રેણિ પ્રાપ્ત કરી વેદરહિત થાય તે સાદિ અનન્ત છે, કારણ કે ક્ષપકશ્રેણિથી નીચે પડવાનું હોતું નથી. પણ જે ઉપશમશ્રેણિને પ્રાપ્ત થઈ વેદોદયરહિત થાય છે તે સાદિ સાન્ત છે અને તે જર્મન્યથી એક સમય પર્યન્ત હોય છે. કેવી રીતે એક સમય સુધી છે? જ્યારે એક સમય વેદના ઉદય રહિત થઇને બીજે સમયે મરણ પામે ત્યારે તે મરણ સમયે દેવોમાં ઉત્પન્ન થાય અને ત્યાં પુરુષવેદના ઉદય વડે વેદસહિત હોય છે. માટે જઘન્યથી એક સમય અવેદક હોય છે. ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ત છે, કારણ કે ત્યાર પછી અવશ્ય શ્રેણિથી પડતાં વેદનો ઉદય હોય છે. વેદદ્વાર
સમાપ્ત. I૭/૫૩૮૦
|| સત્તમં સાયવાર ||
सकसाईणं भंते! ससायि त्ति कालओ केवचिरं होइ ? गोयमा ! सकसाती तिविधे पन्नत्ते, तं जहा - अणादीए वा अपज्जवसिते, अणादीए वा सपज्जवसिते, सादीए वा सपज्जवसिते, जाव अवङ्कं पोग्गलपरियहं देसू । कोहकसाई णं भंते! पुच्छा । गोयमा ! जहन्नेण वि उक्कोसेण वि अंतोमुहुत्तं, एवं जाव माण- मायाकसाती । लोभकसाई णं भंते! लोभकसाइ त्ति पुच्छा। गोयमा ! जहन्नेणं एक्कं समयं उक्कोसेणं अंतोमुहुत्तं । अकसाई णं અંતે! અસારૂં ત્તિ જાતો જેવષિનું હો?ોયા! અજતાથી તુવિષે પત્નત્તે, તં નહા–સાવી વા ઞપન્નવસિતે, सादीए वा सपज्जवसिते । तत्थ णं जे से सादीए सपज्जवसिते से जहन्नेणं एगं समयं उक्कोसेणं अंतोमुहुत्तं [R]||R॰-૮||૩||
98