________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૨ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
હવે શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક નામના ગ્રંથનો ઉદય થાય છે, ત્યાં પ્રથમ ગ્રંથકર્તા મંગલાચરણ કરે છે.
णमो अरहताणं णमो सिद्धाणं णमो आयरियाणं; णमो उवज्झायाणं णमो लोए सव्वसाहूणं.
આ પ્રાકૃતભાષામય નમસ્કાર મંત્ર છે તે મહામંગલસ્વરૂપ છે, તેનું સંસ્કૃત નીચે પ્રમાણે થાય છે. -
નિમોઈશ્ચ: નમ: સિદ્ધેશ્ય:, નમ: માવાયેંગ્ય:, નમ: ઉપાધ્યાયેગ્મ:, નમ: નો સર્વસાધુગ:
શ્રી અરિહંતને નમસ્કાર હો, સિદ્ધને નમસ્કાર હો, આચાર્યને નમસ્કાર હો, ઉપાધ્યાયને નમસ્કાર હો, અને લોકમાં રહેલા સર્વ સાધુઓને નમસ્કાર હો. એ પ્રમાણે તેમાં નમસ્કાર કર્યા છે તેથી તેનું નામ નમસ્કાર મંત્ર છે.
હવે અહીં જેને નમસ્કાર કર્યા છે તેનું સ્વરૂપ ચિન્તવન કરીએ છીએ, કારણ કે સ્વરૂપ જાણ્યા વિના એ નથી સમજાતું કે હું કોને નમસ્કાર કરું છું? અને તે સિવાય ઉત્તમ ની પ્રાપ્તિ પણ કયાંથી થાય? ત્યાં પ્રથમ અરિહંતનું સ્વરૂપ વિચારીએ છીએ.
અરિહંતનું સ્વરૂપ
જે ગૃહસ્થપણું છોડી, મુનિધર્મ અંગીકાર કરી, નિજસ્વભાવ સાધનવડ ચાર ઘાતિકર્મોનો ક્ષય કરી અનંત ચતુરૂપે બિરાજમાન થયા છે, ત્યાં અનંતજ્ઞાન વડે તો પોતપોતાના અનંત ગુણ પર્યાય સહિત સમસ્ત જીવાદિ દ્રવ્યોને યુગપત્ વિશેષપણાએ કરી પ્રત્યક્ષ જાણે છે, અનંતદર્શન વડે તેને સામાન્યપણે અવલોકે છે, અનંતવીર્ય વડે એવા ઉપર્યુક્ત સામર્થ્યને ધારે છે તથા અનંતસુખ વડે નિરાકુલ પરમાનંદને અનુભવે છે. વળી જે સર્વથા સર્વ રાગ-દ્વેષાદિ વિકાર ભાવોથી રહિત થઈ શાંતરસરૂપ પરિણમ્યા છે, સુધા-તુષાદિ સમસ્ત દોષોથી મુક્ત થઈ દેવાધિદેવપણાને પ્રાપ્ત થયા છે. આયુધ અંબરાદિ વા અંગ વિકારાદિક જે કામ-ક્રોધાદિ નિંદ્ય ભાવોનાં ચિહ્ન છે તેથી રહિત જેનું પરમૌદારિક શરીર થયું છે, જેના વચનવડે લોકમાં ધર્મતીર્થ પ્રવર્તે છે, જે વડ અન્ય જીવોનું કલ્યાણ થાય છે, અન્ય લૌકિક જીવોને પ્રભુત્વ માનવાના કારણરૂપ અનેક અતિશય તથા નાના પ્રકારના વૈભવનું જેને સંયુક્તપણું હોય છે, તથા જેને પોતાના હિતને અર્થે શ્રીગણધર-ઇન્દ્રાદિક ઉત્તમ જીવો સેવન કરે છે એવા સર્વ પ્રકારે પૂજવા યોગ્ય શ્રી અરિહંતદેવને અમારા નમસ્કાર હો. હવે શ્રીસિદ્ધ પરમેષ્ઠીનું સ્વરૂપ થાઈએ છીએ.
શ્રીસિદ્ધ પરમેષ્ઠીનું સ્વરૂપ
જે ગૃહસ્થ અવસ્થા તજી મુનિધર્મ સાધન વડે ચાર ઘાતિકર્મોનો નાશ થતાં અનંત
Please inform us of any errors on rajesh@AtmaDharma.com