________________
પ્રથમ પરિચછેદ.
ડું રાખશે?!” એવા શેકકારી ઉગારે કહાડે છે એ મહાન ભૂલ છે, કેમકે પુત્ર ને પુત્રી એકજ ગર્ભાશયથી એકજ કામને માટે નિમાણ થનારાં છે, તથા ભૂખ-તરશ-જન્મ-મરણ-બળ બુદ્ધિ-ઈદ્રિયાદિમાં બને બરાબર હોય છે, છતાં ભેદ ગણવે એ મનની જ નબળાઈ છે. જે કદિ કુદરતે દરેકને પુત્ર જ આ પવા નિમ્ય હેત તો, બતાવો કે સૃષ્ટિની વૃદ્ધિ સ્ત્રી વિના શી રીતે થઈ શક્ત? સંસાર જ ન હોત! અને આપણ પિતે પણ ન હેત ! તપાસી જુઓ કે ઉત્તમ પુત્રિના પ્રતાપે અનેક રાજા મહારાજા શેઠ સાહૂકારને ઉત્તમયશ-ઉત્તમ પદ-ઉત્તમ લાભ મળેલ છે. પુત્રથી એક કુટુંબોની અને પુત્રીથી બેઉ કુળની પ્રતિષ્ઠા શોભા વધે છે. પુત્રીઓ વડે જ મહાન નરરત્નની પ્રાપ્તિ થાય છે. અને એનાથી અનેક લાભ થાય છે.
જે કન્યા શાળવતી અને શુભ લક્ષણયુક્ત હોય તે તે કન્યા દશ કુંવરના સમાન ઉદ્ધારક નીવડે છે, એમ મહાત્મા વેદવ્યાસજીએ પણ કહ્યું છે. તેમજ મનુજીએ પણ કહે છે કે
यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः ।। यत्रैतास्तु न पूज्यन्ते सर्वास्तत्राफलाः क्रियाः
“જ્યાં સ્ત્રીઓને આદર સત્કાર થાય છે, ત્યાં વિદ્વાને પ્રસન્ન રહે છે, અને જ્યાં તેઓને અનાદર થાય છે ત્યાં તમામ કામ નિષ્ફળ નીવડે છે.” ગર્ભ રહ્યો છે કે કેમ તેની પરીક્ષા.
જ્યારે સ્ત્રીને ગર્ભ રહે છે ત્યારે જે તે સ્ત્રી સુઘડ હોય તો તે તેજ વખતે જાણી લે છે કે આજે મને ગર્ભ રહે છે, પણ અણઘડ જેવીઓ, અગર તે એ તરફ પૂરતું ધ્યાન નહીં રાખનાર અજાણ રહે છે. માટે નીચેના લક્ષણે ખાત્રી માટે પૂરતાં છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com