________________
દિતિય-પરિચછેદ.
હોય તે પણ મહીં ઢાંકવાની જરૂર નથી. માખીઓ બેસવાથી જેટલું નુકશાન નહી થાય તેટલું મોં ઢાંકી સુવાથી થશે. બાળક જ્યાં સુતું હોય ત્યાં હવાની આવજા બંધ પાડવી નહીં. બાળક મહીનાનું થાય, એટલે તે પછી બહાર સ્વચ્છ હવામાં સાંજના ચાર વાગવાની વખતે દરરોજ ટાઈમસર ફેરવવું. ફક્ત વર્ષાદ વરસતો હોય તે લઈ જવું નહીં. પવન બાળકને ગેરકાયદે બક્ષત નથી, પણ ઉલટી તેના ગાલ ઉપર ગુલાબી બક્ષે છે, તેને ચીડીઆપણાથી ને કંકાસથી બચાવે છે. બચ્ચું જેમ જેમ મેટું થાય તેમ તેમ ગધાઈ ગયેલી હવા કરતાં ખુલ્લી હવામાં રહેવું તેને પસંદ પડે છે, અને તેથી ઉધરસ, સળેખમ તથા છાતીમાં દુઃખાવો થવા પામતું નથી. ગામડાનાં છોકરાં શહેરનાં છેકરાં કરતાં વધારે મજબૂત–બળવાન બને છે, તેનું મુખ્ય કારણ તેઓને શહેરીઓ કરતાં ખુલ્લી હવાને ઉત્તમ લાભ મળતા રહે છે તે છે, માટે જેમ બને તેમ દરરોજ નિમેલે વખતે શુદ્ધ હવાનું પિષણ બાળકોને આપવુંજ લાભદાયક છે, કેમકે તેથી ફેફસાને બહુ ફાયદો થાય છે. કસરત
કસરત શરીરને સુદઢ બનાવે છે, શરીરમાંની સુસ્તી દૂર કરી શરીરને હલકું બનાવે છે, કામ કરવાની શક્તિ બક્ષે છે, જઠરાગ્નિ પ્રદિપ્ત થાય છે, મેદને વધારે થતું અટકાવે છે, શરીરના અવયવોને છુટાં તથા મજબૂત બનાવે છે. કાચું કે ભારે પડતું ભેજન થઈ ગયું હોય તો તેને પચાવે છે, વૃદ્ધાવસ્થાના ભવિષ્યના ભયને દુર કરે છે, અને આનંદ-ક્રતિ બક્ષે છે. માટે ન્હાનપણથી જ મન સાથે, તન(શરીર)ની કસરતથી બાળકને કસવામાં આવે તે ઘણાક લાભ થાય છે. બાળક બેસતાં કે ચાલતાં ન શિખ્યું હોય ત્યાંસુધી તેને બાબાગાડીમાં સુવારીને સ્વચ્છ હવા મેળવી શકાય ત્યાં લઈ જઈ ફેરવવું. કેડે તેડવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com