________________
૧૫૬
મહિલા મહોય.
અર્થ કરવા, એ બધી દિલનીજ મહેનતનું કામ છે. લખવું એ હાથ, દિલ અને મગજની મહેનત છે. આયર્લેન્ડમાં ડચ લેકેએ જે જગાએ પાણી જ પાણું હતું, તથા દરીઆઈ જાનવર તર્યા કરતાં નજરે પડતાં હતાં તે જોએ હજારે વિઘા સપાટ પૃથ્વી બનાવી ખેતી કરવા માંડી છે કે જેથી લાખોને ફાયદો મેળવે છે. વિચાર કરે કે બુદ્ધિ પૂર્વક મહેનત એ કેવી કિમતી શકિત છે !! બુદ્ધિવિકાસ- બુદ્ધિ એ એક અમૂલ્ય રત્ન છે, દૈવે મનુષ્યને જે બળ આપેલ છે તે બળ કરતાં બુદ્ધિનું અતુલ બળ છે. બુદ્ધિબળથી રેલવે, તાર, મીલે, એજીને, ટેલીફેન, વિજનિક બળનાં કામે કૃત્રિમ હદય, બંધ ત્રીજોરીમાંની વસ્તુ પ્રત્યક્ષ દેખવાનાં યંત્ર, બેટે, બલુને, અને એવાંજ અનેક કામો થયાં છે તે પ્રતાપ બુદ્ધિ બળને જ છે. ટુંકમાં દુનિયામાં જે કંઈ પ્રકાશ છે તે બુદ્ધિને જ છે. જે પશુઓને બુદ્ધિ વગરનાં ગણે છે તેમાં પણ કેટલીક એલખતેમાં આપણા કરતાં પણ અગાધ બુદ્ધિ જોવાય છે. મધપુડાને ઘણી માખીયોએ મળીને બનાવેલી અને કંપાસ ગજ કાટખા વગેરે ન છતાં એકજ સરખી જાળી બનેલી જોઈએ છિએ, કોળિયાની ગુંથેલી જાળની વિચિત્ર કારીગરી નજરે નિહાળીએ છીએ, સુઘરીના માળાની ગુંથણ, કેસંટામાં રહેનાર જીવની કેસેટ બનાવવાની હિકમત, માછલીની હામેપૂરે જવાની કળા, ઉંદર-કીડી-કાગડા કાળીયા વગેરેને વરસાદ આવવા ન આવવાનું થતું જ્ઞાન, કીડીને આ વતી વાસ, કૂતરાં વગેરેને પરસેવાની વાસ ઉપરથી પડતી ઓળખાણ, પાડાને પિતાની પેઢી દર પેઢીની પાડીને ઓળખી લેવાની સંજ્ઞા, બળદ કૂતરાની ભૂલેલું રહેઠાણ શોધી કહાડવાની ચતુરાઈ, કેળ વગેરેની દર બનાવવાની ખુબી, ઘેડાની પિતાને સ્વાર પડ્યા પછી પડતું મૂકી નાસી ન જવાની ડહાપણદારી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com