________________
સસમ-પરિચ્છેદ.
છે! એમનામાં અને ગરીબનાં કરાંમાં શું તફાવત રહ્યો ? જો કે અમે આપની ટેલ બંદગી બજાવનાર છિયે, તે પણ અમારાં બાળકને કેવાં ઓઢાડી પહેરાવી રાખ્યાં છે !” એ સાંભળી બેગમવાળીઓને બેગમ સાહેબે કહ્યું-“મારાં બાળકને વિદ્યાના દિવ્ય વસ્ત્ર અને વિનયનાં અમૂલ્ય ઘરેણાં પહે રાવ્યાં છે કે તેવાં ઘરેણું તમારાં બાળકોની પાસે છેજ નહીં. હવે એને ઉપરના લીબાસની ટાપટીપની કશી પણ જરૂરત નથી.'
વિઘા સર્વોત્તમ વસ્તુ છે. પૃથ્વીમાં વિદ્યાની બરોબરી કેઈથી થઈ શકે તેમ નથી. મનુષ્ય જેટલું વિદ્યા કળાથી માન મેળવે છે તેટલું બીજા કશાથી મેળવી શકતો નથી, તેમજ વિદ્યાના પ્રભાવથીજ નામ પણ અમર થાય છે.
વિદ્યા વિનયને બક્ષે છે, વિનય પાત્રપણને બક્ષે છે, પાત્ર પણું ધન પ્રાપ્ત કરાવે છે, ધન ધર્મને પ્રાપ્ત કરાવે છે અને ધર્મ સુખ બક્ષે છે, પણ એ બધાનું મૂળ વિદ્યાજ છે. લખવા ભણવાને વખત બાલ્યાવસ્થામાં જ ઠીક છે. તે વખતે ડી મહેનતથી વધારે વિદ્યા હુન્નર હાથ ચડશે. અને ચૈારે નિર્વિકારી બાલ્યાવસ્થા વીતી ગઈ ને વિકારી અવસ્થા પ્રાપ્ત થઈ ત્યારે કશું બનવાનું નથી. વિદ્યા હર હાથ કરવામાં સંસારના ઝગડા બખેડાથી બિલકુલ બેફિકર રહેવાની જરૂર છે. અને બચપણ શિવાય એટલી નિર્મળતા હોતી નથી. બાળપણને રમત ગમ્મુતમાં બેપરવાઈથી ગુમાવશો તે તેથી થયેલી હાની મેટી ઉમરે પિતાનું ભલું બુરું સમજવા લાગશો ત્યારે જણાશે ને પછી ઘણેજ પસ્તાવો થશે.
ભણવામાં ચિત્ત ચુંટાડવું.ચિત્ત ચોંટાડયા વગર એકલી જીભ હલાવ્યાથી, જેમ આંખ વીંચી લખી તે જવાય પણ ઢંગ વગરનું લખાય, તેમ ભણાશે, પણ યાદ નહીં રહે. આગળને પાઠ વાંચો, વગર વાંચેલે પાઠ વાંચે કે બીજું પુસ્તક વાંચવું, તે પાઠને આશય-હેતુ સમજ અને કઠણ શબ્દોના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com