________________
-
સામ-પરિચ્છેદ
૧૭૧
| \
- પહોંચવા-જાણવા દેવી નહીં. ઉદ્યોગ અને કરકસરથી પૈસે મે
નવી સુકૃત્યમાં વાપર. બીજાને ઉપદેશ દેવા કરતાં પિતાના મનને ઉપદેશ દે.
૧૦૫ હમેશાં પોતાના બળ ઉપર મુસ્તાક રહેવું-પારકી આશ સદા નિરાસ નીવડે છે. પિતાની જીભ જ પિતાનું ભલું ભૂંડું કરનાર છે માટે તેને સંભાળીને વાપરવી.
૧૦૬ ખાનગી દેવું એક જણનું જ રાખવું, પણ જાજા જણનું-પરચૂરણીયું દેવું રાખવું નહીં.
૧૦૭ અનુભવ એજ મહાન શિક્ષક છે માટે અનુભવ મેળવવામાં સદા કાળજીવંત રહી પ્રવીણ થવું.
૧૦૮ બેસવાની ડાળ કાપવી નહીં, દરેક વાતમાં સબૂરી રાખવી, ધાંધલીઆ સ્વભાવના થવું નહીં, પિતાની હયાતીમાં તમામ દેલત દીકરાને હાથ સોપી ટુંબા ખાતા થવું નહીં. . .
૧૦૯ સુખ દુઃખમાં સદૈવ પ્રભુભજન, પરોપકાર, પવિત્રતા, પુણ્યદાન અને પુનિત પુરૂની સેવા ભૂલી જવી નહીં.
૧૧૦ મૂર્ખને હિતવચન કહેવાં, નઠારી બૈરીઓને મદદ આપવી અને દુખિયારાં માણસોથી વ્યવહાર રાખવે એ દુઃખનું જ કારણ છે.
૧૧૧ દરેક બાબતમાં ખબરદારી રાખવી, લહેવડ દેવડમાં ચેખવટ રાખવી, ધર્મમાં રક્ત રહેવું, ગૃહસ્થાશ્રમ દીપાવ, જન્મ સફળ કરે અને જીદગીની હૈયાતી ન હોય તે પણ કીતિ અમર રહે તેમ વર્તન રાખવું.
ઇત્યાદિ ઇત્યાદિ નીતિજ્ઞાનમાં પ્યારી પુત્રીનું પૂર્ણ લક્ષ ખેંચવું, કે જેથી દરેક બાબતમાં તે હાનપણથી જ ખબરદાર બને.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com