________________
૧૬ ૭
સપ્તમ-પરિચ્છેદ પક વિવાહ, વૈર અને પ્રીતિ હમેશાં બરોબરિયાથી કરવી.
૬૦ માન અપમાનની દરકાર ન રાખતાં ધારેલી ધાર ણાને સફળ કરવી એ ઉત્તમ જનની જ કૃતિ છે.
૬૧ હમેશાં સપુરૂષનાજ માર્ગે ચાલવું, સત્સંગ કર, સર્વનું ભલું ઈચ્છવું અને લોકપ્રિય થવું.
૬૨ અપકાર કરનારને પણું ઉપકારથી માર, કેઈના પેટ ઉપર લાત મારવી નહીં, પારકી અછત અને પિતાની ભૂલ દયાનમાં લેવી. અને સદા સતિષ વૃત્તિથી વર્તવું એ ઉત્તમ કે જનનું લક્ષણ છે.
૬૩ પારકાની ભૂલ બતાવવી સહેલ છે, પણ પિતાની ભૂલ સમજી દૂર કરવી બહુ મુશ્કિલ છે, બીજાની જુબાની લેવી હેલી છે, પણ જુબાની આપવી સહેલી નથી, માટે તે વિષે ધ્યાન રાખવું.
૬૪ કહા કે બકયા કરતાં કરી બતાવી ખાત્રી આપવી એ વધારે ઉત્તમ છે સેટ થતાં પીતળ સેનાનું ઝટ પારખું જડે છે.
૬૫ જે કપટ કરી, હુમલા કરી, બલાત્કાર કરી, કે યુક્તિ કરી બીજાઓની પાસેથી ધન એકાવે છે તે સુયશ અને ખાનદાનીના વર્તનને મેવવી શક્તા નથી, પરંતુ ભંડાઈને ભંડાર ભરી કુમતિ મેળવે છે.
૬૬ જે નશીબને વાંક કહાડી કપાળે હાથ દે છે તે પિતાની બેકાળજી, ગેરબંદે બસ્ત, ઉડાઉપણું, આળસ અને નિરૂદ્યોગીપણાને દેષ સમજમાં લે તે સુખને વખત આવે.
૬૭ વાત કરતાં વધારે હસીને બોલવું નહીં, વગર પૂછ્યું ઉત્તર દે નહીં.
૬૮ અદબથી નમન કરી વસ્ત્ર વગેરેની સંભાળ રાખી લાયક જગા જેઈ બેસવું. જ્યાં ત્યાં કોઈના ઘરની સ્ત્રીઓ હામે જેવું નહીં. નીચી નજરે જોવું. સ્વામા માણસની વૃત્તિ વધી. વિના કારણે વિશેષ વાર બેસવું નહીં. સભ્યતા જાળવવી, નમ્રતા બતાવવી, વાત સમજી ઉત્તર દેવ અને રજા લઈ ઉઠવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com