________________
*
*
મહિલા મહોય. છે અને પછી પોતે ખાય છે. તેમજ બચ્યું મોટું થાય ત્યારે તેઓને પિતાની પદ્ધતિ મુજબ ઉડવા બોલવા ખોરાક લેવા માટે બહાર ફરવાનું શીખવે છે અને એ જ રીતે બીજા પ્રાણિયો પણ પિતાનાં બચ્ચાને ઉછેરી પોત પોતાની પદ્ધતિ શીખવાડી મોટાં કરે છે. તે પછી મનુષ્યએ તે કામ અવશ્ય કેમ ન કરવું જોઈયે? તેમાં પણ પુરૂષને માથે વ્યાપાર વગેરેનું જોખમ હોવાથી તેને લાંબે વખત ધંધામાં રહેવું થાય છે, જયારે સ્ત્રીને તે ઘર આગળ જ લેવાથી બાળકને સારું કે નરસું કરવાની જવાબદારી પ્રથમ તેને શીર છે. કેમકે સ્ત્રીથી જ બાળક જન્મ લે છે. સ્ત્રીને જ ધાવીને મોટું થાય છે અને પહેલ વહેલી ભૂલી બુરી તાલીમ પણ સ્ત્રીઓથી મળે છે. આ ઉપરથી સાબિત થાય છે કે બાળકને ઉછેરવાના જોખમી કામની જવાબદારી સ્ત્રીઓને જ શિર છે. જ્યારે પુરૂષે તેમાં મદદગાર થવું અગત્યનું છે. કહ્યું છે કે –
उत्पादनमपत्यस्य जातस्य परिपालनम् । -प्रत्यहं लोकयात्रायाः प्रत्यक्ष स्त्रीनिबंधनम् ।।
છોકરાંને ઉછેરવાં, કરાં પેદા થયા તેઓનું પ્રતિપાલન કરવું અને હમેશાં ઘરનાં કામકાજ કરવામાં તૈયાર રહેવું, એ સીનું પ્રત્યક્ષ કામ છે. બાળકના રાગ પારખવાની રીત
જે બાળક વધારે રડતું હોય તે બાળકને વધારે દરદ અને જે ઓછું રડતું હોય તેને ઓછું દરદ થાય છે એમ સમજવું. એટલે કે રેજના કરતાં જ્યારે વધારે રડતું માલમ પડે ત્યારે તેમ જાણવું. તેમજ જે જગાએ વારેવારે જે બાલક હાથ અડાડતું હોય તે જગાએ તેને દરદ થાય છે એમ સમજવું, અથવા તે જે જગાએ આપણે હાથ લગાડીએ કે દબાવીએ તે જગથી શરીર ચારે કે તે સ્થળને સ્પર્શ થતાં રડવા માંડે, ત્યારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com