________________
મહિલા મહદય.
ને વીશ વર્ષની ઉમર થાય ત્યારે અવધિ પૂર્ણ થયેલ લેખવે છે. એટલે કે બાર વર્ષ વિદ્યાગ્રહણને ઉમદા સમય છે. તેમજ બાળક આઠ વર્ષનું થવાથી શરીર બળવાયું થાય જેથી તે વિધા પરિશ્રમને બેજો ઉઠાવી શકે છે. હાની-કુમળી વયથી ભણે વાને વધારે છે જે પડવાથી બાળક દુર્બળ બનવા સંભવ છે, માટે એ બન્નેમાંથી જે એગ્ય લાગે તેમ કરવું.
વિદ્યારંભમાં અશ્વિની, મૃગશિરા, આદ્ર, પુનર્વસુ, પુષ્પ, અ®લેષા, પૂર્વાફાલ્ગની, હસ્ત, ચિત્રા, સ્વાતિ, મૂળ, પૂર્વાષાઢા, શ્રવણ, ઘનિષ્ઠા, શતભિષા, અને પૂર્વાભાદ્રપદ એ નક્ષત્ર પૈકીનું નક્ષત્ર હોય, ૨-૩-૫-૧૦-૧૧–૧૨–૧૩ એ પૈકીની કઈ તિથિ હોય, રવિ, સેમ, બુધ કે ગુરૂવાર હેય, કિંવા શુક્રવાર હેય અને ઉત્તમ લગ્ન હોય તે સમયે સૂર્યસ્વર ચાલતાં બાળકને વિદ્યાભ્યાસ શરૂ કરાવ, જેથી વિદ્યાકળા તાકીદે પ્રાપ્ત થાય છે.
ભણાવનાર સારા આચાર વિચારને, કુળવાન, શાંત, પરોપકારી, દયાળુ, ગુણવાળે હોવો જોઈએ. કેમકે તેની મારફતથી ધાર્મિક-વ્યવહારિક કેળવણું મળવાની હોવાથી જે તે સારી ભાવનાવાળે ન હોય તે તેના સહવાસ-સંસ્કારથી તેવાજ ગુણની બાળકને અસર થાય છે. શિક્ષણમાં માતાના સંકલ્પબળની અસર–
બાળકના ભેજાની ખીલવણી તેની માતાના વિચારોના બળ ઉપર આધાર રાખે છે. માટે જ પ્રજાને સ્વતંત્ર ભેજાની સુશિક્ષિત તેમજ કળાપૂર્ણ બનાવવા માતાઓને સંસ્કારી બનાવવાની જરૂર છે. વિજયવંત વાસવામી, વિદ્યાવિશારદ યશોવિજયજી, શ્રીમદ્દ શંકરાચાર્ય, ગૌતમબુદ્ધ, મહમદ સાહેબ વગેરે અનેક સમર્થ ભેજાના પુરૂષના ગુણગાન આપણે કરીએ છીએ તે માતાના ફળ સંકલ્પ અને ઉત્તમ ગુરૂ શિક્ષણનું ફળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com