________________
૧૨૦.
મહિલા મહદય,
મીરાંબાઈ–મેડતાના રાઠોડ જેમલના કાકા રત્નસિંહની કુંવરી હતી, અને કુંભારાણના પત્ર સંગ્રામસિહના કુમાર ભોજરાજની સ્ત્રી હતી. ન્હાની વયમાં તે રંડાઈ અને રાણા સંગના આશ્રયમાં વખત ગાળી પ્રભુ ભજનમાં મસ્ત રહેતી હતી. તે વિદુષિ બાઈનાં બનાવેલાં ભક્તિમય લાલિત્યવાળા કીર્તને ઉપરથી જ તેણુંની બુદ્ધિ, કાવ્ય રચના, પ્રભુભક્તિ અને અખંડ પતિવ્રત્યપણાનો રંગ જણાઈ આવે છે.
દુગાવતી–ગઢમંડળના ગુંડરાજાની રાણી હતી. પતિ મરણ પછી પોતે રાજ્યતંત્ર ચલાવતી હોવાથી સંવત ૧૫૧૬ માં અકબરે તુંડમિજાજી અસફખાને મોટા લશ્કર સહિત ગઢમંડળ પર ઘેરે ઘાલવા મેકલતાં તેણીએ ભારે લશ્કર સહિત હામે થઈ જાતે વીર સાજ સજી શત્રુસેનાને પરાજ્ય કર્યો હતો, અને પછીથી શત્રુ તરફને દશે છતાં પણ પોતાનું અસીમ પરાક્રમ. બતાવી હજારે વિરેનાં શબની શય્યા કરી અખંડ નિદ્રામાં સદાને માટે શયન કર્યું હતું.'
અહલ્યાબાઈ–સંધિયા કુલમાં આ દેવીને જન્મ થયે હત, તે મહારરાવના પુત્ર ખંડેરાવને વરી હતી. અને જેણે હાની વયમાં રાજ્યની લગામ લઈ પ્રશંસવા લાયક ન્યાય નીતિ સહ રાજયને શોભાવ્યું હતું. શું રાજ્યમાં સુલેહ જાળવી પ્રજા વગેરેને પૂર્ણ પ્યાર મેળવે એ મૂર્ણ સ્ત્રીઓથી બને શકે કે વિદ્યાકળા કૌશલ્યતા વાળી વિદુષિથી બને? અહલ્યાબાઈના રાજ્યપ્રબંધની કાબેલિયત જોઈ માલકમસાહેબે ઘણુંજ તારીફ કરેલી છે.
- વેજીબાઈ-મરાઠા સરદાર દીવાનશ્રી રાવઘટની પુત્રી અને દેલતરાવ સંધિયાની સ્ત્રી હતી, અને તેણીએ પણ પ્રશંસા કરવા યોગ્ય રાજ્યતંત્ર ચલાવ્યું હતું.
રાચંદા-પંજાબના વીરકેસરી રણજીતની પત્નિ અને લીપસિંહની માતા હતી. તથા તેણીએ બહાદુરીથી રાજ્ય કારોબાર કરી પ્રજાને પૂર્ણ સંતોષ આપ્યા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com