________________
જઈ પારદ
૧૩૮
નળ દમયંતીને વનવાસ આપે. પણ દમયંતીને સુખ પડતું નિહાળી તે ન સહન થતાં તેને ઉંઘતી જ છોડી નળ ચાલ્યા ગયે. દમયંતીને શરણ પરમાત્માનું અને આધાર પૃથ્વી સિવાય કોઈને ન રહ્યો. તે પણ પતિનું જ સ્મરણ કરતી દમયંતી વનમાં વિહરવા લાગી. રસ્તામાં ઘાતકી દૂર પ્રાણિ મળતાં પણ શીળ પ્રતાપથી શાંત બની સેવા બજાવતાં હતાં. ચારે પણ લૂંટવા આવ્યા, પરંતુ સંઘના રક્ષણ માટે મનેમળ રાવી હુંકાર શબ્દવડે તેણીએ તેને નસાડી શીળ પ્રભાવ દર્શાવ્યું. રાક્ષસ મળે ત્યારે તેને બાધવડે પ્રસન્ન કર્યો. વૃષ્ટિ બંધ કરી તાપસે, સાર્થવાહ વગેરેને જળ ત્રાસથી ઉગાર્યા. તૃષા લાગી ત્યાં પગ પ્રહારવડે પૃથ્વીમાંથી પાણી પ્રગટ કરી શાંતિ મેળવી. દુષ્ટ રાક્ષસી મળતાં તેણુને તંલિત કરી મૂકી. અને એ જેણની સહાયતા કરી તથા શીળ જાળવી પતિને સૈખ્ય પમાડી જીવન સફળ કરી સદગતિ સ્વાધિન કરી. એ બધે શીળ-પતિવ્રતપણાને જ પ્રતાપ હતા!
સીતાજી–જનક તનયા અને રામચંદ્રજીની સ્ત્રી સીતાએ જુલ્મી-કામાંધ રાવણના ત્રાસ વખતે પણ મહાન વૈર્યતા સાથે શીળ.સાચવી રાવણને ધૂતકાર્યો કર્યો. અને છેવટે તેને કુળ સહિત નાશ થયે. તેમજ પાછળથી વગર ગુન્હ વનમાં કાઢી મૂકતાં છતાં પતિભક્તિને જાળવી ત્યાં લવ-કુશના જન્મ વખતે અનેક વનસંકટ સહી સ્વદેશરક્ષક પુત્રોને મોટા કરી શસસ્ત્ર કુશળ બનાવ્યા અને પતિને પ્રમાદ આવે. તથા જેના પાદસ્પર્શથી અગ્નિ પણ પાણીરૂપ થયો હતો, એ બધા પતિવ્રતપણાને જ પ્રતાપ હતા.
સુભદ્રા–વસંતપુરના જિનદાસ શ્રેણીની પુત્રી હતી. તેણીને બુદ્ધદાસ મિથ્યાત્વી કપટ શ્રાવક બની પરણી ગયે અને ધર્મદ્રેષથી મુનિની આંખમાંથી તૃણની પીડા વારતાં સાસુએ કલંક આપ્યું, એથી એ કલંક નિવારણ માટે કાઉસગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com