________________
પણ પરિદ.
વડનું ઝાડ આવ્યું, ત્યાં શેઠ વડની છાયામાં બેઠે કે વહુએતડકે જઈ બેસી માથે કપડું નાંખી લીધું. વને દૂર બેઠેલી જોઈ સાસરે છાયડે બેસવા કહ્યું છતાં પણ આવી નહીં. તે પછી આ ગળ જતા એક કેરડાના ઝાડ પાસેના વૃક્ષ હેઠે જઈ શકે તે શથન કર્યું એટલે વહુ બીજા વૃક્ષને છાંયડે એસી કરબે ખાવા લાગી. એટલામાં કાગડો કંઈ બોલવા લાગ્યો જેથી તે બોલી કે,
ભાઈ એક વાર એક જણના બોલવા ઉપરથી મારે પિયરની વાટ પકડવી પડી છે અને વળી તારું કહું માનું તે પિયરીયાને પણ મળવું મુશ્કેલ થઈ પડે. સત્ય કહેનાર કે વર્તાનારને મહા દુઃખ પડે છે.” ઈત્યાદિ વહુનાં વચન: સાંભળી જાગતાં સૂતેલા સસરાએ બેઠા થઈ પૂછ્યું કે-વહૂ! આમ વિવેક વગર કટાક્ષ કથન કેમ કહાડે છે?” વહુએ કહ્યું- હેમેશાં ગુણ દેષ રૂપેજ દેખાવ દેતા જણાય છે. જુઓ વનસ્પતિ ફળ ફૂલ આપનારી થાય કે તરત તેની ડાળીઓ ચુંટાવાને વખત આવે છે. મેર પીછાંથી આનંદ આપનાર જણાય કે તે પીછ હાથ કરનાર તેને મરણને શરણ કરે છે. સારી ચાલના ઘોડાને ગાડીમાં જોડે છે અને મીઠા બોલથી આનંદ આપનાર પોપટ જે પાંજરામાં પુરાવું પડે છે. બાલ્યાવસ્થામાં ભાઈના આગ્રહથી પશુ પક્ષીઓની ભાષાનું પણ મેં ગુરૂગમ સાથ જ્ઞાન મેળવ્યું, જેથી મારી આ દશા થઇ છે. સસરાએ આ સર્વ વાત જાણવા બહુ આગ્રહ કર્યો એટલે તેણે જણાવ્યું કે તે રાત્રીએ શિયાલણ એવું બોલી હતી કે નદીમાં એક મડદું તણાતું આવે છે તેની પાસે લાખનાં મૂલ્યનાં ઘરેણાં છે.” એમ જાણું છું તમે જાણતા હતા ત્યારે નદી પર ગઈ હતી ને તે શબ ઉપરનાં ઘરેણાં હાથ કરી ત્યાંજ નિશાની બંધ દાટી થોડી વખત પછી પાછી આવી હતી. અત્યારે આ કાગડો બોલે છે તે બતાવે છે કે કેરડા નીચે દશ લાખ સેના હારે છે અને કરંબા ખાવા માંગે છે. કહો તે આપું. અને પરીક્ષા લેવી હોય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com