________________
૧૪૮
મહિલા મહોય.
માગણી કરી. રતિસુંદરીએ ચાર માસ માટે દિલાસે આપી પછી તબિળ વધારી છેવટ શાસનદેવીનું આકર્ષણ કર્યું, એથી શાસનદેવીએ તેણીનું કુરૂપ બનાવી દીધું, જેથી મહેંદ્રસિંહે તેણુને ચંદ્રરાજાને પાછી સ્વાધીન કરી–એ શાસનદેવીના આકર્ષણનું કારણ માત્ર પતિવ્રતા ધર્મને જ પ્રતાપ હતું!
નર્મદામુંદરી–સહદેવની પુત્રી અને મહેશ્વરદત્તની ધર્મપત્નિ હતી. એક વખત તેણને પતિ યવનદ્વીપ તરફ વ્યાપારાર્થે ગયે ત્યારે નર્મદા સુંદરી પણ અત્યાગ્રહ પૂર્વક વીનવી સાથે ચાલી. માર્ગમાં મહાસાગરના કેઈ દ્વીપમાં કઈ જન મધુર સ્વરે ગાતે હતું, તેનું ગાન સાંભળી સ્વરજ્ઞાનથી અનુમાન કરી નર્મદાસુંદરીએ પતિ પ્રત્યે કહ્યું “આ જે મનુષ્યને સુંદર સ્વર સંભળાય છે તે પુરૂષ શ્યામરંગને હશે, અને તેના હાથ, પગ, કેશ સ્થૂલ હશે તથા તે મહા સવવાનું હશે.” આ વાક્ય ઉપર મહેશ્વરદત્તે “તે પુરૂષથી કંઈ બદચલનવડે જોડાય લી હોવી જ જોઈએ. નહીં તે જોયા વિના રૂપ-રંગ-ગુણ શી રીતે કહી શકાય એવી મહાન શંકા લાવી તેણને રાક્ષસદ્ધીપમાં ઉતારી વિશ્વાસઘાત કરી સૂતી મહેલી પાછો તે હાણ હંકાવી ચાલતે થયે. નર્મદાસુંદરીએ જાગીને જોયું તે પતીને દીઠા નહીં એથી મહા વિલાપ કરી કર્મને નિંદવા લાગી અને ત્યાંજ જે મળે તે ફળ વગેરે ખાઈ વખત ગુજારવા લાગી, એક વખત તેણુને પિત્રાઈ કાકે વીરદાસ બર્બરકુળ પ્રત્યે જતે હતો તે ત્યાં ઉતર્યો, તેણે નર્મદાસુંદરીને જઈ તથા બેલાવી કે તે હૈયાફાટ રૂદન કરવા લાગી. એથી દિલાસે આપી તેને પિતાની સાથે રાખી અને બર્બરદેશ ગયે. ત્યાં એક વેશ્યાની કપટચાતુરીથી નર્મદાનું હરણ થયું, અને તેના ઉપર વેશ્યા બલાત્કાર ગુજારવાની હીલચાલ કરવા લાગી. પતાને બંધ કરવાનું ન માનવાથી તેણને માર માર્યો. અંતે શાળ ભંગ થશે એમ જાણું નર્મદા સુંદરીએ પંચપરમેષ્ઠીનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com