________________
ષષ્ઠ પરિચ્છેદ.
૧૪૮
સ્મરણ કરી શીળસંરક્ષણ ચાલું, જેથી શાસનદેવે તેજ ક્ષણે તે પાપી વેશ્યાના પ્રાણ લઈ લીધા. એ દેવની સહાયતા મળવાનું કારણ કેવળ પતિવ્રતા ધર્મને જ પ્રતાપ હતો!
બ્રહ્મબાળો–ભેજરાજાના વખતમાં આ સતિ થઈ ગચેલ છે. તે જાતની બ્રાહ્મણ હતી, તેણીએ પોતાના પતિનું માથું ખેળામાં રાખી પતિભક્તિમાં મન લગાડયું હતું. તે સમય તેનું અજ્ઞ બાળકે ગબડતું ગબડતું અગ્નિના કુંડ પાસે જઈ પહોંચ્યું અને આખરે તેમાં પડી ગયું. હવે પતીને જગાડે છે તે પતિની શાંતિ ભંગ થતો હતો, તેથી પુત્રવા, ત્સલ્યતાનાભેગે પતિવ્રતા ધર્મને પાલન કરવા પ્રભુ પ્રાર્થના કરી. જેથી ધગધગતે અતિદન ચંદનના ગારાની પેઠે શીતળ થઈ ગયે. જ્યારે સ્વાભાવિક રીતે પતિ જાગી ઉઠ્યો, ત્યારે તેણુએ અગ્નિકુંડમાં પડેલા પિતાના બાળકને ઉઠાવી લીધું. બહેને! અગ્નિમાંથી જાહકશક્તિનાબૂદ થવાનું બળ તમારીનેકીમાં છે. આ પ્રમાણે કુંભકરણની સ્ત્રીએ લંકામાં થયેલા અગ્નિપ્રપ વખતે નિદ્રાવશ થયેલા પિતાના પતિને પ્રાણ બચાવા આખું પિતાનું મકાન અગ્નિજ્વાળામાંથી બચાવ્યું હતું. એ અગ્નિ નજીક નહીં આવી શકવાનું કારણ કેવળ પતિવ્રતા ધર્મને જ પ્રતાપ હતો !
ભવભૂતિની સ્ત્રીના શ્રાપથી બાણને કેઢ રેગ થયે હતે. જગદેવ પરમારની સ્ત્રી વીરમતી ચાવડીએ સાચવેલા પતિવ્રત પ્રભાવથી કંકાળીને ચાર માથાં અર્પણ કરેલાં છતાં ફરી એ ચારે સજીવન થયાં હતાં ! શ્રીમતીને સર્પ ટળી કુલમાળની પ્રાપ્તિ થઈ હતી. મીરાંબાઈને ઝેરને પગલે અમૃત થઈ પરગમ્યું હતું. રાણકદેવીના શ્રાપથી સિદ્ધરાજને નિર્વશ ગયે હતિ તથા જશમા ઓડણના શ્રાપથી સહસ્ત્રલિંગ તળાવમાં પાણી કાયમ રહેવાને પ્રયત્ન નિષ્ફળ નિવડ્યો હતે. એ બધો પ્રતાપ પતિવ્રતા ધર્મને જ હતું!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com