________________
મહિલા મહેય.
ઘરેણાં કેવાં પહેરવાં?
જે માથે ઘરેણું પહેરવાની જરૂર હોય તે બુદ્ધિરૂપી સુંદર ચાક બાર વગેરે ધારણ કરે કે જેથી તમારાં તમામ કામ સુધરી જશે. બુદ્ધિ ભૂષણ વગર મનુષ્ય દીવાને જ ગણાય છે. જે કાનમાં વાળીઓ પહેરવાનું મન હોય તે જ્ઞાનરૂપી સુંદર સતેજ વાળીએ હિતશિક્ષાના કામ અને દયારૂપી મેતીની સેરે શોભાવે. જે ગળાની અંદર દાગીના પહેરવાની જરૂર હોય તે તમારી ભલાઈની મેહનમાળા ધારણ કરે. બાંહ ઉપર જે આભૂષણ પહેરવાની જરૂર હોય તે બાહુબળ રૂપી બાજુબંધ બેરખા ભાવે કે જેથી મનધાર્યા કામમાં ફિતેહ મળશે. હાથને શોભાવવાની ઈચ્છા હોય તો હુન્નર-કારીગીરી શીખે કે જેથી કઈ વખતે કેઈન એશીયાળાં નહીં બનશો. કેડમાં ઘરેણાની જરૂર જણાય તે હર વખત સારા કામમાં કટિબદ્ધ શહે. અને પગમાં ભૂષણ પહેરવાની અગત્ય જ હોય તે સદેવ ધર્મમાર્ગમાં પગને સ્થિર કરે-સત્ય માર્ગ માંથી પગ ન ડગાવે. જે દાગીના તૈયાર કરાવતાં સેના સાઠ થાય, જેને લીધે કર રહે, જેને જાળવવાં પડે અને દુષ્ટ કામી જનેનાં ચિત્ત પોતાની તરફ દેશય, તેવા દાગીનાઓ પર વ્યાસેહ તજશે. જાપાન વગેરે દેશની સ્ત્રીઓ તેવા દાગીનાઓની તરફ તિરસ્કાર બતાવી વિદ્યા કળા-સ્વદેશાભિમાન સદવર્તન રૂપી સાચા દાગીનાની જ દરકાર રાખતી હોવાથી સેંકડે સાઠ જણઓ ઉંચી કેળવણી પામી ગ્રેજયુએટ નીવડેલી નજરે આવે છે, અને એથી તેઓનાં દેશવિદેશમાં સુંદર શોભાનાં યશગાન થયા કરે છે. બહેને! તમે પણ તેજકતિને અંગીકાર કરી આર્યાવર્તની ઉન્નતિ કરી તમારા સુયશચંદ્રને દિગંત લગી પ્રકાશ પહોંચાડે. યાદ રાખજો કે સોના-રૂપાના ઘરેણાં તે ક્ષણભંગુર, દુઃખદાયક અને જીવને જોખમમાં નાંખનારું દગાબાજ દાગીના છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com