________________
૧૩૪
.
મહિલા મહદય.
૫૯ હમેશાં સારા અધ્યવસાય રાખી, ધર્મધ્યાન, શુકલધ્યાન ભજી, આરોદ્ર સ્થાન તજી સબળ પરમાણુઓનું વાતાવેરણ ઘટ્ટ કરી પતિવ્રતા ધર્મને વિજયધ્વજ ફરકાવ અને સ્વદેશની ઉન્નતિના માર્ગમાં પતિને મદદ આપી જીવન સફળ કરવું.
૬૦ પતિ એજ સ્ત્રીઓનું સર્વોપરિ ધન, ઈષ્ટદેવ, પ્રવીણ કપતાન, કે કલ્પવૃક્ષ છે માટે તેના વડે સર્વોત્તમ વૈભવ, અખંડાનંદી સ્થળ અને ઈચ્છિત સિદ્ધિની સફળતા પ્રાપ્ત થાય છે. આ સંસારમાં પતિથી વધારે વહાલું સગું કઈ જ નથી. તેથી લગ્ન પ્રસંગે પતિની સાથે પંચની સાક્ષીએ જીવન પર્યત શુદ્ધ મનથી વત્તી તાબે રહેવાના કેલકરાર કરવાના હોય છે. - ૬૧ યુવાન પુરૂષની સાથે એકલાં મુસાફરીએ કે તીર્થ યાત્રાએ જવું નહિ, નાટકના તમાસામાં લીન બનવું નહિ. પતિ પ્રત્યેના ધર્મ માટે શાસોની આજ્ઞા
જે સ્ત્રી પતિને પરમદેવ સમજીને તેમની સેવા બંદગી કરે છે તે ઉભય લેકમાં આનંદ મેળવે છે.
જે સ્ત્રી મન-વચન-કાયાથી પિતાના પતિને દુખ નથી દેતી તે પરમગતિને પામે છે અને ઉત્તમ જને તેણીને પરમપુનિત સતી કહે છે. - જે સ્ત્રી પતિના પ્રિય અને હિતાર્થને સાધ્ય કરી જીતેપ્રિય બની ઉત્તમ આચરણેથી રહે છે તેની જ સંસારમાં આ લેકમાં સુકીતિ અને પરલોકમાં સુગતિ થાય છે.
જે સ્ત્રી પતિની સેવા કરે છે તે સર્વ સુખ અને સ્વર્ગ પ્રાપ્ત કરે છે, અને પુન: માનવભવ ધારણ કરી સમસ્ત સુખશાલીની થાય છે.
જે સ્ત્રી અન્ય વાતોને છોડી પતિભક્તિમાં તત્પર રહે તે અને ઉભય ભવમાં સત્કાર થાય છે. અનેક વ્રત, તપ, જપ દ્વારા ધર્મસાધન કરી સ્વર્ગ મેળવવા કરતાં પતિ નામનું જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com