________________
દ્વિતીય-પરિચોદ.
૧૧ પણ બિસમીક્ષા કરાવ્યા પછી જ સચ્ચા દીન-ઈસ્લામી મનાય છે. એટલે કે દરેક ધર્મની અંદર જઈ–કંઠી-વાસક્ષેપ-ધર્મમંત્ર વગેરે કરવા પછી જ તે ધર્મસંસ્કારી થયે લેખવાય છે. ધર્મ અને ધર્મમંત્ર-નમસ્કારમંત્ર વડે જ બધાઓ આરામ અને ચેન પ્રાપ્ત કરી શકે છે, માટે તે અવસરે પણ દાન, ભક્તિ, પૂજા ઈત્યાદિ કરી સુમાર્ગમાં યથાશક્તિ ધન વાપરવું. ( જ્યાં ગુરૂને વેગ ન હોય ત્યાં વાજતે ગાજતે દેવમંદિરમાં જઈ બાળકને પિતે માબાપે જ આજ્ઞા આપી મંત્ર આપ.) વિદ્યારંભ સંસ્કાર
- દુનિયામાં વિદ્યાકળા સમાન બીજી એકે પણ અમૂલ્ય વસ્તુ નથી, કેમકે બધી વસ્તુ વિદ્યાકળાથી જ જાણવામાં આવે છે, જેથી તે બધાની માતા વિદ્યાકળા જ છે. ધન દોલત આજે છે, કાલ જતી રહેશે, પણ વિદ્યા પ્રાપ્ત થયેલી કદી પણ જતી રહેતી નથી. ચોર, અગ્નિ, જળ, ભાગીયા, રાજદંડ વગેરેને દેલતને શિરે ભય છે, પણ વિદ્યાકળાને તે કેઈને ભય નથી. રાજા પોતાના જ રાજ્યમાં સત્કાર પામે છે, અને વિદ્યાકળાવંત જ્યાં જાય, ત્યાં માન સત્કાર મેળવે છે. વિદ્યાકળાને ભાર ઉપાડવો પડતો નથી કે કશું કષ્ટ વેઠવું પડતું નથી, છતાં હમેશાં તે સુખાનંદ આપે છે. જે માબાપ પૈસાના ગર્વથી છેતાનાં સંતાનને વિદ્યાકળાની પૂરી અને ઉંચી કેળવણી નથી આપતા તે તેના શત્રુ છે. નિશાળે જવાથી બહારની હવાને લાભ મળે છે, નવી નવી બાબતે જેવાથી અનુભવી થાય છે, નિડર બને છે. મહેતાજીની ધાકથી દાબથી સારી રીતે શિક્ષણ મેળવી શકે છે અને તેમ કરવાથી ખેરડાને મુન્સી ન બનતાં મંડળ, દરબારમાં માહાલનાર મુની થાય છે, માટે બાળક પાંચ વર્ષનું થાય કે નિશાળે જતું કરવું જ ઉચિત છે. કેટલાક ગ્રંથે આઠ વર્ષની ઉમર પછી વિદ્યારંભ સમય બતાવે છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com