________________
૧૨
મહિલા મહોય.
આખર સમય સાનુકૂળ થતાં તેવી જ સ્ત્રી મળી જેથી તે પરણ. તે જ્યારે સગર્ભા થઈ ત્યારે એક વખત તે ભેજન તૈયાર કરી રહી હતી, પતિ સૂતે હતે તે વખતે અતિથિ આવી ભજન પદાર્થની ઈચ્છા જણાવી ઉભો રહ્યો, પણ પતિના ઈષ્ટદેવ અગાડી નૈવેદ્ય ધર્યા વગર તે જન કેઈને અપાય નહીં એથી તેણીએ વિચાર્યું કે જે પતિને નથી જગાડતી તે અતિથિ સુધાતુર છતાં પાછા વળી જશે, અને જે જગાડું છું તો મારે ઘર છેડીને ચાલ્યા જવાનો વખત આવે! તે બેમાંથી શું કરવું? છેવટે વિચાર્યું કે મને ઘરમાંથી કદાચ કહાડી મૂકશે તે હું કયાંય પણ જઈ શીળ જાળવી આયુ પૂર્ણ કરીશ, પણ અતિથિ પાછા જાય તે ગૃહસ્થના ધર્મ વિરૂદ્ધ વાર્તા છે. બધા પદાર્થો જતા રહેશે પણ ધર્મ સદા સાથેજ રહેનાર છે માટે તે ધર્મ ખંડન કરે નહીં. કહે છે કે –
मृतं शरीरमुत्सृज्य काष्ठलोष्ठसमं भुवि । विमुखा बान्धवा यान्ति धर्मस्तमनुगच्छति ॥
“મરેલા સ્થૂળ શરીરને લાકડા, ઢેફની પેઠે ફેંકી વિમુખ બની બંધુઓ પાછા ચાલ્યા જાય છે, પણ ધર્મ એક જીવની સાથેજ જાય છે.” એમ ધારી પતિને જાગૃત કર્યો. હાઈ પ્રભુને નૈવેધાદિ સમર્પણ કરી દ્રવ્ય-ભાવ પૂજા સાચવી અતિથિને જમાડી તૃપ્ત કર્યો. પતીએ જાગી એ સર્વ જોઈ
ને જગાડવા સંબંધી કારણ પૂછતાં તેણુએ ધર્મ કાયમ રહેવાની સત્ય વાર્તા કહી, છતાં પણ પિતાની પ્રતિજ્ઞા પાળવા તેણે સ્ત્રીને ઘરમાંથી કડાડી મૂકી. તેમ તે પણ પતિની આજ્ઞાને માથે ચડાવી દૂર દેશ ભણી ચાલી ગઈ. કહ્યું છે કે જ્યારે દુર્દશાના દિવસેનાં દર્શન થાય ત્યારે દેશ છોડી પરદેશ ચાલ્યું જવું કે જ્યાં કેઈ ઓળખીતું ન હોવાથી ગમે તે મજુરી કરી સારી રીતે ગુજરાન ચલાવી દુઃખને સમય વ્યતીત કરાય” એમ જાણું તેણુએ એક પહાડની ખો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com