________________
ચતુર્થ-પરિચ્છેદ.
૧૧
વચ્ચે થયેલા પ્રશ્નોત્તર તદ્દન સંસ્કૃત ભાષામાંજ થયા હતા જેથી રાક્ષસીઓ વિદ્યમાન છતાં કશું સમજવા પામી નહીં. તેમજ રાવણને અનેક હિતશિક્ષા યુક્તિઓથી જાનકીજીએ સમજાવેલ એ બધે સદવિદ્યાનો જ પ્રતાપ હતે. શું આજે તેવું સંસ્કૃત બોલનારી કે શત્રુને પણ યુક્તિ પુરસ્સરનિડરપણે હામે ઉત્તર દેનારી આર્યબાળાઓ છે? કવચિત હશે !
સુમિત્રા-લક્ષમણજીની માતા લક્ષમણજીને રામ સાથે જતા જોઈ લક્ષમણજી પ્રત્યે કહેવા લાગ્યાં કે
ભરી ભાગ્ય ભાજન ભએલ, મેહિ સમેત બલિ જાઉં, જે તમારે મન છડિ છલ, કિન્ડ રામપદ ઠાઉં.
બલિહાર જાઉ બેટા! આ તમારા કૃત્યથી હું અને તું મહાન ભાગ્યભાજન થયાં છિયે, તથાપિ જે તમારા મને છળ છેડીને રામની ચરણસેવામાં નિવાસ કર્યો હશે તે અર્થાત જે પ્રપંચ રહિત બની રામચરણમાં પ્રીતિ રાખશે તે તે આપણુ અને મહાભાગ્યવાન થયાં છિયે, પણ જે કેવળ લેકમાં સારું દેખાડવા માટેજ સાથે જતા હશે તે સઘળું વ્યર્થ છે.” એક માતાની ઓરમાયા પુત્ર પ્રત્યેની આવી નિભેદ લાગણી દર્શાવનાર જનેતા કયાં? અને તેની આજ્ઞામાં રહી અભિન્નતા દર્શાવી ભાત ભાવની વૃદ્ધિ કરનાર બધુ કયાં? શું અજ્ઞાત કે અર્ધદગ્ધ કેળવણુ પામેલી સુંદરી આવી ઉચ્ચ વિચારણા યુક્ત સ્નેહ દાખવી શકશે ખરી? અને તે પણ વૈર્યતા સાથે આવી લાગણી દર્શાવી શકે એવી કઈ છે? કવચિત્ હશે?
જરત્યારૂ–જરત કરૂ નામને એક સમર્થ વિદ્વાન હતે અને તેણે પ્રતિજ્ઞા લીધી હતી કે જે મારા નામવાળી સ્ત્રી મળે તથા મારા જેવીજ વિદુષિ હેય અને મને ઉંઘમાંથી તે કોઈ દિવસ જગાડે, અગર જગાડે છે તે મારા ઘરમાંથી મારે હુકમ થતાં ચાલી જ જાય એવી હોય તે પરશું.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com