________________
તૃતીય-પરિચ્છેદ.
૧૦૭
શિક્ષણ પામેલી હોય તે તે તેના પુત્રીને સારું શિક્ષણ - રસામાં આપેજ આપે અને તેણીનાં બાળકને સારા શિક્ષણની લ્હાણ મળેજ મળે. માટે મારી માને સુશિક્ષિત બનાવવાની જરૂર છે.” નેપલીયન નાપાર્ટ તથા જ્યોર્જ વેલિંગ્ટન અને ચારિબલ્ડી વગેરે પ્રસિદ્ધ પુરૂષોનું પણ એજ કહેવું છે કે “જે દેશની આબાદી ચડતી ચાહતા હે તે સ્ત્રીઓને સ્તુત્ય શિક્ષણ આપી કાબેલ કરો કે જેથી ભવિષ્યમાં થનારી પ્રજા ધીર, વીર,ગુણનીવડી સ્વદેશને તારે ? માટેજ તમે તમારી પુત્રિયે, ભવિષ્યમાં થનારી પ્રજાની માતાઓને ઉંચી કેળવણી આપો. પુત્રોની પાછળ પૈસાની અપાતી આહુતી જેટલીજ પુત્રીઓને ભણાવવા પાછળ કાળ ધનની આહૂતી આપે, અને તેમને કળા કૌશલ્ય પ્રાપ્ત કરવા અધિકારિણી બનાવવા પ્રયત્ન કરે કે જેથી સહેજમાં દેશની સુધારણ થશે. જ્યાં લગી સ્ત્રીઓ રૂપી ક્ષેત્રને સુધારી સંસ્કારી કર્યું નથી, ત્યાં સુધી સુત્ય સંતતી રૂપી બીજ અધિક ફળ આપી આનંદમાં ગઈ નહીં થવાશે. કેટલાકે કહે છે કે-“શું સ્ત્રીને ભણાવી ડીજ કરી કરાવવી છે! છોકરા ભણશે તે રળીને ખવરાવશે ને ઘરનું બારણું ખુલ્લું રાખશે.” તેઓ ને પૂછીશું કે શું વિદ્યાનું ફળ ફક્ત નેકરી જ છે? શું જાપાન, જર્મન, ગ્રેટબ્રીટન, અમેરિકાની સ્ત્રીઓ નેકરીની દરકારથી વિદ્યા કળા શીખે છે? તેમ નથી. તેણીઓએ જમામઈ, હુન્નરબાજ ને ગુણજ્ઞ પુત્ર, પુત્રીઓને જન્મ આપી વીરતા, ધીરતા બતાવી સ્વદેશ સુધારણ કરી રહી છે.
માતાના વિરત્વનું ફળ-જાપાનની લડાઈ વખતે એક સ્વદેશાભિમાની વીર માતાએ પોતાના પ્રાણની એટલા જ માટે આહતી આપી હતી કે, પિતાને એકનો એક વીર પુત્ર સ્વદેશ સેવામાં જોડાઈ નહોતા શક્યા. કેમકે જેને એકથી વધારે પુત્ર હોય તેનીજ લશ્કરમાં ભરતી કરવી, પણ એકજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com