________________
૧૯૪
મહિલા મહદય.
વર્ષને થતાં પહેલાં તેણે લખવું શરૂ કર્યું હતું! બેરેટીયર નામને પ્રખ્યાત ભાષાશાસ્ત્રી પિતાની માના ઉત્તમ સંસ્કાર સંકલ્પથી પાંચ વર્ષની જ ઉમર થતાં પહેલાં ફેંચ, લેટીન, અને જર્મની ભાષા બેલી શક્તિ હતે. અને દશ વર્ષને થતાં ૫હેલાં તેણે હિબ્રુ ભાષાને એક કેષ રચ્યું હતું! જેમ્સકીસ્ટન નામનો પ્રસિદ્ધ બુદ્ધિશાળી વીશ વર્ષની ઉમરે પહોંચતાં સર્વ વિદ્યાકળામાં નિપુણ નીવડા હતા. તેમજ દશ જાતની ભાષાઓમાં ઘણજ સરલતાથી લખતે વાંચતું હતું, અને સંગીત વાઘ અશ્વારેહણ કળામાં પણ પૂર્ણ કુશળ હત! યુપના સેને હઠાવનાર પ્રખ્યાત ઇડિયન સેન્ડ પ્રોફેસર રામમૃતિ કે જે કળિયુગને ભીમ કહેવાય છે તે માતાના સંક૯૫ બળવડે યુવાન વયમાં જ મહાન પરાક્રમ બતાવી વિશ્વવિદિત થયા છે ! ગ્વાલીયર સ્ટેટની અંદર બાબુ તારામ ગૃહસ્થ સારા હોદ્દેદાર છે તેમના પુત્ર શકરાનંદ માતાપિતાના જબરદસ્ત સંકલ્પબળથી ફકત ચાર વર્ષની ઉમરને થતાં વાલ્મીકી રામાયણના સંસ્કૃત કે મધુર સ્વરે ગાવા લાગે, અને આઠ વર્ષને થતાં પ્રમાણભૂત ગણાતા મોટા મેટા લેખકોનાં પુસ્તકને ઉડે અભ્યાસ કરવા માંડયેઅને તેર વર્ષને થતાં તે પંજાબની યુનિવસીટીની સંસ્કૃત ભાષાની એમ. એ. ની પરીક્ષામાં પાસ થયે. જામનગરના પ્રખ્યાત શાસ્ત્રી કાળીદાસ ગોવિંદજી તેમજ ગટલાલજીએ ફક્ત ૮-૧૦ વર્ષની ઉમરમાં જ અષ્ટાધ્યાયી કંઠસ્થ કરી વિદ્વાનેને આનંદ આપે હતો ! શ્રીમતી લક્ષ્મીબાઈ રાણીએ માતાના ઘઢ સંકલ્પ બળવડે.ઘણું જ ન્હાની ઉમરમાં અશ્વારોહણ, શઅવિદ્યા અને શૈર્ય હૈયેતાદિ પ્રાપ્ત કરી હતી, અને અમલમાં પણ આ હતી! મિસીસ મેનીબીસેટે પણ તે જ બળથી પ્રખ્યાતી મેળવી છે. વિકટેરિયન સારડના પ્રમુખપણા હેઠળ ચાલતી સોસાઈટી ઓફ ડામેટીક એથર્સ નામની સંસ્થામાં એક દશ વર્ષની બાળાએ ઘણું નાટક રચ્યાં છે. તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com