________________
દ્વિતીય-પછિદ. આંબાની ગોટલીનું ચૂર્ણ મધમાં કાલવી ચટાડવું. અથવા ડાંગરની ધાણી ( મમરા), સિંધાલૂણ અને આંબાની ગોટલી એનું ચૂર્ણ મધમાં કાલવી ચટાડવું અથવા સાકર, પીપર, સિંધાલુ, સુંઠ, એલચી, મરી અને પીંપર એઓનું ચૂર્ણ મધ સાથે ચટાડવું. અથવા ડાંગરની વાણી અને સિંધાલણના ચૂર્ણને બીજેરાના રસમાં પાવું, જેથી ઝડા અને ઉલટો મટી જાય છે.
જે બાળક તે બહુ રેતું હોય તે-લીંડીપીપર, હરડા, બહેડાં અને આમળાં એનું ચૂર્ણ મધમાં મેળવી ચટાડવું. અથવા જેઠીમધનું ચૂર્ણ પેઢાં ઉપર આસ્તેથી ઘસવું જેથી બાળક રોતું હોય તે બંધ પડે છે. (પણ જે કંઈ ડાંસ મછરાં માંકણ ચાંચડ વગેરે જીવડાંની પીડાથી કે ભૂખની પીડાથી રતું હોય તે તેને તપાસ કરી પછી ઉપરનું ઔષધ આપવા યોગ્ય લાગે તે આપવું.) છછુંદરની હગાર, અડદ, બીલપત્ર, હળદર અને ગુગળની ધૂણી દેવી તે રાતે બાળક નહીં રૂ.
જે ભાર રહ્યો હોય તો ઘડાળી ગોળી યોગ્ય માત્રાએ આપવી. અથવા રેવંચીનીને શીરે પાવે. એરંડીયું પાવું, અથવા બીજી કોઈ રેચક દવા કરવી. (પણ બાળકના દરદનું બાળકનું, તુનું પ્રમાણ જોઈ રેચક દવા વાપરવી.) તે પેટને ભાર મટી જાય છે. અથવા કેળાનું કેસૂડાંનું કે બકરીની લીંડીઓનું બંધાણ (પેટ ઉપર) બાંધવું, જેથી દસ્ત સાદ આવી પિટને દબદબે મટી જશે. (પીળી બાંગ બાળીને પેટે બાંધવાથી પણ આરામ થાય છે.)
જો ગળું પડયું હોય તે–તાળવાની જગાએ માથામાં ખાડે પડ્યું હોય ત્યાં વડનું દૂધ લગાડવું, અથવા હરડે, વજ અને ઉપલેટ એઓનું ચૂર્ણ મધ સાથે ચટાડવું, ગળું કરી જાણતું હેય તેને કંઇ આપી ગળું કરાવવું, અથવા તે સંબંધી - ચોગ્ય ઇલાજે ઉપયોગમાં લેવા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com