________________
દ્વિતીય-પરિચછેદ.
જે તાવ આવતું હોય તે-નાગરમોથ, હરડેની છાલ, લીંબડાની અંતરછાલ, કુકડલાનાં પાંદડાં અને જેઠીમધ એઓને કવાથઉકાળે નવશેકે પાવો. અથવા કડુ, સાકર અને મધ ચટાડવાં. અથવા ડાંગરની ધાણી, જેઠીમધ, મેરમાંસી, સાકર, રસવંતીએએનું ચૂર્ણ મધ સાથે ચટાડવું અથવા ડાંગરની ધાણી, શિલાજીત, મોરમાંસી, અને જેઠીમધ સર્વનું ચૂર્ણ મધ સાથે ચટાડવું. અથવા લીંડીપીપર, અતિવિષની કળી અને કાકડાસીંગ એએનું ચૂર્ણ મધ સાથે ચટાડવું. અથવા સુદર્શન ચૂર્ણને સહેજ કહે માપ અથવા ભારંગ, વાળ, દેવદાર એઓને પાણીમાં વાટી પાવું. જેથી બાળકના તમામ જાતના તાવ મટી જશે.
બાળકને ખાંસી -ઉધરસ થઈ હોય તે–તપખીરનું ચૂર્ણ મધ સાથે ચટાડવું. અથવા વંશલોચનનું ચૂર્ણ મધ સાથે ચટાડવું. અથવા સેંયરીંગણન નું કેસર મધ સાથે ચટાડવુ, અથવા સિતોપલાદિ ચૂર્ણ મધ ઘી સાથે ચટાડવું. અથવા નાગરમોથ, અતિવિષની કળી, અરડૂસી, લીંડીપીપર અને કાકડાશગ એઓનું ચૂર્ણ મધ સાથે ચટાડવું. જેથી બાળકની ખાંસી મટી જાય છે.
ખાંસી ને શ્વાસ બે ભેગાં હોય તે-કાળી દ્રાક્ષ, અરડૂસી, હરડેની છાલ અને લીંડીપીપર એઓનું ચૂર્ણ મધ અને ઘીની સાથે ચટાડવું, જેથી હાંફ અને ઉધરસ મટે છે.
ઉટાંટીઓ થયેલ હોય તે –લવીંગને (કલવાળા) લઇ . પાણીમાં ભીંજવી નરમ થયે તેની ૧૦૮ લવીંગની માળા પશિવવી અને તે બાળકના ગળામાં નાખવી. અથવા લીંડીપીપર, ગાસત્વ, વાચન, હાની એલચી અને જેઠીમધને શીરા એઓનું ચૂર્ણ આદુના રસમાં મેળવી તેમાં મધ નાંખી બાળકને ચટાડવું. અથવા દિવસ ઉગ્યાં પહેલાં પેલી રાયણમાંથી બાળકને પસાર કરવું જેથી ઉટાંટી મટે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com