________________
૮૮
મહિલા મહદય.
કછ કરી માબાપને ન પજવવાં, રસ્તામાં સીધું ચાલવું, તેફાન કરવું નહીં, લવારે કરે નહીં, કોઈ ચીજ બજારમાંથી લઈ બજારમાં જ ખાઈ જવી નહીં, પિતાની મરજી મુજબ કઈ ચીજ ખરીદવી નહીં, જૂઠું બોલવું નહીં, કોઈ જીવને સતાવે કે મારે નહીં, ભણવા–વાંચવામાં પૂર્ણ કાળજી રાખવી. તન્દુરસ્તી જાળવવી વધારે બૈરાંના સહવાસમાં રહી અજ્ઞ સ્ત્રીઓના વિચારેને અંતરમાં ઉતારવા નહીં, કુળાચાર શીખવે, દીવાને કુંક મારી ન ઓલવવે. (એને ધૂમાડો શ્વાસ સાથે મળવાથી આરોગ્યતા બગાડે છે,) સંધ્યા વખતે કોઈ ઝાડને અડવું નહીં, (એ વખતે તે ઝાડ ખરાબ હવા બહાર કહાડતું હોય છે) ભોજન ખૂબ ચાવી ચાવીને સભ્યતાથી જમવું, જમતી કે પાણી પીતી વખતે હસવું નહીં, જળાશયથી, અગ્નિ, આતશબાજીથી, મારકણાં ઢોર-જોરથી, ઝેરી જાનવરથી, દુર્થ સનથી, અજાણ્યા જનથી દૂર રહેવું, કપડાં, શરીર સ્વચ્છ રાખવાં. મીઠી વાણી વડે દરેકને આનંદ આવે, વહેલું સુવું, વહેલું ઉડવું, કસરત કરવી, ખરાબ હવાથી બચવું, નાણું ન કરવું, રાત્રીએ બહાર ન જવું, પૂજા દર્શન વગેરેની ટેવ પાડવી. (એમ કરવાથી આ સ્તિક બને છે. અને શરીરની આરેગ્યતા વધે છે કેમકે દર્શનના
સ્થળમાં-દેવમંદિરમાં ઉત્તમ રજકણનું વાતાવરણ ઘટ બનેલું હેવાથી પવિત્ર રજકણેની પ્રાપ્તિ થાય છે. પૂજામાં ન્હાવાથી આરોગ્યતા જળવાય છે, ધૂપથી ખરાબ હવા મટી પુષ્પથી પ્રદ મળતાં હવામાં તરત ફેલનારા ઈથરોના સંબંધથી વિજળી વધે છે. પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. સ્તવન-ધ્યાન-જપથી મને બળ–સંક૯૫ની દઢતા વધે છે ને તેથી સુદઢવા મળે છે.) તે શિવાય જંગલ જઈ આવ્યા બાદ હાથ પગ મહીં દેવા-દાતણ કે ગળા કરવા-હાવું, સર્વદા સારા ભાઈબંધેની સાથે રમવું ખેલવું વગેરે વગેરે શીખવવાની ફરજ અદા કરવી તથા તેને જે હુન્નર તરફ શેખ હેય તે હુન્નરની કેળવણી આપવી, તેમજ જે ભાષા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com