________________
મહિલા મહાવ્ય.
બહાર જતી ગરમીને રોકી શકે છે. માટે હમેશાં બહુ ઢાંકી ઢબૂરી ન રાખતાં બાળકને ચેખી હવાને લાભ મળી શકે અને કંટાળે ન મળે તેવાં ગરમી શરદીને વખત ધ્યાનમાં રાખી
કપડાં પહેરાવવાં. - બાળકને ચાલતાં શી રીતે શિખવવું–
લગભગ દશ મહિનાની અંદર બાળક ઉભું થવા લાગે છે ને જે તેને અગાડી બતાવી ગયા મુજબ પિષ્ટિક ખોરાક આપવા માટે પૂરતું ધ્યાન આપવામાં આવ્યું હોય તે તે ટટાર રહી પગલાં ભરવા માંડે છે. જ્યારે તે એ પ્રમાણે ચાલવા માંડે ત્યારે તેની ઈચ્છા માફક હલનચલન કરવા દેવું. પણ તેની મરજી વિરૂદ્ધ ચલાવવાને માટે કશી કેશીશ કરવી નહીં; કે મકે તેમ કરવાથી નુકસાન થાય છે. ચાલવાને લાયક થયેલજ હશે તે તેને કુદરતજ મદદરૂપ થઈ તુરત ચંચળતા બક્ષશે; પરંતુ તેવી સ્થિતિ વખતે તેને તેના ગજા ઉપરાંત કદિ ચલાવવું નહીં. પિતા પોતાની મેળે અમથા કે કંઈ સહાયે-આધાર રાખી ચાલતું હોય તે તેમ ચાલવા દેવું. દાંત કુટતી વખતે રાખવાની માવજત ?
ઘણું કરીને બાળકને છઠે મહીનેથી દુધિયા દાંત ફૂટવા શરૂ થઈ તે બે વર્ષનું થાય ત્યાંસુધી પૂર્ણ ફૂટી રહે છે. દાંત ફૂટવાની વખતે કેટલાંક બાળકને દસ્ત લાગવા માંડે છે, કોઈની આંખે દુઃખે છે, કેઈની કાંતિ બદલાઈ શરીર શુષ્ક થઇ જાય છે, કેઈક માથું ઘસે છે, કેઈને તાવ આવે છે અને કઈને એથી પણ વિચિત્ર પીડાઓ થતી જોવામાં આવે છે. દાંતા કૂટતાં અગાઉનાં ચિન્હા એ હોય છે કે પ્રથમ મહેથી લાળ દેડે છે, પેઢાં ગરમ અને લાલ દેખાય છે, બચ્ચાં પિતાની આંગળીઓ કરડે છે, તરસ વિશેષ લાગવાથી વારંવાર ધાવવાના હલામા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com