________________
મહિલા મહદય..
કામાં ઉભે રાખે છે, તેમજ યુરોપિયને ઘડાઓને પણ તાઢ તડકા-વર્ષાદ-પવનથી ને તે બંદૂકના તડાકાથી નિડર બનાવી દે છે. યુરોપિયન-સજરે ને કાબુલીઓ તડકે સહન કરવામાં સંગીન નહીં બનેલા હોવાથી સખ્ત તાપને પ્રસંગ ગે તેઓ પાછા પડી જાય છે. ઝાંશીની લડાઈમાં ઝાડ નીચે પણ ૧૧૦ ડીગ્રી તાપ પડતા હતા તે વખતે પણું બુંદેલખંડી તડકાના પરિચિત હોવાથી મેજ સાથે સેજ રે સાથે લડ્યાજ કર્યા હતા જ્યારે જે તે પ્રખર તાપને ન સહન કરતાં લડ્યા વગર તાપથી મરણને શરણ થયા. મહાન નેપલીયન બોનાપાર્ટ પણ ઋતુ સહન ન કરી શક્યું ત્યારે શાંત થયેલ હતું. એ માત્ર ઋતુ સહન કરવાના બીનઅનુભવના પરિણામે બહાદુર છતાં પાછળ પડવાનું કારણ છે. કચ્છી, મારવાડી, તૈલંગી, મદ્રાસી, સિંધિ વગેરે અને ખેડુતે તડકા તાઢ આદિના ટેવાયેલા હોવાથી તેઓ ગમે તે દેશમાં જઈ શકે છે, તકલીફ વેઠી શકે છે, એકસંપથી વતી પુષ્કળ મહેનત કરી પૈસાપાત્ર બને છે અને પોતાને શારીરિક બળને સહનશીલતાને વારસો પિતાનાં ખારાં ફરજદેને બક્ષી શકે છે તે તરફ ખ્યાલ કરી પિતાનાં બાળકને સહનશીલ બનાવવા અવશ્ય યત્ન કરે જરૂર છે. સ્વચ્છ હવાને પરિચય–
કેટલીક માતાએ બચ્ચાને વધાધ વાવળી થઈ જવાની નકામી બીકથી તેને કપડાંઓમાં ઢબુરી રાખે છે અને હવા ખાવા દેતી નથી, પરંતુ નવી હવા પ્રાપ્ત કરવાની પ્રાણી માત્રને ખાસ અગત્ય છે, માટે માતા સુવાવડમાં હોય ત્યારથી ચોખ્ખી હવા વાળું મકાન રાખી બાળકને સ્વચ્છ હવા મળવા દેવી, કે જેથી બાળક નિરોગી, બળવાન અને ખુશમિજાજી થવામાં વધે ન આવે. બાળકને ઘડીઆમાં–પાલણામાં કે પથારીમાં સુવાયું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com