________________
૩ર.
મહિલા મહદય.
પ્રસવ સમય જાણવાના લક્ષણ.
આગળ કહેવાઈ ગયું છે કે-૨૮૦ દિવસને ગર્ભકાળ છે, પરંતુ તે ચોક્કસ નિયમ નથી. ઘણી સ્ત્રીઓ ર૪૦ દિવસે પણ સંતાનને જન્મ આપતી જોવામાં આવે છે. માટે સગભાને પ્રસવ સમય નજીક છે કે દર? તે જાણવા માટે નીચેના ચિહને ધ્યાનમાં રાખવાં. પેટ નીચું નમી આવે છે, શ્વાસ લેવામાં પડતી હરકત બંધ પડે છે, બેચેની કે ચિંતા વધે છે, વારંવાર પિશાબ થાય છે, જાંગ, કેડ અને પીઠમાં દરદ થવા લાગે છે, તથા ઉલટી મરડે થઈ આવે છે અથવા બળતરા વધી હરસ જોર પકડે છે. અને ગુૉન્દ્રિ ભીનાશવાળી બની ધોળાં પાણું વહન કરવા માંડે છે. (વખતે બેટી વેંણ પણ આવે છે, પણ બેટી સાચી વૅણ સુઘડ સગર્ભા તથા સુયાણ સમજી શકે છે.) સુવાવડીને માટે કેવું મકાન જોઇયે?—
બ્રાહ્મણું હોય તે ગુનાથી ધોળેલું, ક્ષત્રીઆણુને પીળા રંગવાળું, વૈશ્ય સ્ત્રીને લાલ રંગવાળું અને શુદ્વાણને કાળા રંગવાળું મકાન હોવું જોઈએ. તેમ મેડા ઉપરથી નહીં પણ ભેંયતળીએ જ હેવું ઉત્તમ છે. તેનું બારણું ઉગમણું, ઉત્તરા કે દક્ષણાદું રાખવું. લીંપીને તૈયાર કરેલું ૪ હાથ પહેલું ૮હાથ લાંબુ અને સુંદર છત ચિત્રોથી શોભિતું હોવું જોઈએ. જેને તેની અંદર જ્ઞાતી દેશરિવાજ પ્રમાણે જે જે સુવાવડી માટે રાજ જોઈએ તે હાજર રાખેલી હોવી જોઈએ. તે મકાન વધારે ગર મીવાળું ન લેવું જોઈએ, પણ હંફાળું દેવું જોઈએ. તેમાં નવમો મહીને બેસતાં જ સારા દિવસે નક્ષત્ર, ચંદ્રમા, કરણ અને મૈત્ર મુહૂર્તમાં શાંતિહવન કરી, અતિથિ અભ્યાગત-દીનને દાન દઈ, ઈષ્ટદેવનું સ્મરણ કરી ગર્ભવતીએ પ્રથમ જમણે પગ મૂકી તેમાં પ્રવેશ કરે. પૂર્વ ઉત્તર મુખે બેસી પૂજ્ય દેવ-ગુરૂ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com