________________
પ્રથમ પરિચ્છેદ.
દેશકાળ, વય વિચારી સાંજ સવાર લાડુડી ખાવી અને તે ઉપર ગાયનું સાકર સહિત ગરમ કરેલું દૂધ પીવું.
પ્રસૂતી થયેલી સ્ત્રીએ હિતરૂપ આહાર વિહાર કરે, તથા મૈથુન, મહેનત, કેધ, ઠંડા વાસિ પદાર્થ અને તાઢ એએને ત્યાગ કરે કે જેથી કોઈ વ્યાધિ પેદા થવા પામે નહી. હંમેશાં પથ્યમાં રહેવું એ સર્વોત્તમ છે. કવિ લિંબરાજે કહેલ છે કે
पथ्ये सति गदार्तस्य, किमौषधनिषेवणम् ॥
पथ्येऽसति गदातस्य, किमौषधनिषेवणम् ॥ જે રેગી કરી પાળે છે એટલે આહાર વિહારના નિયમો પાળે છે તેને ઔષધ કરવાની શું જરૂર છે? કશી જરૂર નથી, કેમકે પ
માં રહેનારને વ્યાધિ એની મેળેજ મરી જાય છે તો પછી ઔષધ ખાવાની શી જરૂર? મતલબમાં પથ્યમાં રહેનારને વ્યાધિ થત જ નથી, તેમ જ જે પચ્ચે પાળતું નથી તેને પણ ઔષધ ખાવાની શી જરૂર છે? કેમકે તેને ઉપાય કરવા છતાં પણ ફાયદો થનાર જ નથી ! કહેવાનો મતલબ એટલે જ છે કે જે વસ્તુ સુવાવડીને, અને તેના ધાવણપર ગુજારે કરનાર બાળકને નુકસાન થાય તે વસ્તુ તજી દેવી અને જે બેઉને ફાયદાકારક હોય તે જ ઉપયોગમાં લેવી.
સુવાવડીને ચાર મહીના પછી નિયમ છેડવામાં કશી હરક્ત નથી, તે પણ બચ્ચાને શું શું કરવાથી લાભ થશે તે ધ્યાનમાં રાખીને વર્તવું જરૂરનું છે. કેમકે બચ્ચાની આરેગ્યતા કુશળતા પોતાનાં ઉછેરનારાંઓનાજ સ્વાધીન હોય છે. સર્વ સ્થાવર જંગમાત્મક પ્રાણીની આવરદાને પહેલો ભાગ બાલ્યાવસ્થા છે. તે અવસ્થામાં જે તેઓને ઉછેરનાર કાળજીભરી સંભાળ રાખી ઉછેરે છે તે દઢ બની મજબૂત પાયા ઉપર ચણેલા મહેલની પેઠે તેઓ પિતાનું પૂર્ણ આયુષ (જે કઈ દેવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com