________________
પ્રથમ પરિચ્છેદ.
33
વડીલેને મન સાથે વંદના કરી, સ્વસ્તિવાચન કહેવરાવી, અર્થાત સપ્ત સ્મરણાદિ ભણાવી તેમાં આનંદથી વતી પ્રસવ સમયની રાહ જોવી.
જ્યારે ખરી વીંટ (વેણ) આવવા લાગે ત્યારે બળવાન, વ્યસન વિનાની, મીઠા બેલી, જણવાના કામમાં ઘણું કાબેલ, રૂપવંત, પૂર્ણ અંગવાળી અને અ૫ભી હોય એવી સુયાણને બોલાવી, તથા ઘણી વખત પ્રસૂતા થયેલી, સમજદાર, ધીરજવાળી અને શાંત મિજાજની સગર્ભાની સગી કે સહચારિણી, હોય તેવી સ્ત્રીઓ પાસે બેસારી રાખવી. જેમ જેમ પીડા વધતી જાય તેમ તેમ તેઓ બધી પ્રસન્નતા અને વૈર્યતા આપી તેને ઉત્સાહ વધાર્યો કરે તેવી રચના રાખવી.
બાકીની ક્રિયાઓ દેશ દેશની ભિન્ન ભિન્ન છતાં પણ સ્ત્રીઓના જાણવામાં હોય છે, માટે તે નહીં લખતાં જે જાણ વાની જરૂર છે તેજ જણાવેલ છે. ણ લાવવાના ઉપાય
પ્રસુતિને સમય નજીક આવવા છતાં કેટલીક સ્ત્રીને વેણુ ન આવવાથી કષ્ટ પામે છે, તે તેવા પ્રસંગે નીચેના પ્રયોગો અજમાવવા જેવા છે.
૧ જાયફળને વાટી વસ્ત્રગાળ કરી ધીમાં કાલવી રૂના પિલમાં મૂકી ગેળીની પેઠે પુંભડું બનાવી તે (ભગ) કમળમુખના અગાડી મુકવું, જેથી વેંણ ઝપાટાબંધ આવે છે.
૨ જાયફળને પત્થર ઉપર ઘસી રૂના પોલમાં મૂકી તેના ઉપર કળીયાનું સાફ પડ મૂકી ગેળીની પેઠે કરી છોકરું નાળે પડ્યા પછી ગુહ્યસ્થાનમાં મૂકવું, જેથી તાબડતોબ વીંટ ચાલી પ્રસવ સમય પ્રાપ્ત કરે છે.
૩ પહાડમૂળ અને અંઘેડાના મૂળને પાણી સાથે લટી આ સ્થાન ઉપર તેને લેપ કરવો.
૪ બેડિયાકલ્હાર મૂળ વિધિયુક્ત લાવી રાખેલું તેણીની કેડે બાંધવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com