________________
મહિલા મહદય.
૧ ગર્ભ રહ્યા પછી અટકાવ (રજસ્વલાપણું) બંધ થાય છે. (કઈ કઈ સ્ટિયાને ગર્ભકાળ પૂરો થતાં લગી પણ અટકાવ નજરે પડે છે, તે પણ તેના રંગમાં લાલસ ઓછી હોય છે.)
૨ સ્તનના કદમાં વધારે થાય છે, તેને કાળ વ્યાસ માટે થઈ તે પર ઝીણા ઝીણા દાણા ઉપડી આવે છે. (પહેલેઠી હોય તે તેના સ્તન દાબતાં તેમાંથી દૂધ કે ચિકણું પાણી નીકળે છે. લેહીથી ભરેલી નસે દેખાવા લાગે છે. હીંટડી ઉપડી આવે છે તેમજ ભીનાશવાળી રહે છે. સ્તનમાં દુખા અને તેમાં ગાંઠ ગાંઠા જણાય છે. તથા સ્તન કઠણ થાય છે અને ભારે લાગે છે.
૩ સવારે ઉઠતાં જ મહેમાં મેળ આવે અગર ઉલટી થાય છે. બેચેની જણાય અને અરૂચિ જેવું થયા કરે છે.
૪ છોકરાઓનું ચોથા માસ પછી ફરકવું જણાય છે એટલે કે સુમારે સોળ સપ્તાહ વીત્યા બાદ ફરકે છે.
૫ પેટનું કદ વધતું જાય છે. (બીજા રેગથી પણ વધે છે, પરંતુ ક્રમવાર વધતું નથી તેમ તે પેટ સપ્ત હેતું નથી.)
૬ ઇંટી બહાર નીકળી આવે છે અને તે પેટની ચામડીની બરાબર થાય છે.
૭ શરીરમાં ફેરફાર થાય છે એટલે કે શરીર નબળું કે તેજસ્વી થાય છે.
૮ ઉનવા થઈ આવતાં સગર્ભ હેરાન થાય છે. ૯ ઉંઘ વધી પડે છે અથવા ઓછી થઈ જાય છે. ૧૦ કાળજામાં બળતરા થયા કરે છે. ૧૧ મહોંમાંથી લાળ પડવાથી કંટાળો આપે છે.
૧૨ દાંતમાં દુખાવો થાય છે અને તે અસહ્ય વેદનાવાળ હોય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com