________________
પ્રથમ પરિચ્છેદ.
૧૩ ભૂખમાં ફેરફાર થાય છે–એટલે કે વધારે ભૂખ લાગે અગર તે ઓછી થઈ જાય છે.
૧૪ ભાવા અભાવા (દેહદો થાય છે અને તે મન વાળવા છતાં પણ ઈચ્છા પૂર્ણ કરવા ફાંફા મારે છે. તેમાં ત્રીજે મહીને દેહળે થઈ આવે છે. અને જે ગર્ભ હેય તે (પાપીપુણ્યવંત રંક-રાજા હેય તે) શુભ અશુભ દેહળો પેદા થાય છે. અકરમી ગર્ભ હોય તે માંસ મદિરા જીવહિંસા અને દુષ્કૃત્ય કરવાના ભાવ થાય છે તથા રાખ-ઠીકરાં-માટી-ધૂળકલસા ખાવાને હડકવા હાલે છે, અને સુકમી ગભ હોય તે સુંદર ફળ-મેવા-મીઠાઈ-તીર્થ વંદન- દેવ દર્શન-પૂજા–પ્રભાવન-દાન-દયા અને સત્કૃત્યેના ભાવ થાય છે. (તેમાં કેટલીક હમેશાં ખાવા પીવામાં આવતી ચીજે ઉપર પણ અભાવે થાય છે.) પુત્રની માતાને પુરૂષ જાતીને અને પુત્રીની માતાને સ્ત્રી જાતીને દેહલેમરથ થાય છે, તથા નપુંસકની માને નપું સક જાતીને દેહલો થાય છે. (તેમ સ્વપ્ન પણ તેવાજ આવે. છે.) જે દેહલો થાય તે અવશ્ય પૂરું પાડે, નહીં તે ગર્ભિણું સૂકાય અને ગર્ભને નાશ થાય કે કદરૂપ થાય છે.
૧૫ સ્વભાવમાં ફેરફાર થાય છે, અર્થાત્ શાંત હોય તે ચિડાઉ, ખરાબ મિજાજવાળી સારા મિજાજની અને દુર્ગણી - દિગુણ તથા સગુણું દુર્ગણી થાય છે. (ગર્ભકાળ પૂરો થાય ત્યાં સુધી જ તેવું થાય છે.)
ઉપર કહેલાં ગર્ભ રહ્યાની પક્કી નિશાનીનાં ચિહે છે; તરણગુલ્મ નામના સ્ત્રીઓના પેટની અંદર વધતા ગોળાના રેગમાં એને મળતાં જ બધાં ચિન્હ થાય છે, ગર્ભના પાંચ માસ પછી માથું, હાથ પગ વગેરે અવયે ગભર ફરકતી વખતે હાથ ફેરવતાં તરત સાફ રીતે જણાઈ આવે છે. અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com